Pramāṇa · Search · About · API

Viyahapannatti 773

Viyāhapannatti: ṭīkānusārī vivecana 773

Language
Gujarati

773

વિવેચન :–૫૧૮ થી ૫૨૦
હવે પલ્યોપમ, સાગરોપમના અતિ પ્રચૂર કાળથી ક્ષયનો અસંભવ હોવાથી પ્રશ્ન કરતા કહે છે – ક્ષય - સર્વ વિનાશ, અપચય - દેશથી વિનાશ. હવે પલ્યોપમાદિ ક્ષયને સુદર્શન ચરિત્ર વડે દર્શાવે છે.
તંસિતારિસગંસિ - તેમાં, તાદૃશમાં - કહેવાને અશક્ય સ્વરૂપમાં, પુણ્યવાન્‌ યોગ્ય એમ અર્થ છે. દૂમિત - ઘોળવું, ધૃષ્ટ- કોમલ પાષાણાદિ વડે, તેથી જ મૃષ્ટ-મસૃણ, તથા તેમાં વિચિત્ર-વિવિધ ચિત્રયુક્ત, ઉલ્લોક- ઉપરનો ભાગ, ચિલ્લિયં-દીપ્યમાન, તલ-અધોભાગ જેમાં છે, તે તથા, તેમાં પંચવર્ણી સરસ સુગંધી પુષ્પના ઢેર-રૂપ સ્વરૂપવાળાથી પૂજા કરીને, તેમાં કાલાગરુ આદિ ધૂપોની જે મઘમઘાયમાન્‌ ગંધ ઉદ્ભૂત થઈ તેના વડે રમ્ય.
ગંધોમાં - કુન્દુરુક્કા - ચીડા, તુરુક્ક - સિલ્હક, સુગંધી-સદ્ગંધ, વરગંધ-ઉત્તમ વાસ, ગંધવટ્ટિભૂએ- સૌરભ્ય અતિશયથી ગંધદ્રવ્ય ગુટિકા સમાન, આલિંગન સહિત વૃત્તિથી - શરીર પ્રમાણથી, ઉભયતઃ - મસ્તકાંત કે પાદાંતને આશ્રીને, વિબ્બોયણે - ઉપધાનકમાં બંને બાજુ ઉન્નત-ઉંચી, મધ્યમાં નમેલી અર્થાત્‌ નિમ્ન કે ગંભીર અથવા મધ્ય ભાગમાં ગંભીર, ગંડવિબ્બોયણ - એવો પાઠ પણ દેખાય છે. તેમાં સુપરિકર્મિત ગંડોપધાન એવો અર્થ છે. ગંગાપુલિન વાલુકાયા યોઅવદાલઃ અવદલન એટલે પાદાદિ ન્યાસમાં અધોગમન - X - X -
ઉવચિયખોમિયદુગુલ્લપટ્ટ પડિચ્છાયણે - ઉપચિત એટલે પરિકર્મિત, જે કપાસનું કે અતસીમય વસ્ત્ર, યુગલ અપેક્ષાએ જે પટ્ટ, તેનું આચ્છાદન જેને છે તે તથા, તેમાં સારી રીતે રચિત રજસ્ત્રાણ-આચ્છાદન વિશેષ, અપરિભોગાવસ્થામાં રહે છે તે. રક્તાંશુકસંવૃત્ત - મશક ગૃહાભિધાન વસ્ત્ર વિશેષથી આવૃત્ત, આજિનક - ચામડાનું વસ્ત્ર વિશેષ, તે સ્વભાવથી અતિ કોમળ હોય છે, રૂતં - કપાસનું બનેલું, બૂર - વનસ્પતિ વિશેષ, નવનીત - માખણ, તૂલ - અર્કતુલ. જેવો સ્પર્શ.
સુગંધી એવા ઉત્તમ પુષ્પોના ચૂર્ણ, આ સિવાય પણ તેવા પ્રકારના શયન અને ઉપચાર, તેના વડે યુક્ત જે છે તે તથા, તેમાં અર્ધરાત્ર કાળસમયમાં, સમય - સમાચારો અર્થ પણ થાય, તેથી કાળ વડે વિશેષિત કરાયેલ એવો કાળરૂપ સમય, તે કાળસમય. તે અનર્દ્ધરાત્રિરૂપ પણ હોઈ શકે, તેથી અહીં કહ્યું કે – અર્દ્ધરાત્રિ શબ્દ વડે વિશેષિત, તેથી અર્ધરાત્રરૂપ કાળ-સમયમાં સુત્તજાગર - અતિ સુતેલ નહીં, અતિ જાગતી, નહીં તેવી. ઓહીરમાણી - પ્રચલાયમાન. ઉદારાદિ વિશેષણ પૂર્વવત્‌.
સુવિણે-સ્વપ્નક્રિયામાં, હારાદય - હાર, રજત, ક્ષીરસાગર, શશાંક, કિરણ, ઉદકરજ ઈત્યાદિવત્‌ અતિ-શુક્લ, રમ્ય, તેથી જ પ્રેક્ષણીય કે દર્શનીય છે જે તે તથા થિરલટ્ઠપઉટ્ઠવટ્ટપીવરસુસિલિટ્ઠ ઈત્યાદિ સ્થિર - અપ્રકંપ, લષ્ટ-મનોજ્ઞ, પ્રકોષ્ઠ-કર્પૂરનો અગ્રતન ભાગ જેને છે તે તથા વૃત્તા-વર્તુળ, પીવર-સ્થૂલ, સુશ્લિષ્ટ - સારી રીતે ચોંટેલ, વિશિષ્ટ-ઉત્તમ, તીક્ષ્ણ-ભેદિકા, જે દાઢો તેનાથી કરી જેનું મુખ ખુલ્લુ થયેલ છે તે,(એવો સિંહ)
પરિકમ્મિયજચ્ચકમલકોમલમાઈય સોહંત લટ્ઠ ઉટ્ઠં - પરિકર્મિત એટલે પરિકર્મ કરાયેલ જે જાત્યકમલ, તેની જેમ કોમળ. માત્રિક - પ્રમાણોપેત, શોભતું એવું, તેની વચ્ચે લષ્ટ - મનોજ્ઞ, ઓષ્ઠ - દાંતને ઢાંકનાર, તથા રત્તુપ્પલપત્ત૦ ઈત્યાદિ - રાતા કમળના પાન જેવા, મૃદુની મધ્યે સુકુમાલ તાળવું અને જીભ જેની છે તે, તથા વાચનાંતરમાં આ પાઠ થોડો ભિન્ન રીતે પણ જોવા મળે છે. તેમાં લાલકમળના પત્રની માફક સુકુમાલ તાળવું, નિર્લાલિત અગ્રજીભ જેની છે તે તથા મધુગુટિકાવત્‌ ભિસંત - દીપ્યમાન પિંગલ આંખો જેની છે તે, તથા મૂસાગયપવરકણગ-તાવિય૦ ઈત્યાદિ - મૂષા એટલે સુવર્ણ આદિને તપાવવાનું વાસણ, તેમાં રહેલ જે પ્રવર કનક, તાપિત એટલે અગ્નિ વડે કરાયેલ તાપ. આવર્ત્ત કરતો હોય તેની જેની જેમ જે વર્ણથી વૃત્ત અને તડિત્ત જેવો વિમલ અને સદૃશ પરસ્પર નયન વડે છે તે. તથા –
– વિસાલપીવર૦ ઈત્યાદિ. વિશાલ એટલે વિસ્તીર્ણ, પીવર - ઉપચિત, ઊરૂ - જંઘા, જેની પરિપૂર્ણ અને વિપુલ સ્કંધ જેના છે તે. તથા મિઉવિસયસુહુમલક્ખણ૦ અર્થાત્‌ મૃદુ, સ્પષ્ટ, સૂક્ષ્મ, પ્રશસ્ત લક્ષણ, વિસ્તીર્ણ અને પાઠાંતરથી વિકીર્ણ જેની કેશરસટા એટલે સ્કંધ કેશ છટા, તેના વડે ઉપશોભિત જે છે તે. તેને ઊસિયસુનિમ્મિય૦ ઈત્યાદિ અર્થાત્‌ ઊંચું કરેલ એવું, સારી રીતે અધોમુખ કરાયેલ, શોભનતા વડે જાત અને આસ્ફોટિત એટલે ભૂમિ ઉપર પછાડેલ પુંછ જેને છે તેવા. (સિંહને સ્વપ્નમાં જુએ છે.)
અતુરિયમચવલ૦ ઈત્યાદિ. એટલે શરીર અને મનની ચપળતા રહિત જે રીતે થાય છે, ઉત્સુકતા રહિત, રાજહંસ જેવી ગતિથી. આસત્થ - ગતિજનિત શ્રમનો અભાવ, વીસત્થ - વિશ્વસ્ત, સંક્ષોભાભાવ કે અનુત્સુક. સુખ વડે સુખ કે શુભ એવા ઉત્તમ આસને બેઠેલી, એવી. ધારાહયનીવરસુરહિ૦ ઈત્યાદિ - ધારા વડે સીંચાયેલ સુગંધી પુષ્પની જેમ. ચંચુમાલઈય - પુલકિત શરીર જેનું છે તે, તથા શું કહેવા માંગે છે?
ઊસવિયરોમકૂવે - રોમ કૂપ-તેના છિદ્રો જેને ઉચ્છ્રિત થયા છે તેવી, તથા આભિનિબોધિક પ્રભવ-મતિપૂર્વક, જાતિવિશેષ ભૂત ઔત્પાતિકી આદિ બુદ્ધિરૂપ પરિચ્છેદનથી, ફળનો નિશ્ચય કરીને. આરોગ્ગતુટ્ઠિ૦ આદિ - અહીં ‘કલ્યાણ’ એટલે અર્થ પ્રાપ્તિ માટે, મંગલ એટલે અનર્થનો પ્રતિઘાત. અર્થ કરવો.
(હવે ફળને કહે છે –)
હે દેવાનુપ્રિયા! અર્થનો લાભ થશે. કેતુ એટલે ધ્વજ કે ચિહ્ન, કેતુની જેમ, કેતુના અદ્ભૂતત્વથી કુળમાં કેતુ સમાન, આ પ્રમાણે બીજે પણ જાણવું. ‘કુલદીપ’ - પ્રકાશક હોવાથી દીપવત્‌. પર્વત એટલે અનભિભવનીય, સ્થિર આશ્રયતાના સાધર્મ્યથી. ‘કુલવડેંસય’ કુલનો અવતંસક - ઉત્તમત્વથી શેખર રૂપ, તિલક - વિશેષ ભૂષકત્વથી, કીર્તિકર-કીર્તિ એટલે એક દિશાગામી પ્રસિદ્ધિ. સમૃદ્ધિના હેતુપણાથી કુળમાં નંદિકર, કુળનો યશ કરનાર, અહીં યશ એટલે સર્વદિગ્‌ગામી પ્રસિદ્ધ વિશેષ. પાદય - છાયા હોવાથી આશ્રયણીય, વિવડ્ઢણકર - વિવિધ પ્રકારોથી વધતું, વિવર્ધનને કરવાના સ્વભાવવાળો. અહીણપુન્ન૦ અહીને એટલે સ્વરૂપથી પૂર્ણ અથવા સંખ્યા વડે પૂર્ણ, પાંચ ઈન્દ્રિયો જેની છે તે તથા એવા પ્રકારનું શરીર જેનું છે તે.
અહીં યાવત્‌ શબ્દથી લક્ષણ, વ્યંજન, ગુણયુક્ત. તેમાં લક્ષણ - સ્વસ્તિકાદિ, વ્યંજન - મષ, તિલકાદિ, તેમાં જે ગુણ-પ્રશસ્તતા, તેના વડે યુક્ત જે છે તે તથા - સસિસોમાકારં કંતં૦ ઈત્યાદિ - ચંદ્રની જેમ સૌમ્ય આકારવાળી, કાંત - એટલે કમનીય, તેથી જ પ્રિય છે દર્શન-રૂપ જેનું તે તથા. તે વિન્નાય પરિણયમિત્તે૦ ‘વિજ્ઞ’ જ વિજ્ઞક. તેથી જ પરિણત માત્ર, કલા આદિમાં જાણકાર તે વિજ્ઞકપરિણત માત્ર. સૂર - દાનથી અભ્યુપેત. અથવા વીર - સંગ્રામથી વીર, વિક્કંત - વિક્રાંત, પરકીય ભૂમંડલ આક્રમણથી.
વિચ્છિન્નવિપુલબલવાહણ૦ વિસ્તીર્ણ વિપુલ - અતિ વિસ્તીર્ણ, બલવાહન - સૈન્યગજાદિ, રજ્જવઈ - એટલે સ્વતંત્ર. ઉત્તમ - સ્વરૂપથી, પહાણ - અર્થ પ્રાપ્તિરૂપ પ્રધાન ફળથી, મંગલ્લ - અનર્થ પ્રતિઘાત રૂપ ફળની અપેક્ષાએ, સુમિણ જાગરણ - સ્વપ્નના સંરક્ષણ માટે, જાગરિકા એટલે નિદ્રાનો નિષેધ, તે સ્વપ્નજાગરિકા, પડિજાગરમાણી - પ્રતિ જાગરણ કરતી, આભીક્ષ્ણય - અર્થમાં દ્વિવચન મૂકેલ છે.
ગંધોદયસિત્તસુઈય૦ ઈત્યાદિ, ગંધોદક વડે સિંચેલ. શુચિકા - પવિત્ર, સંમાર્જિતા - કચરો આદિ દૂર કરવાથી, છાણ આદિ વડે લીંપેલ, આ વિશેષણ ગંધોદક વડે સીંચીને, સંમાર્જન, ઉપલિપ્ત શૂચિકા, સિકત આદિ અનંતર ભાવિત્વથી શુચિકત્વ. અટ્ટણસાલ - વ્યાયામ શાળા. જહા ઉવવાઈએ તહેવ૦ જેમ ઉવવાઈ સૂત્રમાં અટ્ટણશાળાનો વ્યતિકર અને મજ્જન ગૃહવ્યતિકર જાણવો, તે જ અહીં કહેવો. તે આ - અનેક વ્યાયામ યોગ્ય વલ્ગન, વામર્દન, વલ્લયુદ્ધકરણ૦ ઈત્યાદિ. એ જ પ્રમાણે મજ્જનગૃહ વ્યતિકર આ પ્રમાણે છે – જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં આવે છે, ત્યાં આવીને સ્નાનગૃહમાં પ્રવેશે છે, તે સ્નાનગૃહ ચોતરફથી રમણીય જાળીથી યુક્ત છે, વિચિત્રમણી-રત્નવાળું તેનું તલ છે, રમણીય સ્નાનમંડપ છે, વિવિધ મણીરત્નથી ચિત્રિત એવી સ્નાનપીઠ ઉપર સુખપૂર્વક બેઠા ઈત્યાદિ.
મહગ્ઘવરપટ્ટણુગ્ગયં - મહાર્ઘ એવા તે ઉત્તમ પટ્ટનમાં થયેલ. - ઉત્તમ વસ્ત્ર ઉત્પત્તિ સ્થાનના સંભવથી અથવા તે ઉત્તમ પટ્ટનથી. સણ્હપટ્ટભત્તિસય૦ ઈત્યાદિ. સણ્હપટ્ટ - સૂક્ષ્મપટ્ટ, સૂત્રમય. ઈહામિએ - X - અહીં યાવત્‌ કરણથી આ પ્રમાણે જાણવું - ઈહામૃગ એટલે વૃક, ઉસભ-વૃષભ, નર, ઘોડો, મગર, પક્ષી, વ્યાલ - શ્વાપદ ભુજગ, કિન્નર એટલે વ્યંતર વિશેષ, રુરવ એટલે મૃગવિશેષ, શરભ-એક વન્ય મહાકાય પશુ, ચમરા-વન્ય ગાય, કુંજર-હાથી, વનલતા-અશોકાદિલતા, પદ્મલતા એટલે પદ્મિનીઓ. આ બધાનાં - X - ચિત્રો જેમાં છે તે.
જવણિય - યવનિકા, અંછાવેઈ - આકર્ષે છે. અત્થરયમઉય૦ ઈત્યાદિ - આસ્તરક એટલે ઓછાળ જેવું, અથવા મૃદુમસૂરક, અથવા ધૂળને દૂર રાખનાર, જ્યાં આચ્છાદિત કરેલ છે તે. અંગસુહફાસય - શરીરને સુખહેતુ સ્પર્શ જેનો છે તે, અંગસુખ સ્પર્શક કહેવાય છે.
અટ્ઠંગમહાનિમિત્ત૦ ઈત્યાદિ - જે મહાનિમિત્તના આઠ અવયવો છે તે અષ્ટાંગ મહાનિમિત્ત - પરોક્ષાર્થ પ્રતિપત્તિકારણવ્યુત્પાદક મહા-શાસ્ત્ર, તેના જે સૂત્રાર્થ, તેને ધારણ કરનાર છે તે, આ આઠ નિમિત્તાંગ આ પ્રમાણે – (૧) દિવ્ય, (૨) ઉત્પાત, (૩) અંતરિક્ષ, (૪) ભૌમ, (૫) અંગ, (૬) સ્વર, (૭) લક્ષણ, (૮) વ્યંજન. વળી આ એક-એકના ત્રણ-ત્રણ ભેદો છે. સિગ્ઘ૦ આદિ અનેકાર્થ પદોને ઉત્કર્ષથી પ્રતિપાદનપર.
સિદ્ધત્થગહરિયા૦ ઈત્યાદિ. સરસવ, હરિતાલિકા એટલે દૂર્વા, તે રૂપ મંગલને મસ્તકે જેણે કર્યા છે તે, સંચાલંતિ - સંચાર કરે છે. લદ્ધટ્ઠ - સ્વતઃ અર્થ પામેલ, ગહિયટ્ઠ - બીજા પાસેથી અર્થ મેળવેલ, પુચ્છિયટ્ઠ - સંશય હોય ત્યારે પરસ્પર પૂછીને સમાધાન કરેલ, વિણિચ્છિયટ્ઠ - પ્રશ્નોને અંતે અર્થને જાણીને નિશ્ચય કરેલ.
સુવિણ - સામાન્ય ફળપણાંથી, મહાસુવિણ - મહાફળત્વથી, બાવત્તરિ - ત્રીશ અને ચાલીશના સરવાળાથી, ગબ્ભં વક્કમમાણંસિ - ગર્ભમાં પ્રવેશે ત્યારે. અભિસેય - લક્ષ્મીનો અભિષેક, દામ - પુષ્પમાળા, વિમાણભવણ - એક જ છે, તેમાં વિમાનના આકારનું ભવનને વિમાન ભવન અથવા દેવલોકાદિથી અવતરે તેની માતા વિમાનને જુએ છે અને નરકથી અવતરે તેની માતા ભવનને જુએ છે. - X - X -
જીવિયારિહં - જીવિકા ઉચિત, ઉઉભુયમાણ - ઋતુમાં ભોગવવા યોગ્ય જે સુખો - સુખના હેતુઓ અથવા શુભકારી, તેના વડે હિતકર, તે ગર્ભની અપેક્ષાએ પરિમિત કે અધિક નહીં - ન્યૂન નહીં, સામાન્યથી પથ્ય - ગર્ભપોષક. દેસ - ઉચિત ભૂપ્રદેશમાં, કાલ - પ્રકારના અવસરે. વિવિત્તમઉએહિં - વિવિક્ત અર્થાત્‌ દોષ વિયુક્ત કે લોકાંતરથી આસંકીર્ણ, મૃદુ-કોમળ તેના વડે. પઈરિક્કસુહાએ - પ્રતિરિક્તપણાથી તથાવિધ લોક અપેક્ષાથી વિજનત્વથી સુખા કે શુભા એવા. પસત્થદોહલા-અનિંદ્ય મનોરથો, સંપુન્નદોહલા-અભિલષિત અર્થ પૂર્ણ થયેલા, સંમાણિયદોહલા-પ્રાપ્ત અભિલષિત અર્થના ભોગથી. અવિમાણિયદોહલ - ક્ષણમાત્ર માટે અને કિંચિત્‌ પણ જેના મનોરથો અપૂર્ણ રહ્યા નથી, તેથી જ વોચ્છિન્નદોહલા - વાંછા ત્રુટિત, દોહદના વ્યવચ્છેદથી જ પ્રકર્ષ અભિધાનને માટે કહે છે – વિણીયદોહલ - વિનીત દોહદ ઈત્યાદિ. અહીં મોહ એટલે મૂઢતા, ભય-ભીતિમાત્ર આદિ.
આ સ્થાને વાચનાંતરમાં ‘સુખે સુખે બેસે છે, સુવે છે, ઊભી રહે છે, ઈત્યાદિ છે. તેમાં સુહંસુહેણ એટલે ગર્ભની બાધા વિના, આસયઈ - આશ્રયણીય વસ્તુનો આશ્રય કરે છે, સુયઈ - સુવે છે, ચિટ્ઠઈ - ઊંચા સ્થાને રહે છે, નિસીયઈ - બેસે છે. તુયટ્ટઈ - શય્યામાં વર્તે છે.
પિયટ્ઠયાએ - પ્રિય અર્થપણે અથવા પ્રીતિ અર્થે. પ્રિયનું નિવેદન કરીએ છીએ. પ્રિય એટલે ઈષ્ટવસ્તુ, પુત્રજન્મ સ્વરૂપ. આ પ્રિય નિવેદન આપને પ્રિય થાઓ, બીજાને પણ પ્રિય થાઓ. મઉડવજ્જં - મુગટ રાજચિહ્ન હોવાથી, તેને છોડીને, તેમજ સ્ત્રીઓને અનુચિત્ત હોવાથી, તેનું વર્જન કરેલ છે. જહામાલિય - જે પ્રમાણે ધારણ કરેલ છે, પહેરેલા છે. ઓમોય - જે ધારણ કરાય તે અવમોક - આભરણ, મત્થએ ધોવઈ - અંગ પ્રતિચારિકાના મસ્તકોને ધુવે છે અર્થાત્‌ દાસપણાથી મુક્ત કરે છે. કેમકે લોકવ્યવહાર એવો છે કે સ્વામી વડે ધોવાયેલા મસ્તકવાળાનું દાસપણું દૂર થઈ જાય છે.

Linked texts (1)