Pramāṇa · Search · About · API

Viyahapannatti 768

Viyāhapannatti: ṭīkānusārī vivecana 768

Language
Gujarati

768

‘ભગવતી’ સૂત્ર-૫૧૫ :– [૧૧/૧૧/૫૧૫]
દિવસ અને રાત્રિની પોરિસી ઉત્કૃષ્ટથી સાડા ચાર મુહૂર્ત્તની, અને જઘન્યથી ત્રણ મુહૂર્ત્તની હોય છે.
ભગવન્‌! જ્યારે ઉત્કૃષ્ટી સાડાચાર મુહૂર્ત્તની દિવસની કે રાત્રિની પોરિસી હોય, ત્યારે મુહૂર્ત્તના કેટલા ભાગ ઘટતા-ઘટતા જઘન્ય ત્રણ મુહૂર્ત્તના દિવસ અને રાત્રિની પૌરુષી થાય છે? અને જ્યારે દિવસ અને રાત્રિની પોરિસી જઘન્ય ત્રણ મુહૂર્ત્તની હોય, ત્યારે મુહૂર્ત્તના કેટલા ભાગ વધતા વધતા ઉત્કૃષ્ટ સાડા ચાર મુહૂર્ત્તની પોરિસી થાય?
હે સુદર્શન! જ્યારે ઉત્કૃષ્ટી સાડાચાર મુહૂર્ત્તની દિવસ કે રાત્રિની પોરિસી હોય ત્યારે મુહૂર્ત્તનો ૧૨૨-મો ભાગ ઘટતા ઘટતા જઘન્યા ત્રણ મુહૂર્ત્તની પોરિસી થાય અને જઘન્યા ત્રણ મુહૂર્ત્તની પોરિસી હોય ત્યારે મુહૂર્ત્તનો ૧૨૨-મો ભાગ વધતા-વધતા ઉત્કૃષ્ટી સાડા ચાર મુહૂર્ત્તની દિવસ કે રાત્રિની પોરિસી થાય છે.
ભગવન્‌! દિવસ અને રાત્રિની ઉત્કૃષ્ટી સાડાચાર મુહૂર્ત્તની પોરિસી ક્યારે હોય અને જઘન્યા ત્રણ મુહૂર્ત્તની પોરિસી ક્યારે હોય?
હે સુદર્શન! જ્યારે ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્ત્તનો દિવસ હોય અને જઘન્યા બાર મુહૂર્ત્તની રાત્રિ હોય, ત્યારે ઉત્કૃષ્ટી સાડાચાર મુહૂર્ત્તની દિવસની અને જઘન્યા ત્રણ મુહૂર્ત્તની રાત્રિ પોરિસિ હોય છે. જ્યારે ઉત્કૃષ્ટી ૧૮ મુહૂર્ત્તની રાત્રિ અને જઘન્ય બાર મુહૂર્ત્તનો દિવસ હોય છે, ત્યારે ઉત્કૃષ્ટી સાડાચાર મુહૂર્ત્તની રાત્રિ પોરિસી હોય છે અને જઘન્યા ત્રણ મુહૂર્ત્તની દિવસની પોરિસી હોય છે.
ભગવન્‌! ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્ત્તનો દિવસ ક્યારે હોય છે? જઘન્યા બાર મુહૂર્ત્તની રાત્રિ કયારે હોય છે? અથવા ઉત્કૃષ્ટી અઢાર મુહૂર્ત્તની રાત્રિ ક્યારે હોય છે અને જઘન્ય બાર મુહૂર્ત્તનો દિવસ ક્યારે હોય?
હે સુદર્શન! અષાઢ પૂર્ણિમાએ ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્ત્તનો દિવસ હોય છે, જઘન્યા બાર મુહૂર્ત્તની રાત્રિ હોય છે. પોષની પૂર્ણિમાએ ઉત્કૃષ્ટી અઢાર મુહૂર્ત્તની રાત્રિ હોય છે, જઘન્ય બાર મુહૂર્ત્તનો દિવસ હોય છે.
ભગવન્‌! દિવસ અને રાત્રિ સમાન પણ હોય છે? હા, હોય છે. ભગવન્‌! દિવસ અને રાત્રિ ક્યારે સમાન હોય છે?
હે સુદર્શન! ચૈત્ર અને આસોની પૂનમે આ દિવસ અને રાત્રિ બંને સમાન જ હોય છે. પંદર મુહૂર્ત્તનો દિવસ અને પંદર મુહૂર્ત્તની રાત્રિ હોય છે અને દિવસ તથા રાત્રિની પોણાચાર મુહૂર્ત્તની પોરિસી હોય.
આ પ્રમાણકાળ કહ્યો.

Linked texts (1)