Viyahapannatti 774
Viyāhapannatti: ṭīkānusārī vivecana 774
- Language
- Gujarati
774
‘ભગવતી’ સૂત્ર-૫૨૧ :– [૧૧/૧૧/૫૨૧]
ત્યારે તે બલ રાજા કૌટુંબિક પુરુષને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે – હે દેવાનુપ્રિયો! જલ્દીથી હસ્તિનાપુર નગરને ચારકશોધન (બંદીરહિત) કરો. કરીને માન-ઉન્માનમાં વૃદ્ધિ કરો. કરીને હસ્તિનાપુર નગરને અંદર અને બહારથી આસિક્ત કરો, સંમાર્જિત કરો, ઉપલિપ્ત કરો યાવત્ કરો - કરાવો, કરીને - કરાવીને યૂપસહસ્ર અને ચક્રસહસ્રની પૂજા, મહિમા, સત્કારપૂર્વક ઉત્સવ કરો, મારી આ આજ્ઞાને મને પાછી સોંપો. (અર્થાત્ તદનુસાર કાર્ય થયાનું નિવેદન કરો.)
ત્યારે તે કૌટુંબિક પુરુષો બલ રાજાએ આ પ્રમાણે કહેતા યાવત્ તેમની આજ્ઞા પાછી સોંપી.
ત્યારપછી તે બલરાજા જ્યાં અટ્ટણશાળા હતી, ત્યાં આવે છે, ત્યાં આવીને પૂર્વવત્ યાવત્ મજ્જનગૃહથી નીકળે છે, નીકળીને શુલ્ક અને કર લેવાનું બંધ કર્યુ, કૃષિ નિષેધ કર્યો, દેવાનો-માપતોલનો નિષેધ કર્યો. ભટોનો પ્રવેશ બંધ કર્યો, દંડ અને કુદંડ બંધ કર્યા, ઋણમુક્ત કર્યા, ઉત્તમ ગણિકા તથા નાટ્ય સંબંધી પાત્રોથી યુક્ત થયો, અનેક તાલાનુચર વડે આચરિત, વાદકો દ્વારા સતત મૃદંગનાદ, મ્લાન ન થયેલ પુષ્પમાલા, પ્રમુદીત-પ્રક્રીડિત લોક, બધાં નગરજન અને જનપદ નિવાસી. (ઈત્યાદિ) રીતે દશ દિવસ સુધી સ્થિતિ પ્રતીત કરે છે.
ત્યારે તે બલરાજા દશ દિવસીય સ્થિતિ પતિતા વર્તતી હતી ત્યારે સેંકડો-હજારો-લાખો યાગ કાર્ય કરતો, દાન-ભાગ આપતો, અપાવતો, સેંકડો, હજારો, લાખો લાભોને સ્વીકારતો, સ્વીકારાવતો એ પ્રમાણે વિચરે છે.
ત્યારે તે બાળકના માતાપિતા પહેલા દિવસ સ્થિતિપતિતા કરી, ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્ય દર્શન કરાવ્યા, છઠ્ઠે દિવસે જાગરિકા કરી, અગિયારમો દિવસ વીતી ગયા પછી, જાતક કર્મની નિવૃત્તિ કરી. અશુચિ જાતકર્મ કરણ સંપ્રાપ્ત થતાં બારમે દિવસે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવ્યા. કરાવીને જેમ શિવરાજામાં કહ્યું, તેમ યાવત્ ક્ષત્રિયોને આમંત્ર્યા, આમંત્રીને, ત્યારપછી સ્નાન કર્યુ, બલિકર્મ કર્યુ, ઈત્યાદિ પૂર્વવત્ યાવત્ સત્કાર-સન્માન કર્યા, કરીને તે જ મિત્ર, જ્ઞાતિજન, યાવત્ રાજા, ઈશ્વર યાવત્ ક્ષત્રિયોની આગળ પોતાના પિતામહ, પ્રપિતામહ, પિતાના પ્રપિતામહ આદિથી ચાલી આવતી અનેક પુરુષ પરંપરાથી રૂઢ, કુળને અનુરૂપ, કુલસદૃશ, કુલ સંતાનતંતુવર્ધનકર, આ આવા પ્રકારનું ગૌણ ગુણ નિષ્પન્ન નામકરણ કર્યુ - જેથી અમારો આ બાળક, બલરાજાનો પુત્ર અને પ્રભાવતી દેવીનો આત્મજ છે, તેથી અમારા આ બાળકનું નામ ‘મહાબલ’ થાઓ. ત્યારે તે બાળકના માતાપિતાએ નામકરણ કર્યુ - ‘મહાબલ’.
ત્યારે તે મહાબલ બાળક પાંચ ધાત્રીઓ વડે પરિગૃહીત થયો. તે આ - ક્ષીરધાત્રી વડે, એ પ્રમાણે જેમ દૃઢપ્રતિજ્ઞ યાવત્ લાલન પાલન કરાતો સુખે સુખે વૃદ્ધિ પામવા લાગ્યો.
ત્યારે તે મહાબલ બાળકના માતા-પિતા અનુક્રમે સ્થિતિપ્રતિતં, ચંદ-સૂર્યદર્શન, જાગરિકા, નામકરણ, ઘુંટણીયે ચાલવું, પગ વડે ચાલવું, અન્નપ્રાશન, ગ્રાસવર્દ્ધન, સંભાષણ, કર્ણવેધન, સંવત્સર પ્રતિલેખન, ક્ષૌરકર્મ, ઉપનયન ઈત્યાદિ અન્ય ઘણાં ગર્ભાધાન, જન્મ મહોત્સવાદિ કૌતુક કરે છે.
ત્યારે તે મહાબલ બાળકના માતા-પિતા તેને સાતિરેક આઠ વર્ષનો જાણીને શોભન એવા તિથિ-કરણ-મુહૂર્ત્તમાં એ પ્રમાણે દૃઢપ્રતિજ્ઞની માફક યાવત્ તે ભોગ સમર્થ થયો.
ત્યારે તે મહાબલકુમાર બાલભાવથી મુક્ત થઈને યાવત્ ભોગ સમર્થ જાણીને, માતા-પિતાએ આઠ પ્રાસાદાવતંસક કરાવ્યા. કરાવીને અભ્યુદ્ગત-ઊંચા-પ્રહસિત એવા, તેનું વર્ણન રાયપ્પસેણઈય માફક કરવું યાવત્ તે પ્રતિરૂપ હતા. તે પ્રાસાદાવતંસકમાં બહુમધ્ય દેશભાગે આવા એક મોટા ભવનને કરાવ્યું, તે અનેક શત સ્તંભ ઉપર રહેલ હતું. તેનું વર્ણન રાયપ્પસેણઈયના પ્રેક્ષાગૃહ મંડપની જેમ કરવું, પ્રતિરૂપ હતું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit