Pramāṇa · Search · About · API

Viyahapannatti 761

Viyāhapannatti: ṭīkānusārī vivecana 761

Language
Gujarati

761

‘ભગવતી’ સૂત્ર-૫૧૦ :– [૧૧/૧૦/૫૧૦]
રાજગૃહે યાવત્‌ આ પ્રમાણે કહ્યું – ભગવન્‌ ! લોક કેટલા ભેદે છે? ગૌતમ! ચાર ભેદે - દ્રવ્યલોક, ક્ષેત્રલોક, કાળલોક, ભાવલોક.
ભગવન્‌ ! ક્ષેત્રલોક કેટલાં ભેદે છે? ગૌતમ! ત્રણ ભેદે. – અધોલોક ક્ષેત્રલોક, તિર્છાલોક ક્ષેત્રલોક, ઉર્ધ્વલોક ક્ષેત્રલોક.
ભગવન્‌! અધોલોક ક્ષેત્રલોક કેટલા ભેદે છે? ગૌતમ! સાત ભેદે - રત્નપ્રભા પૃથ્વી અધોલોક ક્ષેત્રલોક યાવત્‌ અધઃસપ્તમી પૃથ્વી અધોલોક ક્ષેત્રલોક.
ભગવન્‌! તિર્છાલોક ક્ષેત્રલોક કેટલા ભેદે છે? ગૌતમ! અસંખ્યાત ભેદે છે. જંબૂદ્વીપ તિર્છાલોક ક્ષેત્રલોક યાવત્‌ સ્વયંભૂરમણ સમુદ્ર તિર્છાલોક ક્ષેત્રલોક.
ભગવન્‌! ઉર્ધ્વલોક ક્ષેત્રલોક કેટલા ભેદે છે? ગૌતમ! પંદર ભેદે - સૌધર્મ કલ્પ ઉર્ધ્વલોક ક્ષેત્રલોક યાવત્‌ અચ્યુત ઉર્ધ્વલોક ક્ષેત્રલોક, ગ્રૈવેયક વિમાન ઉર્ધ્વલોક, અનુત્તરવિમાન૦ ઈષત્પ્રાગ્ભારાપૃથ્વી૦
ભગવન્‌! અધોલોક ક્ષેત્રલોક કયા સંસ્થાને સંસ્થિત છે? ગૌતમ! ત્રપા આકારે...
ભગવન્‌! તિર્છાલોક ક્ષેત્રલોક કયા આકારે રહેલ છે? ગૌતમ! ઝલ્લરી આકારે છે...
ભગવન્‌! ઉર્ધ્વલોક ક્ષેત્રલોક પૃચ્છા. ઉર્ધ્વમૃદંગાકારે રહેલ છે...
ભગવન્‌! લોક કયા આકારે રહેલ છે? ગૌતમ! સુપ્રતિષ્ઠક આકારે છે. નીચે વિસ્તીર્ણ, વચ્ચે સંક્ષિપ્ત, જેમ શતક-૭-ના ઉદ્દેશા-૧-માં કહ્યું તેમ યાવત્‌ અંત કરે છે.
ભગવન્‌! અલોક કયા આકારે છે? ગૌતમ! પોલા ગોળાના આકારે છે.
ભગવન્‌! અધોલોક ક્ષેત્રલોકમાં જીવ, જીવદેશ, જીવપ્રદેશ છે? જેમ ઐન્દ્રી દિશામાં કહ્યું, તેમ સંપૂર્ણ કહેવું યાવત્‌ અદ્ધા સમય.
ભગવન્‌! તિર્છાલોક ક્ષેત્રલોકમાં શું જીવ૦ આદિ છે? એ જ પ્રમાણે કહેવું. એ રીતે ઉર્ધ્વલોક ક્ષેત્રલોકમાં પણ કહેવું. વિશેષ એ કે - અરૂપી છ ભેદે છે, અદ્ધા સમય નથી...
ભગવન્‌! લોકમાં જીવો૦ છે? જેમ બીજા શતકમાં, અસ્તિ ઉદ્દેશકમાં લોકાકાશ કહ્યું, તેમ કહેવું. વિશેષ આ - અરૂપીના સાતે ભેદ કહેવા યાવત્‌ અધર્માસ્તિકાયના પ્રદેશો છે, આકાશાસ્તિકાય નથી, આકાશાસ્તિકાયના દેશ, પ્રદેશ, અદ્ધા સમય. બાકી પૂર્વવત્‌.
ભગવન્‌! અલોકમાં શું જીવા૦ જેમ અસ્તિકાય ઉદ્દેશકમાં અલોકાકાશમાં કહ્યું, તેમ સંપૂર્ણ કહેવું. યાવત્‌ અનંતભાગ ન્યૂન.
ભગવન્‌! અધોલોક ક્ષેત્રલોકમાં એક આકાશ પ્રદેશમાં શું જીવ, જીવદેશ, જીવપ્રદેશ, અજીવ, અજીવદેશ, અજીવપ્રદેશ છે? ગૌતમ! જીવ નથી, જીવ દેશ, જીવપ્રદેશ છે. અજીવ છે, અજીવદેશ છે, અજીવપ્રદેશ છે. જે જીવ દેશો છે. તે (૧) નિયમા એકેન્દ્રિય દેશો છે. અથવા (૨) એકેન્દ્રિય દેશો અને બેઈન્દ્રિય દેશ છે. (૩) અથવા એકેન્દ્રિય દેશો, બેઈન્દ્રિય દેશો છે. એ પ્રમાણે મધ્યમ ભંગને છોડીને યાવત્‌ અનિન્દ્રિય સુધી કહેવું. યાવત્‌ અથવા
(૧) એકેન્દ્રિય દેશો અને અનિન્દ્રિય દેશો, જે જીવ પ્રદેશો છે, તે નિયમા એકેન્દ્રિય પ્રદેશો છે, અથવા (૨) એકેન્દ્રિય પ્રદેશો અને બેઈન્દ્રિય પ્રદેશો, (૩) અથવા એકેન્દ્રિયપ્રદેશો અને બેઈન્દ્રિયોના પ્રદેશો, એ પ્રમાણે પ્રથમ ભંગ છોડીને યાવત્‌ પંચેન્દ્રિય અનિન્દ્રિયોમાં ત્રણ ભંગ કહેવા.
જે અજીવો છે, તે બે ભેદે છે – રૂપી, અરૂપી. રૂપી પૂર્વવત્‌. જે અરૂપી અજીવ છે, તે પાંચ ભેદે છે - ધર્માસ્તિકાય નથી, (૧) ધર્માસ્તિકાયના દેશ, (૨) ધર્માસ્તિકાયના પ્રદેશ, એ રીતે (૩-૪) અધર્માસ્તિકાયના દેશ અને પ્રદેશ. (૫) અદ્ધા સમય.
તિર્છાલોક ક્ષેત્રલોકના, ભગવન્‌! એક આકાશપ્રદેશમાં શું જીવો૦ છે? અધોલોક ક્ષેત્રલોક મુજબ જાણવું. એ પ્રમાણે ઉર્ધ્વલોક ક્ષેત્રલોકમાં પણ જાણવું. વિશેષ એ કે - તેમાં અદ્ધા સમય નથી. તે કારણે અરૂપી (અજીવ) ચાર ભેદે કહ્યા. લોકમાં, જેમ અધોલોક ક્ષેત્રલોકના એક આકાશ પ્રદેશમાં કહ્યું. તેમ કહેવું.
ભગવન્‌! અલોકના એક આકાશપ્રદેશની પૃચ્છા, ગૌતમ! ત્યાં જીવ નથી, જીવદેશ નથી, ઈત્યાદિ પૂર્વવત્‌. યાવત્‌ અનંત અગુરુલઘુ ગુણોથી સંયુક્ત સર્વાકાશના અનંતમાં ભાગ ન્યૂન છે.
દ્રવ્યથી અધોલોક ક્ષેત્રલોકમાં અનંત જીવ દ્રવ્યો, અનંત અજીવદ્રવ્યો, અનંતા જીવાજીવ દ્રવ્યો છે, એ રીતે તિર્છાલોક ક્ષેત્રલોકમાં અને ઉર્ધ્વલોક ક્ષેત્રલોકમાં પણ જાણવું. દ્રવ્યથી અલોકમાં જીવદ્રવ્યો નથી, અજીવદ્રવ્યો નથી, જીવાજીવ દ્રવ્યો નથી, એ અજીવદ્રવ્ય દેશ છે યાવત્‌ સર્વાકાશના અનંતમાં ભાગ ન્યૂન છે.
કાળથી અધોલોક ક્ષેત્રલોક કદી ન હતો, તેમ નથી યાવત્‌ નિત્ય છે, એ પ્રમાણે અલોક સુધી જાણવું...
ભાવથી અધોલોક-ક્ષેત્રલોકમાં અનંતા વર્ણ પર્યાય છે, ઈત્યાદિ જેમ ‘સ્કંદક’માં કહ્યું, તેમ યાવત્‌ અનંતા અગુરુલઘુપર્યાયો છે, એ પ્રમાણે યાવત્‌ લોકમાં છે. ભાવથી અલોકમાં વર્ણપર્યાય નથી યાવત્‌ યાવત્‌ અગુરુલઘુ પર્યાય નથી, પણ એક અજીવદ્રવ્યનો દેશ છે યાવત્‌ અનંત ભાગ ન્યૂન છે.

Linked texts (1)