Pramāṇa · Search · About · API

Viyahapannatti 770

Viyāhapannatti: ṭīkānusārī vivecana 770

Language
Gujarati

770

‘ભગવતી’ સૂત્ર-૫૧૬, ૫૧૭ :– [૧૧/૧૧/૫૧૬, ૫૧૭]
[૫૧૬] તે યથાનિર્વૃત્તિકાળ શું છે? યથાનિર્વૃત્તિકાળ - જે કોઈ નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય અથવા દેવ વડે જેવા પ્રકારનું આયુ (કર્મ) બાંધેલ હોય, તેનું પાલન કરવું. તે યથાનિર્વૃત્તિકાળ છે.
તે મરણકાળ શું છે? શરીરથી જીવનું કે જીવથી શરીરનું (પૃથક્‌ થવાનો કાળ) તે મરણ કાળ છે.
તે અદ્ધાકાળ શું છે? અદ્ધાકાળ અનેક પ્રકારે કહ્યો છે. તે સમયાર્થતાથી છે, આવલિકાર્થતાથી છે યાવત્‌ ઉત્સર્પિણી અર્થતાથી છે. હે સુદર્શન! જેનું બે ભાગમાં છેદન ન થઈ શકે તે સમય છે. કેમકે તે સમય સમયાર્થતાથી અસંખ્યાત સમયોનો સમુદય સમિતિ સભાગતાથી તે એક આવલિકા. સંખ્યાત આવલિકાથી જેમ ‘શાલિ’ ઉદ્દેશકમાં કહ્યું તેમ યાવત્‌ એક સાગરોપમનું પરિમાણ થાય છે.
હે ભગવન્‌! આ પલ્યોપમ, સાગરોપમનું શું પ્રયોજન છે? સુદર્શન! આ પલ્યોપમ, સાગરોપમ વડે નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવોનું આયુષ્ય મપાય છે.
[૫૧૭] ભગવન્‌! નૈરયિકોની કેટલી કાલ સ્થિતિ કહી છે? અહીં સંપૂર્ણ ‘સ્થિતિ’ પદ કહેવું યાવત્‌ અજઘન્ય અનુત્કૃષ્ટ ૩૩ સાગરોપમ સ્થિતિ કહેલી છે.

Linked texts (1)