Pramāṇa · Search · About · API

Viyahapannatti 772

Viyāhapannatti: ṭīkānusārī vivecana 772

Language
Gujarati

772

‘ભગવતી’ સૂત્ર-૫૧૮ થી ૫૨૦ :– [૧૧/૧૧/૫૧૮ થી ૫૨૦]
[૫૧૮] હે ભગવન્‌! શું આ પલ્યોપમ, સાગરોપમનો ક્ષય કે અપચય થાય છે? હા થાય છે. ભગવન્‌! એમ કેમ કહો છો કે આ પલ્યોપમ અને સાગરોપમનો યાવત્‌ અપચય થાય છે?
એ પ્રમાણે ખરેખર હે સુદર્શન! તે કાળે, તે સમયે હસ્તિનાગપુર નામે નગર હતું - વર્ણન. સહસ્રામ્રવન ઉદ્યાન હતું - વર્ણન. તે હસ્તિનાગપુર નગરમાં બલ નામે રાજા હતો - વર્ણન. તે બલ રાજાને પ્રભાવતી નામે દેવી (રાણી) હતી, તે સુકુમાલ ઈત્યાદિ હતી તેમ વર્ણન કરવું યાવત્‌ વિચરતી હતી.
ત્યારે તે પ્રભાવતી રાણીને અન્ય કોઈ દિવસે તેવી, તેવા પ્રકારે વાસગૃહની અંદર ચિત્રકર્મથી યુક્ત તથા બહારથી ઘૃષ્ટ, મૃષ્ટ વિચિત્ર ઉર્ધ્વ ભાગ, અધોભાગ-તલમાં મણિ અને રત્નોને કારણે જેનો અંધકાર નાશ થયો છે, તેવા બહુસમ સુવિભક્ત દેશ ભાગમાં પાંચ વર્ણ, સરસ અને સુગંધી પુષ્પપુંજોના ઉપચારથી યુક્ત, કાળો અગરુ-પ્રવર કુંદુરુક્ક-તુરુષ્ક-ધૂપ મઘમઘાયમાન થતાં ગંધોધૃત અભિરામ, ઉત્તમ સુગંધથી ગંધિત, ગંધવર્તી-ભૂત તે, તેવા પ્રકારના શયનીયમાં બંને તરફ તકીયા હતા, તે શય્યા બંને તરફથી ઉન્નત અને મધ્યમાં ગંભીર હતી. ગંગા નદીની તટવર્તી રેતીની સમાન (કોમળ) હતી. તે મુલાયમ ક્ષૌમિક દુકુલપટ્ટથી આચ્છાદિત હતી, તેને સુવિરચિત રજસ્ત્રાણ હતું, લાલરંગી સૂક્ષ્મ વસ્ત્રથી સંવૃત હતી, તે સુરમ્ય, આજિનક રૂ-બૂર-નવનીત-અર્કતૂલ સમાન કોમળ સ્પર્શવાળી હતી તથા સુગંધી શ્રેષ્ઠ પુષ્પ, ચૂર્ણ અને શયનોપચાર વડે યુક્ત હતી.
અર્ધરાત્રિકાળ સમયમાં સુતી-જાગતી અર્ધનિદ્રિતાવસ્થામાં (પ્રભાવતી રાણી) હતી. તેણીને આ આવા પ્રકારના ઉદાર, કલ્યાણરૂપ, શિવ, ધન્ય, મંગલ, સશ્રિક, મહાસ્વપ્ન જોયું અને તેણી જાગી.
(પ્રભાવતી રાણીએ) સ્વપ્નમાં એક સિંહને જોયો. હાર, રજત, ક્ષીર સમુદ્ર, ચંદ્ર કિરણ, જલકણ, રજત મહાશૈલની સમાન શ્વેતવર્ણીય હતો તે વિશાલ, રમણીય, દર્શનીય હતો. તેના પ્રકોષ્ઠ સ્થિર અને સુંદર હતા. તે પોતાના ગોળ, પુષ્ટ, સુશ્લિષ્ટ, વિશિષ્ટ અને તીક્ષ્ણ દાઢાવાળા મુખને ફાડીને રહેલો. તેના હોઠ સંસ્કારિત, જાતિમાન્‌ કમળ સમાન કોમળ, પ્રમાણોપેત અને અત્યંત સુશોભિત હતા. તેનું તાલુ અને જીભ રક્ત કમળના પત્ર સમાન અત્યંત કોમળ હતા. તેના નેત્ર, ભૂસામાં રહેલ અને અગ્નિમાં તપાવેલ તથા આવર્ત્ત કરતા ઉત્તમ સ્વર્ણ સમાન વર્ણવાળા. ગોળ અને વિદ્યુત્‌ સમાન વિમલ હતા. તેની જાંઘ વિશાળ, પુષ્ટ હતી. તેના સ્કંધ પરિપૂર્ણ હતા. તે મૃદુ, વિશદ, સૂક્ષ્મ, પ્રશસ્ત લક્ષણા કેસરાથી શોભતો હતો. તે સિંહ પોતાની સુંદર, સુનિર્મિત, ઉન્નત પુંછને પછાડતો, સૌમ્યાકૃતિવાળો, લીલા કરતો, બગાસા ખાતો, ગગનતલથી ઉતરતો અને પોતાના મુખકમળ સરોવરમાં પ્રવેશ કરતો દેખાયો. આવા સિંહને સ્વપ્નમાં જોઈને પ્રભાવતી રાણી જાગી.
ત્યારે તે પ્રભાવતી રાણી આ આવા પ્રકારના ઉદાર યાવત્‌ સશ્રીક મહાસ્વપ્નને જોઈને જાગી જતાં જ હર્ષિત, સંતુષ્ટ યાવત્‌ વિકસિતહૃદયા થઈ. મેઘની ધારાથી સિંચિત્‌ કદંબના પુષ્પની જેમ તેણીની રોમરાજી વિકસ્વર થઈ, તે સ્વપ્નનું સ્મરણ કરવા લાગી, કરીને શય્યામાંથી ઊભી થઈ, થઈને અત્વરિત-અચપળ-અસંભ્રાંત-અવિલંબિત-રાજહંસ સદૃશ ગતિથી જ્યાં બળ રાજાની શય્યા હતી ત્યાં આવે છે, ત્યાં આવીને બલરાજાને તેવી ઈષ્ટ-કાંત-પ્રિય-મનોજ્ઞ-મણામ-ઉદાર-કલ્યાણરૂપ-શિવ-ધન્ય-મંગલરૂપ-શોભાથી યુક્ત મિત-મધુર-મંજુલ વાણી વડે ધીમે ધીમે બોલતા જગાડે છે. જગાડીને બલ રાજાની અનુજ્ઞા મેળવ્યા પછી વિવિધ મણિ-રત્નની રચનાથી ચિત્રિત ભદ્રાસને બેસી, બેસીને પછી આશ્વસ્ત, વિશ્વસ્ત થઈને ઉત્તમ સુખાસન પર બેસીને બલરાજાને તેવી ઈષ્ટ-કાંત યાવત્‌ વાણી વડે ધીમે-ધીમે બોલતા આમ કહ્યું–
એ પ્રમાણે ખરેખર, હે દેવાનુપ્રિય! હું આજે તેવી, તેવા પ્રકારની શય્યામાં આદિ પૂર્વવત્‌ યાવત્‌ મારા મુખમાં પ્રવેશતા એવા સિંહને સ્વપ્નમાં જોઈને હું જાગી. તો હે દેવાનુપ્રિય! આ ઉદાર યાવત્‌ મહાસ્વપ્નનું મને શું કલ્યાણકારી ફળ-વૃત્તિ વિશેષ થશે?
ત્યારે તે બળરાજા, પ્રભાવતી રાણી પાસે આ વૃત્તાંતને સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ યાવત્‌ વિકસિત હૃદય થયો. મેઘની ધારાથી સિંચિત વિકસિત કદંબના સુગંધી પુષ્પની સમાન તેનું શરીર પુલકીત થયું, તેની રોમરાજી વિકસ્વર થઈ, પછી તે સ્વપ્નનો આગ્રહ અવગ્રહ્યો, ઈહામાં પ્રવેશ કર્યો, ઈહામાં પ્રવેશીને, પોતાની સ્વાભાવિક મતિપૂર્વક, બુદ્ધિ વિજ્ઞાનથી, તે સ્વપ્નનું અર્થગ્રહણ કર્યુ, તેનું અર્થગ્રહણ કરીને પ્રભાવતી દેવીને, તેવી ઈષ્ટ, કાંત યાવત્‌ મંગલ સ્વરૂપ મિત, મધુર, સશ્રીક, વાણીથી ધીમે ધીમે આ પ્રમાણે કહ્યું –
હે દેવી! તમે ઉદાર સ્વપ્નને જોયું, કલ્યાણરૂપ સ્વપ્નને જોયું યાવત્‌ હે દેવી! તમે સશ્રીક સ્વપ્નને જોયું. હે દેવી! તમે આરોગ્ય તુષ્ટી-દીર્ઘાયુ-કલ્યાણકારી-મંગલકારી સ્વપ્નને જોયું. (તમને આ સ્વપ્નના ફળરૂપે) હે દેવાનુપ્રિયા! અર્થનો લાભ થશે, હે દેવાનુપ્રિયા! ભોગનો લાભ થશે, હે દેવાનુપ્રિયા! પુત્રનો લાભ થશે. હે દેવાનુપ્રિયા! રાજ્યનો લાભ થશે. એ પ્રમાણે નિશ્ચયથી હે દેવાનુપ્રિયા! તમે નવ માસ પ્રતિપૂર્ણ અને સાડા સાત રાત્રિદિવસ પસાર થયા પછી, આપણા કુલમાં કેતુરૂપ, કુલદીપક, કુલપર્વત, કુલઅવતંસક, કુલતિલક, કુલ કીર્તિકર, કુલનંદિકર, કુલયશકર, કુલાધાર, કુલપાદપ, કુલવિવર્ધન કર એવા સુકુમાલ હાથ-પગવાળા, અહીન-પૂર્ણ પંચેન્દ્રિયશરીરી યાવત્‌ શશિસૌમ્યાકાર, કાંત, પ્રિયદર્શન, સુરૂપ, દેવકુમારની સમાન પ્રભાવાળા બાળકને જન્મ આપશો.
તે બાળક પણ બાલભાવથી મુક્ત થઈને વિજ્ઞ અને પરિપક્વ થશે, અનુક્રમે યૌવન પ્રાપ્ત થતાં શૂર, વીર, વિક્રાંત, વિસ્તિર્ણ વિપુલ સૈન્ય અને વાહનવાળો રાજ્યાધિપતિ રાજા થશે.
હે દેવી! તમે ઉદાર યાવત્‌ સ્વપ્નને જોયેલ છે, હે દેવી! તમે આરોગ્ય, તુષ્ટિ યાવત્‌ મંગલકારક સ્વપ્નને જોયેલ છે. ઈત્યાદિ કહી પ્રભાવતીદેવીને તેવી ઈષ્ટ યાવત્‌ મધુર વાણી વડે બે વખત, ૩ વખત અનુમોદના કરે છે.
ત્યારે તે પ્રભાવતી દેવી, બળ રાજા પાસે આ અર્થને સાંભળીને, અવધારીને હર્ષિત-સંતુષ્ટ થઈ, બે હાથ જોડી યાવત્‌ આ પ્રમાણે કહે છે – હે દેવાનુપ્રિય! તમે જે કહ્યું તે યથાર્થ છે, હે દેવાનુપ્રિય! તે તથ્ય છે, હે દેવાનુપ્રિય! તે અવિતથ છે, હે દેવાનુપ્રિય! તે અસંદિગ્ધ છે, હે દેવાનુપ્રિય! તે મને ઈચ્છિત છે, હે દેવાનુપ્રિય! તે મને પ્રતિચ્છિત છે, હે દેવાનુપ્રિય! તે મને ઈચ્છિત-પ્રતિચ્છિત છે. તમે જે પ્રમાણે તે કહો છો. એમ કરીને તે સ્વપ્નને (ફળને) સમ્યક્‌ પ્રકારે સ્વીકારીને બલ રાજાની અનુજ્ઞા પામ્યા પછી વવિધ મણિરત્નોથી ચિત્રિત ભદ્રાસનથી ઉઠે છે, ઉઠીને અત્વરિત યાવત્‌ અચપલ ગતિથી જ્યાં પોતાની શય્યા છે, ત્યાં આવે છે, આવીને શય્યામાં બેસે છે, બેસીને આ પ્રમાણે બોલી–
મારા આ ઉત્તમ, પ્રધાન, મંગલરૂપ સ્વપ્નો, અન્ય પાપસ્વપ્નોથી પ્રતિહત ન થાઓ. એમ કરીને દેવ-ગુરુ-જન સંબંધી પ્રશસ્ત, મંગલરૂપ ધાર્મિક કથા વડે સ્વપ્ન જાગરિકાથી જાગતી એવી રહે છે.
ત્યારે તે બલરાજા કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો! જલ્દીથી આજે બાહ્ય ઉપસ્થાન શાળાને સવિશેષ ગંધોદક વડે સિંચીને શુદ્ધ કરો, સ્વચ્છ કરો, લીંપો, ઉત્તમ સુગંધી પંચવર્ણી પુષ્પોપચારથી યુક્ત કરો. કાલો અગરુ, પ્રવર કુંદુરુક્કથી યાવત્‌ ગંધવર્તીભૂત કરો અને કરાવો, કરીને-કરાવીને સિંહાસન રખાવો, રખાવીને મને યાવત્‌ મારી આજ્ઞા પાછી સોંપો.
ત્યારે તે કૌટુંબિક પુરુષો યાવત્‌ તે સાંભળીની જલ્દીથી સવિશેષ બાહ્ય ઉપસ્થાન શાળાને કરાવી યાવત્‌ આજ્ઞા પાછી સોંપી.
ત્યારે તે બળરાજા પ્રાતઃકાળ સમયમાં પોતાની શય્યાથી ઉઠ્યો, ઉઠીને પાદપીઠથી ઉતર્યો, ઉતરીને જ્યાં વ્યાયામશાળા હતી, ત્યાં આવ્યો, આવીને વ્યાયામશાળામાં પ્રવેશ્યો. યાવત્‌ ઉવવાઈ સૂત્રમાં કહ્યા મુજબ જાણવું. તે પ્રમાણે જ વ્યાયામશાળા, તે પ્રમાણે જ સ્નાનગૃહ યાવત્‌ ચંદ્રમાં સમાન પ્રિયદર્શનવાળો રાજા સ્નાનગૃહથી નીકળ્યો, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે ત્યાં આવ્યો. આવીને ઉત્તમ સિંહાસને પૂર્વાભિમુખ બેઠો, બેસીને પોતાની ઉત્તરપૂર્વ દિશામાં આઠ ભદ્રાસનો-શ્વેતવસ્ત્રથી આચ્છાદિત કર્યા, સરસવ આદિ માંગલિક ઉપચાર રચાવ્યા. રચાવીને પોતાથી બહુ સમીપ નહીં - બહુ દૂર નહીં, તેમ વિવિધ રત્નમંડિત, અધિક પ્રેક્ષણીય, મહાર્ધ-ઉત્તમ-પટ્ટણ ગત શ્લક્ષ્ણપટ્ટમાં સેંકડો ચિત્રોની રચના કરાવી–
(તે પટ્ટમાં) ઈહામૃગ, વૃષભ યાવત્‌ પદ્મલતાના ચિત્રથી યુક્ત કરી શ્વેત વસ્ત્રની અન્યતર યવનિકા બંધાવી. બંધાવીને વિવિધ મણિરત્નાદિથી વિચિત્ર, સ્વચ્છ-મૃદુ-શ્વેત વસ્ત્ર પથરાવી, શરીરને સુખદસ્પર્શ દેનાર, અતિમૃદુ એવા ભદ્રાસન પદ્માવતીદેવી માટે રખાવી કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું–
ઓ દેવાનુપ્રિયો! જલ્દીથી અષ્ટાંગ મહાનિમિત્ત સૂત્રાર્થધારક, વિવિધ શાસ્ત્રકુશળ સ્વપ્નલક્ષણ પાઠકોને બોલાવો, ત્યારે તે કૌટુંબિક પુરુષો યાવત્‌ રાજાની આજ્ઞાને સાંભળી. બલરાજાની પાસેથી નીકળ્યા, નીકળીને શીઘ્ર-ત્વરિત-ચપલ-ચંડ-વેગવાળી ગતિથી હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચથી નીકળી જ્યાં તે સ્વપ્નલક્ષણ પાઠકોના ગૃહો હતા, ત્યાં આવ્યા, આવીને તે સ્વપ્નલક્ષણ પાઠકોને બોલાવે છે.
ત્યારે તે સ્વપ્નલક્ષણ પાઠકો બલરાજાના કૌટુંબિક પુરુષો વડે બોલાવાતા હર્ષિત તુષ્ટિત ઈત્યાદિ થઈને યાવત્‌ સ્નાન કર્યુ યાવત્‌ શરીરે (મસ્તકે) સરસવ અને લીલી દુર્વાથી મંગલ કરીને પોત-પોતાના ઘેરથી નીકળ્યા, નીકળીને હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચથી જ્યાં બલરાજાનું ઉત્તમ ભવનાવતંસક હતું ત્યાં આવ્યા, આવીને ઉત્તમ ભવનાતંસકના દ્વાર ઉપર એકત્ર થયા, એકત્ર થઈને જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી ત્યાં આવ્યા. આવીને બે હાથ જોડી યાવત્‌ બલરાજાને જય-વિજય વડે વધાવે છે.
ત્યારે સ્વપ્નલક્ષણ પાઠકો, બલરાજા દ્વારા વંદિત, પૂજિત, સત્કારિત, સન્માનિત કરાયા પછી પ્રત્યેક પૂર્વે રખાયેલા ભદ્રાસનો ઉપર બેસે છે. ત્યારપછી બલરાજા, પ્રભાવતી દેવીને જવનિકાની પાછળ બેસાડે છે, બેસાડીને પુષ્પ અને ફળ હાથોમાં ભરીને બલરાજએ અત્યંત વિનયપૂર્વક તે સ્વપ્નલક્ષણ પાઠકોને આ પ્રમાણે કહ્યું–
એ પ્રમાણે નિશ્ચે હે દેવાનુપ્રિયો! પ્રભાવતી દેવી આજ તેવા તેવા પ્રકારના વાસગૃહમાં યાવત્‌ સિંહનું સ્વપ્ન જોઈને જાગી, તો હે દેવાનુપ્રિયો! આ ઉદાર યાવત્‌ સ્વપ્નનું શું કલ્યાણ-ફળ-વૃત્તિ વિશેષ થશે? ત્યારે તે સ્વપ્નલક્ષણ પાઠકો બલરાજાની પાસે આ વૃત્તાંત સાંભળીને, અવધારીને હર્ષિત, તુષ્ટિત થઈને યાવત્‌ તે સ્વપ્નને અવગ્રહથી અવગ્રહે છે, પછી ઈહામાં અનુપ્રવેશે છે, પ્રવેશીને તે સ્વપ્નનું અર્થાવગ્રહણ કરે છે, કરીને પરસ્પર-એકબીજા સાથે વિચારણા કરે છે, કરીને તે સ્વપ્નના અર્થને સ્વયં જાણ્યો, બીજા પાસેથી ગ્રહણ કર્યો, પરસ્પર પૂછીને અર્થનો નિશ્ચય કર્યો, અર્થને અભિગત કર્યો. બલરાજાની પાસે સ્વપ્નશાસ્ત્રને ઉચ્ચારતા આમ કહ્યું–
એ પ્રમાણે ખરેખર હે દેવાનુપ્રિય! અમારા સ્વપ્નશાસ્ત્રમાં ૪૨-સ્વપ્નો, ૩૦-મહાસ્વપ્નો એમ સર્વે ૭૨-સ્વપ્નો કહ્યા છે, તેમાં હે દેવાનુપ્રિય! તીર્થંકરની કે ચક્રવર્તીની માતા, તીર્થંકર કે ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે આ ૩૦ મહાસ્વપ્નોમાંથી આ ૧૪-મહાસ્વપ્નોને જોઈને જાગે છે. તે આ પ્રમાણે છે –
[૫૧૯] ગજ, વૃષભ, સિંહ, અભિષેક, માળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, પદ્મ, સરોવર, સાગર, વિમાનભવન, રત્નરાશિ, અગ્નિ.
[૫૨૦] વાસુદેવની માતા વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નોમાંના કોઈ સાત મહાસ્વપ્નો જોઈને જાગે છે, બલદેવની માતા બલદેવ ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ ચાર મહાસ્વપ્નોને જોઈને જાગે છે, માંડલિકની માતા માંડલિક ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નોમાંના કોઈ એક મહાસ્વપ્નને જોઈને જાગે છે. હે દેવાનુપ્રિય! પ્રભાવતી દેવીએ એક મહાસ્વપ્ન જોયું છે.
હે દેવાનુપ્રિય! પ્રભાવતી દેવીએ ઉદાર સ્વપ્ન જોયેલ છે યાવત્‌ આરોગ્ય, તુષ્ટિ યાવત્‌ માંગલ્યકારક સ્વપ્ન પ્રભાવતી દેવીએ જોયેલ છે. હે દેવાનુપ્રિય! (તેના ફળ રૂપે) અર્થનો લાભ, ભોગનો લાભ, પુત્રનો લાભ, રાજ્યનો લાભ થશે. એ પ્રમાણે નિશ્ચે હે દેવાનુપ્રિય! દેવી પ્રભાવતી નવ માસ પ્રતિપૂર્ણ થતાં યાવત્‌ વ્યતિક્રાંત થતાં તમારા કુલમાં કેતુ સમાન યાવત્‌ બાળકને જન્મ આપશે. તે બાળક પણ બાલભાવથી મુક્ત થઈને યાવત્‌ રાજ્યાધિપતિ રાજા થશે અથવા ભાવિતાત્મા અણગાર થશે.
હે દેવાનુપ્રિય! પ્રભાવતી દેવીએ ઉદાર સ્વપ્ન જોયેલ છે, યાવત્‌ આરોગ્ય, સંતોષ, દીર્ઘાયુ, કલ્યાણકારી યાવત્‌ સ્વપ્નને જોયેલ છે. ત્યારે તે બલરાજા સ્વપ્નલક્ષણ પાઠકની પાસે આ અર્થને સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈને, બે હાથ જોડી યાવત્‌ તે સ્વપ્નલક્ષણ પાઠકોને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિયો! તે એમ જ છે યાવત્‌ જે તમે કહો છો તેમજ છે, તે સ્વપ્નના અર્થને સમ્યક્‌ સ્વીકારે છે, સ્વીકારીને સ્વપ્નલક્ષણ પાઠકોને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકારથી સત્કારે છે, સન્માને છે. સત્કારી-સન્માનીને વિપુલ જીવિકા યોગ્ય પ્રીતિદાન આપે છે, આપીને વિસર્જિત કરે છે.
ત્યારપછી સિંહાસનથી ઊભો થાય છે, ઊભો થઈને જ્યાં પદ્માવતી દેવી છે, ત્યાં આવે છે, આવીને પ્રભાવતી દેવીને તેવી ઈષ્ટ, કાંત યાવત્‌ વાણીથી ધીમે ધીમે આ પ્રમાણે કહે છે –
એ પ્રમાણે ખરેખર, હે દેવાનુપ્રિયા! સ્વપ્ન શાસ્ત્રમાં ૪૨-સ્વપ્નો, ૩૦-મહાસ્વપ્નો એમ ૭૨ સર્વે સ્વપ્નો કહ્યા છે. તેમાં હે દેવાનુપ્રિય! તીર્થંકર કે ચક્રવર્તીની માતા ઈત્યાદિ પૂર્વવત્‌ યાવત્‌ કોઈ એક મહાસ્વપ્નને જોઈને જાગે છે. આમાંથી હે દેવાનુપ્રિયા! તમે એક મહાસ્વપ્નને જોયું છે. હે દેવી! તમે ઉદાર સ્વપ્નને જોયું છે યાવત્‌ રાજ્યાધિપતિ રાજા થશે. અથવા ભાવિતાત્મા અણગાર થશે. હે દેવી! તમે ઉદાર સ્વપ્નને જોયું યાવત્‌ - X - પ્રભાવતીદેવીને તેવી ઈષ્ટ, કાંત યાવત્‌ બીજી વખત, ત્રીજી વખત અનુમોદના કરી. ત્યારે તે પ્રભાવતીદેવી બળ-રાજાની પાસે આ પ્રમાણે સાંભળી, અવધારીને, હર્ષિત-સંતુષ્ટ થઈને, બે હાથ જોડીને યાવત્‌ આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિય! તમે જે કહ્યું, તેમજ છે યાવત્‌ આ પ્રમાણે કહીને તેણીએ સ્વપ્નના અર્થને સારી રીતે સ્વીકાર્યો. બલરાજાની અનુમતિ લઈ વિવિધ મણિ, રત્નથી ચિત્રિત સિંહાસનેથી ઊભી થઈને અત્વરિત, અચલ યાવત્‌ ગતિથી જ્યાં પોતાનું ભવન, ત્યાં ગઈ, જઈને પોતાના ભવનમાં પ્રવેશી.
ત્યારપછી તે પ્રભાવતી દેવીએ સ્નાન કર્યુ, બલિકર્મ કર્યુ યાવત્‌ સર્વાલંકારથી વિભૂષિત થઈ, તે ગર્ભને અતિશીત નહીં, અતિ ઉષ્ણ નહીં, અતિ તિક્ત નહીં, અતિ કટુક નહીં, અતિ કષાયી કે ખાટા નહીં, અતિ મધુર નહીં, પણ ઋતુને યોગ્ય પણ સુખકારક ભોજન, આચ્છાદન, ગંધ, માલ્ય વડે તે ગર્ભના હિત, મિત, પથ્ય, ગર્ભપોષક પદાર્થો લેતી, તે દેશ, કાળ અનુસાર આહાર કરતી, વિવિક્ત-મૃદુ શયન-આસનથી એકાંત શુભ કે સુખદ મનોનુકૂલ વિહારભૂમિમાં રહેતી, પ્રશસ્ત દોહદ ઉત્પન્ન થયા, દોહ પૂર્ણ થયા, સન્માનિત થયા, કોઈએ દોહદની અવમાનના ન કરી, દોહદ સમાપ્ત થયા, રોગ-મોહ-ભય-પરિત્રાસાદિથી રહિત થઈને ગર્ભને સુખપૂર્વક વહન કરે છે.
ત્યારે તે પ્રભાવતી દેવીએ નવ માસ પ્રતિપૂર્ણ થયા બાદ સાડા સાત રાત્રિ દિવસ વ્યતિક્રાંત થતાં સુકુમાલ હાથ-પગવાળા, અહીન-પૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળા, લક્ષણ-વ્યંજન ગુણયુક્ત યાવત્‌ શશિ સૌમ્યાકાર, કાંત, પ્રિયદર્શન, સુરૂપ બાળકને જન્મ આપ્યો.
ત્યારે તે પ્રભાવતી દેવીની અંગપરિચારિકાઓ પ્રભાવતી દેવીને પ્રસૂતા જાણીને જ્યાં બલરાજા હતો, ત્યાં ગઈ, ત્યાં જઈને બે હાથ જોડી યાવત્‌ બલરાજાને જય-વિજય વડે વધાવે છે, વધાવીને આ પ્રમાણે કહ્યું – એ પ્રમાણે હે દેવાનુપ્રિય! પ્રભાવતીના પ્રિય સમાચાર આપની પ્રીતિ માટે નિવેદન કરીએ છીએ, તે તમને પ્રિય થાઓ.
ત્યારે તે બલરાજા અંગપરિચારિકા પાસે આ વૃત્તાંતને સાંભળીને, અવધારીને હર્ષિત-સંતુષ્ટ થઈને યાવત્‌ ધારાથી સિંચિત્‌ માફક યાવત્‌ વિકસીત રોમકૂપવાળા રાજાએ તે અંગપ્રતિચારીકાને મુગુટ સિવાયના બધાં અલંકાર આપી દીધા, પછી સફેદ ચાંદીનો નિર્મળ જળથી ભરેલ કળશ લઈને તે દાસીઓના મસ્તક ધોયા, તેઓને વિપુલ જીવિતાર્થ પ્રીતિદાન દઈને સત્કાર, સન્માન કરી દાસીત્વથી મુક્ત કરી.

Linked texts (1)