Viyahapannatti 771
Viyāhapannatti: ṭīkānusārī vivecana 771
- Language
- Gujarati
771
વિવેચન :–૫૧૬, ૫૧૭
અહીં જેણં એ સામાન્ય નિર્દેશ છે, પછી જે કોઈ નારકાદિમાંથી કોઈનું જે પ્રકારે આયુષ્ય-જીવિત અંતર્મુહૂર્ત્તાદિ યથાયુષ્ય બાંધે.
જીવથી શરીર કે શરીરથી જીવનું જે વિયોજન થાય તે. અહીં બે વખત ‘વા’ શબ્દ શરીર અને જીવના અવધિભાવની ઈચ્છાનુસારિતા પ્રતિપાદનાર્થે છે - - અદ્ધાકાળ શું છે? અદ્ધાકાળ અનેકવિધ કહ્યો તે આ પ્રમાણે - સમય રૂપ અર્થ તે સમયાર્થ, તેનો ભાવ, તેના વડે સમયભાવ એ અર્થ છે. એ પ્રમાણે બીજામાં પણ જાણવું. અહીં ‘યાવત્’ શબ્દથી મુહૂર્ત્તાર્થતા આદિ જાણવું. હવે સમયાદિ કાળનું સ્વરૂપ કહે છે –
આ અનંતરોક્ત ઉત્સર્પિણી આદિ અદ્ધા દોહારચ્છેયણે ણં બે હાર-ભાગ, જેમાં છેદનમાં બે ભાગ, કાર - કરવા તે, તે દ્વિહાર - બે ભેદ કરવા તે, તેના વડે જાહે૦ જ્યારે તે ‘સમય’ એમ જાણવું.
અસંખ્યાત સમતિસમાગમ, તેના વડે જે કાલમાન થાય છે, એક આવલિકા કહેવાય છે. ‘શાલિ ઉદ્દેશક’ તે શતક-૬-નો ઉદ્દેશ-૭.
પલ્યોપમ, સાગરોપમ વડે નૈરયિકાદિનું આયુષ્ય મપાય છે. તેમ કહ્યું, હવે તે આયુષ્યવાળાને જણાવવા માટે કહે છે – નૈરયિકાદિ. સ્થિતિ પદ એ પ્રજ્ઞાપના સૂત્રનું ચોથું પદ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit