Viyahapannatti 746
Viyāhapannatti: ṭīkānusārī vivecana 746
- Language
- Gujarati
746
વિવેચન :–૪૯૫ થી ૪૯૮
તેમાં પહેલાં ઉદ્દેશકમાં દ્વાર સંગ્રહગાથા વાચનાંતરમાં દેખાય છે, તે અહીં નોંધી છે. આ ગાથાના અર્થો ઉદ્દેશકાર્ય વડે જાણવા.
ઉત્પલ-નીલોત્પલાદિ એક પાન છે જેમાં તે એકપત્રક, અથવા એક એવું તે પત્ર તે એકપત્ર, એક પત્રકપણું નહીં કિશલયાવસ્થાની ઉપર કહેવું. જ્યારે એક પત્રાવસ્થા હોય, ત્યારે એક જીવ હોય, જ્યારે તેમાં બીજું આદિ પત્રનો તે આરંભ કરે છે, ત્યારે એક પત્રાવસ્થા હોતી નથી, તેથી ઘણાં જીવો તેમાં ઉત્પન્ન થાય છે, તેથી સૂત્રમાં પણ કહ્યું છે કે – પહેલાં પાંદડા પછી, તે પાંદડા સિવાયના જે બીજા જીવો, જીવાશ્રયત્વથી પત્ર આદિ જે બીજા અવયવો ઉત્પન્ન થાય છે, તે એક જીવાશ્રય નથી, પણ અનેક જીવાશ્રયી છે અથવા એક પાંદડા પછી બાકીના પાંદડાઓમાં જે બીજા જીવો ઉત્પન્ન થાય છે, તે એક જીવા નહીં પણ અનેક જીવા છે.
જે ઉત્પલ પ્રથમ પત્રાદિ અવસ્થામાં ઉત્પન્ન થાય છે, તેનો પ્રજ્ઞાપનાના છઠ્ઠા ‘વ્યુત્ક્રાંતિ’ પદમાં છે. તે ઉપપાત આ રીતે - જો તિર્યંચ યોનિકોમાં ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થાય કે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચ યોનિકમાં? ગૌતમ! એકેન્દ્રિય તિર્યંચ યોનિકોમાં પણ ઉત્પન્ન થાય ઈત્યાદિ. એ રીતે મનુષ્યના ભેદો કહેવા. જે દેવમાં ઉત્પન્ન થાય તો શું ભવનવાસીમાં ઈત્યાદિ પ્રશ્નો - ઈશાનાંત દેવોમાં પણ ઉત્પન્ન થાય. આમ ઉપપાત કહ્યો.
જઘન્યથી એક અથવા૦ ઈત્યાદિથી પરિમાણ કહ્યું. - - તે અસંખ્યાતા સમયે ઈત્યાદિ વડે અપહાર કહ્યો. આ રીતે દ્વાર યોજના કરવી. ઉચ્ચત્વ દ્વારમાં સાતિરેક ૧૦૦૦ યોજન, તથાવિધ સમુદ્ર ગોતીર્થ આદિમાં આ ઉચ્ચત્વ ઉત્પલનું જાણવું.
બંધ દ્વારમાં ‘બંધક કે બંધકો’ તે એક પત્રાવસ્થામાં બંધક એકત્વથી, બે વગેરે પત્રાવસ્થામાં, બહુત્વથી ‘બંધકો’ કહ્યું. એમ બધાં કર્મોમાં, આયુષ્યમાં તેની અબંધાવસ્થા પણ હોય, તે અપેક્ષાએ અબંધક અને અબંધકો પણ થાય. અહીં બંધક-અબંધક પદના એકત્વ યોગમાં એકવચનથી બે વિકલ્પો, બહુવચનથી પણ બે, દ્વિકયોગમાં યથાયોગે એકત્વ-બહુત્વ વડે ચાર ભંગ, એ રીતે આઠ વિકલ્પા થાય.
વેદન દ્વારમાં - જીવો જ્ઞાનાવરણીય કર્મના વેદક કે અવેદક? અહીં પણ એકપત્રતામાં એક વચનાંતતા, અન્યત્ર બહુવચનાંતતા. એ પ્રમાણે અંતરાયકર્મ સુધી કહેવું. વેદનીયમાં શાતા-અશાતા વડે પૂર્વવત્ ૮ ભંગો છે. અહીં બધે જ પ્રથમ પત્ર અપેક્ષાએ એક વચનાંતતા, તેની પછી બહુવચનાંતતા. વેદન અનુક્રમે ઉદિત-ઉદીરણા-ઉદીરિત કર્મનો અનુભવ. ઉદયનો અનુક્રમ ઉદિતનો જ છે, તેથી વેદકત્વ પ્રરૂપણા હોવા છતાં ભેદ વડે ઉદયિત્વ પ્રરૂપણા છે. ઉદીરણા દ્વારે તે અવસ્થામાં તેનું અનુદીરકત્વનો અસંભવ હોવાથી સૂત્રમાં નો અણુદીરગ કહ્યું.
વેદનીયમાં સાતા-અસાતા અપેક્ષાથી, આયુમાં ઉદીરકત્વ અનુદીરકત્વ અપેક્ષાએ આઠ ભંગ છે. કદાચિત્ આયુષ્યની ઉદીરણા થાય.
લેશ્યા દ્વારે ૮૦ ભંગો. કઈ રીતે? એક યોગમાં એકવચનમાં ચાર, બહુવચનથી પણ ચાર જ. દ્વિકયોગે યથાયોગ એકવચન-બહુવચન વડે ચતુર્ભંગી, ચાર પદોના છ દ્વિકયોગો, તે ચારગુણાથી ૨૪ વિકલ્પ. ત્રિકયોગે ત્રણ પદોના આઠ ભંગ, ચાર પદોના ચાર ત્રિક સંયોગો, આઠ વડે ગુણતા-૩૨ ભંગ. ચતુષ્ક સંયોગમાં ૧૬-ભંગો. બધાં મળીને-૮૦.
વર્ણાદિ દ્વારમાં - શરીરોના પાંચ વર્ણો છે, પણ ઉત્પલ જીવો, જીવરૂપે વર્ણાદિ વર્જિત છે, કેમકે અમૂર્ત્તત્વથી વર્ણન હોય.
ઉચ્છ્વાસક દ્વારમાં અપર્યાપ્તાવસ્થામાં ઉચ્છ્વાસ નિઃશ્વાસ નથી. અહીં ૨૬ ભંગો. કઈ રીતે? એક યોગમાં એક વચનાંત ત્રણ, બહુવચનાંત પણ ત્રણ. દ્વિકયોગે યથાયોગથી એકત્વ-બહુત્વથી ત્રણ ચતુર્ભંગી એટલે બાર, ત્રિકયોગમાં આઠ. એ રીતે ૨૬-ભંગો થાય.
આહારક દ્વારમાં ‘આહારક કે અનાહારક’ વિગ્રહગતિમાં અનાહારક, બાકી આહારક. તેમાં આઠ ભંગો પૂર્વવત્.
સંજ્ઞા, કષાયદ્વારમાં ૮૦ ભંગો લેશ્યાદ્વાર વત્ કહેવા.
સે ણં ભંતે૦ આદિથી ઉત્પલત્વ સ્થિતિ, અનુબંધ, પર્યાયપણે કહ્યું. - - સે ણં ભંતે - ઈત્યાદિ વડે સંવેધ સ્થિતિ કહી. તેમાં ભવાદેશ એટલે ભવને આશ્રીને અર્થ થાય. જઘન્યથી બે ભવગ્રહણ કરીને - એક પૃથ્વીકાયિકત્વમાં, બીજો ઉત્પલત્વમાં, પછી મનુષ્યાદિ ગતિમાં જાય. કાલાદેશથી જઘન્યે બે અંતર્મુહૂર્ત્ત૦ પૃથ્વીપણે અંતર્મુહૂર્ત્ત, ફરી ઉત્પલપણે અંતર્મુહૂર્ત્તમાં, એ રીતે કાલાદેશથી જઘન્યથી બે અંતર્મુહૂર્ત્ત. એ રીતે દ્વીન્દ્રિયાદિમાં પણ જાણવું. ઉત્કૃષ્ટથી આઠ ભવગ્રહણ - ચાર પંચેન્દ્રિય તિર્યંચમાં અને ચાર ઉત્પલના, એ રીતે આઠ ભવ ગ્રહણ જાણવા. ઉત્કૃષ્ટે પૂર્વ કોડી પૃથક્ત્વ-ચાર પંચેન્દ્રિય તિર્યંચ્ ભવગ્રહણમાં ચાર પૂર્વકોટી, ઉત્કૃષ્ટ કાળના વિવક્ષિતત્વથી ઉત્પલ કાયથી ચ્યવી જીવ યોગ્ય ઉત્કૃષ્ટ પંચેન્દ્રિય તિર્યંચ સ્થિતિના ગ્રહણથી, ઉત્પલનું જીવિત, આનાથી અધિક છે, એ રીતે ઉત્કૃષ્ટથી પૂર્વકોટી પૃથક્ત્વ થાય.
એ પ્રમાણે આહાર ઉદ્દેશક મુજબ વનસ્પતિકાયિકાદિ. આ વાક્યથી આ અતિદેશ છે - ક્ષેત્રથી, અસંખ્યાત પ્રદેશાવગાઢ, કાળથી કોઈ પણ કાળસ્થિતિ, ભાવથી વર્ણવાળા આદિ. સર્વાત્મના નિયમા છ દિશામાંથી - પૃથ્વીકાયિકાદિ સૂક્ષ્મતાથી નિષ્કુટગતત્વથી હોય, તેથી ત્રણ, ચાર ઈત્યાદિ દિશામાંથી આહાર કરે, ઉત્પલ જીવો બાદરત્વથી તથાવિધ નિષ્કુટોના અભાવ નિયમા છ દિશામાંથી આહાર કરે.
‘વ્યુત્ક્રાંતિ’ એ પ્રજ્ઞાપનાનું છઠ્ઠું પદ છે. ત્યાં ઉદ્વર્તના અધિકારમાં આ સૂત્ર છે - - X - ગૌતમ! નૈરયિક કે દેવમાં ઉત્પન્ન થતો નથી, તિર્યંચ કે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે.
ઉત્પલ કેશરત્તા-અહીં કેસર એટલે કર્ણિકાની ફરતો અવયવ, અહીં કર્ણિકા એટલે બીજકોશ, સ્તિબુક જેમાંથી પાંદડા ફૂટે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit