Pramāṇa · Search · About · API

Viyahapannatti 775

Viyāhapannatti: ṭīkānusārī vivecana 775

Language
Gujarati

775

વિવેચન :–૫૨૧
ચારગશોધન એટલે બંદિનું વિમોચન, માનોન્માનવર્દ્ધન તેમાં માન - રસ, ધાન્યવિષયક, ઉન્માન - તુલારૂપ, ઉસ્સુક્કં - શુલ્ક મુક્ત કરવા, એ પ્રમાણે સ્થિતિપતિતા કરાવે છે. શુલ્ક એટલે વેચવાના ભાંડ પ્રત્યે રાજાને દેવાનું દ્રવ્ય. ઉક્કરં - કરોથી મુક્ત, કર એટલે ગાય આદિનો પ્રતિવર્ષ દેવાતું રાજદેય દ્રવ્ય. ઉક્કિટ્ઠ - ઉત્કૃષ્ટ અથવા ખેડવાનો નિષેધ. અદિજ્જ - વેચાણનો નિષેધ હોવાથી અદેય. અમિજ્જ - વિક્રય પ્રતિષેધથી માપવાનો નિષેધ, અભડપ્પવેસ - ભટ એટલે રાજાજ્ઞાદાયી પુરુષોના પ્રવેશ કુટુંબીઘરોમાં થતો નથી તે.
અદંડકોદંડિમ - દંડ યોગ્ય દ્રવ્ય તે દંડ તથા કુદંડથી નિર્વૃત્ત આ દંડ અને કુદંડ જેમાં નથી તે અદંડકુદંડિમ, તેમાં દંડ, તે અપરાધ અનુસાર રાજગ્રાહ્ય દ્રવ્ય, કુદંડ તે કારણિકોના મહા અપરાધને કારણે રાજ્યગ્રાહ્ય દ્રવ્ય. અધરિમ - અવિદ્યમાન્‌ ધારણીય દ્રવ્ય, ઋણને માફ કરવાથી. ગણિકાવર - વેશ્યાપ્રધાન વડે નાટકીય - નાટકસંબંધી પાત્ર વડે યુક્ત તે અણેગતાલાચરાણુચરિયં - વિવિધ પ્રેક્ષાચારી વડે સેવિત. અણુદ્ધુયમુઈંગ - વાદનને માટે વાદક વડે ન મૂકાયેલા મૃદંગો જેમાં છે તે. અમ્લાન પુષ્પમાલાને, પ્રમુદિત લોકોના યોગથી પ્રમુદિતા, પ્રક્રીડિતજન યોગથી પ્રક્રિડિત.
સપુરજણજાણવયં - પુરુજનની સાથે અને જનપદસંબંધી જન વડે જે વર્તે છે, તે તથા તેને. વાચનાંતરમાં ‘વિજયવૈજયંત’ પણ દેખાય છે, તેમાં અતિશય વિજય તે વિજયવિજય, તે જેનું પ્રયોજન છે, તે વિજયવૈજયિકી. ‘સ્થિતિપ્રતીત’ - સ્થિતિ એટલે કુલની લોકની મર્યાદામાં ‘પતિતા’ - રહેલ, જે પુત્રજન્મ મહોત્સવની ક્રિયા. ‘દશાહિક’ - દશ દિવસના પ્રમાણવાળી, જાએ - યાગ, પૂજાવિશેષ. દાએ - દાયા, દાન દેનાર, ભાએ - ભાગ, વિવક્ષિત દ્રવ્યાંશ. ચંદસૂરદંસણિય - ચંદ્ર, સૂર્યદર્શન નામે ઉત્સવ, જાગરિય - રાત્રિ જાગરણરૂપ ઉત્સવ વિશેષ, નિવ્વત્તે૦ - અશુચિ જાત કર્મોનું-કરણ અશુચિ જાતકર્મકરણથી નિર્વૃત્ત.
સંપત્તે બારસાહદિવસે - બારમો દિવસ આવતાં અથવા બાર દિવસોનો સમાહાર તે દ્વાદશાહન્‌, જેના વડે પૂરાય તે. તેમાં કુલને ઉચિત, કઈ રીતે? તે કહે છે – કુલ સદૃશ, તે કુળના બળવાન્‌ પુરુષ-કુલત્વથી મહાબલ, એ નામનો બળવાન્‌ અર્થ અભિધાયકત્વથી તે કુળના મહાબલ, તે નામથી સાદૃશ્ય, કુલરૂપ જે સંતાન તે જ તંતુ દીર્ઘત્વથી તેને વર્ધનકર, માંગલ્યત્વથી જેમાં તે.
અયમેયારૂવં - આ, આવા સ્વરૂપનો, ગોણ - ગૌણ, તેને અમુખ્ય પણ કહેવાય છે, તેથી કહે છે – ગુણનિષ્પન્ન. - X - અમારો આ બાળક જે પ્રભાવતી દેવીનો આત્મજ, બલરાજાનો પુત્ર, તેથી પિતાના નામના અનુસાર નામ, આ બાળકનું ‘મહાબલ’ નામ છે.
જહા દઢપઈન્ન - ઉવવાઈ સૂત્રમાં ‘દૃઢપ્રતિજ્ઞ’ કહેલ છે, તે પ્રમાણે આ વક્તવ્ય છે, તે આ પ્રમાણે - મજ્જનધાત્રી, મંડણધાત્રી, કીલાવણ ધાત્રી, અંકધાત્રી ઈત્યાદિ. -X-ગિરિ કંદરમલ્લીની જેમ, ચંપકપાદપ, નિવાય નિર્વ્યાઘાત સુખેસુખે વૃદ્ધિ પામે છે જેમાગામણં - જમીન ઉપર સરકવું, પયચંકામણ - પગ વડે ચાલવું, જેમામણં - ભોજન કારણ, પિંડવદ્ધણં - કવલ વૃદ્ધિ કારણ, પજ્જપાવણં - પ્રજલ્પન કારણ, કણ્ણવેહણં - કાનનું વેધન, સંવત્સર ગ્રંથિકરણ, ચોલોયણ - ચૂડા ધારણ કરવી. ઉવનયન - કલાગ્રાહણ. ગર્ભાધાનાદિ જે કૌતુક-રક્ષા વિધાન આદિ. ‘એ પ્રમાણે જેમ દૃઢ પ્રતિજ્ઞ’ તેના વડે આ પ્રમાણે સૂચિત કરેલ છે, તે આ પ્રમાણે જાણવું–
શોભન તિથિ-કરણ-નક્ષત્ર-મુહૂર્ત્તમાં, સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરીને, સર્વાલંકાર વિભૂષિત, મહાઋદ્ધિ સત્કાર સમુદયથી કલાચાર્યની પાસે લઈ જાય છે ઈત્યાદિ. અભ્યુદ્ગતોચ્છ્રિતાન્‌ - અતિ ઉચ્ચ. પહસિત - પ્રહસિત માફક - શ્વેત પ્રભા પટલ પ્રબલતાથી હસતો એવો. ‘રાયપ્પસેણઈયમાં જેમ વર્ણન કર્યુ છે તેમ’ - આના દ્વારા જે સૂચવ્યુ, તે આ છે – મણિ, કનક, રત્ન વડે ચિત્રિત વાયુ વડે ઉડતી વિજય, વૈજયંતી પતાકા, છત્રાતિછત્ર યુક્ત, ઊંચે, ગગનતલને અભિલંઘતી, આદિ. અર્થ પ્રસિદ્ધ છે, વિશેષ આ કે – મણિ, કનક, રત્નોના વેરાવાથી ચિત્રિત તથા વાયુ વડે ઉદ્ધૃત એવી વિજયને સૂચવતી વૈજયંતિ નામક પતાકા અને છત્રાતિછત્ર વડે યુક્ત છે તે. અનેક શત સ્તંભ ઉપર સંનિવિષ્ટ, એવી, ‘રાયપસેણઈય’ સૂત્રના પ્રેક્ષાગૃહમંડપની જેમ તેનું વર્ણન જાણવું. તે ‘લીલા કરતી શાલભંજિકા’ આદિ જાણવું.

Linked texts (1)