Viyahapannatti 769
Viyāhapannatti: ṭīkānusārī vivecana 769
- Language
- Gujarati
769
વિવેચન :–૫૧૫
ઉત્કૃષ્ટથી - સાડાચાર મુહૂર્ત્તનો એટલે અઢાર મુહૂર્ત્ત દિવસ કે રાત્રિના હોય, તેનો ચોથો ભાગ કરતા સાડાચાર મુહૂર્ત્ત એટલે કે નવ ઘડી થાય. તેથી જેના સાડાચાર મુહૂર્ત્તો છે તેવી. તથા બાર મુહૂર્ત્તના દિવસ કે રાત્રિનો ચોથો ભાગ તે ત્રણ મુહૂર્ત્ત થાય. આ ત્રણ મુહૂર્ત્ત એટલે છ ઘડી.
કેટલા ભાગ રૂપ મુહૂર્ત્ત ભાગ તે કતિભાગ મુહૂર્ત્ત ભાગ, તેના વડે અર્થાત્ કેટલા મુહૂર્ત્તાંશ વડે. આ સાડાચાર અને ત્રણ મુહૂર્ત્ત વિશેષ, તે ૧૮૩ દિવસ વડે વધે છે કે ઘટે છે, તે સાર્ધ મુહૂર્ત્ત ૧૮૩ ભાગ વડે કરતા, તેમાં મુહૂર્ત્તમાં ૧૨૨ ભાગ થાય છે. તેથી કહે છે – ૧૨૨ મુહૂર્ત્ત ભાગ વડે.
અષાઢ પૂર્ણિમા ઈત્યાદિ. - અહીં જે અષાઢ પૂર્ણિમા કહી તે પાંચ સંવત્સરિક યુગના અંતિમ વર્ષની અપેક્ષાએ જાણવી. કેમકે તેમાં જ અષાઢ પૂર્ણિમામાં ૧૮-મુહૂર્ત્તનો દિવસ થાય છે, સાડાચાર મુહૂર્ત્તની તેની પોરિસી થાય છે. બીજા વર્ષોમાં તો જે દિવસે કર્ક સંક્રાંતિ હોય, તે દિવસમાં જ આમ થાય, તે જાણવું. પોષી પૂનમમાં આમ જ જાણવું.
અહીં રાત્રિ-દિવસનું વૈષમ્ય કહ્યું, હવે તે બંનેનું સમત્વ દર્શાવતા કહે છે – ચૈત્રી, આસોની પૂર્ણિમામાં૦ ઈત્યાદિ - જે કહ્યું તે વ્યવહાર નયની અપેક્ષાએ છે, નિશ્ચયથી કર્ક-મકર સંક્રાંતિ દિવસથી આરંભીને જે ૯૨ અહોરાત્ર, તેના અડધામાં સમાન દિવસ-રાત્રિ પ્રમાણતા છે, તેમાં ૧૫ મુહૂર્ત્ત દિવસના કે રાત્રિના પોરિસી પ્રમાણ હોય છે અને પોણા ચાર મુહૂર્ત્તની તેમાં પોરિસી હોય છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit