Viyahapannatti 776
Viyāhapannatti: ṭīkānusārī vivecana 776
- Language
- Gujarati
776
‘ભગવતી’ સૂત્ર-૫૨૨ :– [૧૧/૧૧/૫૨૨]
ત્યારપછી મહાબલકુમારના માતા-પિતા અન્ય કોઈ દિવસે તે શુભ તિથિ-કરણ-દિવસ-નક્ષત્ર-મુહૂર્ત્તમાં સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, સર્વાલંકારથી વિભૂષિત થઈ, પછી સૌભાગ્યવંતી સ્ત્રીઓ દ્વારા અભ્યંગન, સ્નાન, ગીત, વાજિંત્ર, મંડન, આઠ અંગો પર તિલક, કંકણ, દહીં-અક્ષતાદિ મંગલ, મંગલગીત-માંગલિક કાર્ય કરાયા, ઉત્તમ કૌતુક અને મંગલોપચાર રૂપમાં શાંતિકર્મ કર્યુ, પછી સદૃશ, સમાન ત્વચાવાળી, સદૃશ વયવાળી, સદૃશ લાવણ્ય-રૂપ-યૌવન-ગુણોપપેતા-વિનીતા-કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરેલી, સદૃશ રાજકૂળથી અણાયેલી આઠ ઉત્તમ રાજકન્યા સાથે એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું.
ત્યારે તે મહાબલ કુમારના માતા-પિતાએ આ આવા પ્રકારનું પ્રીતિદાન આપ્યું - આઠ કોડી હિરણ્ય, આઠ કોડી સુવર્ણ, આઠ શ્રેષ્ઠ મુગટ, આઠ શ્રેષ્ઠ કુંડલયુગલ, શ્રેષ્ઠ એવા આઠ હાર, શ્રેષ્ઠ એવા આઠ અર્ધહાર, શ્રેષ્ઠ એવી આઠ એકાવલી, એ પ્રમાણે મુક્તાવલી, કનકાવલી, રત્નાવલી, આઠ શ્રેષ્ઠ કડાંની જોડી, એ રીતે ત્રુટિતની જોડી, આઠ શ્રેષ્ઠ ક્ષોમયુગલ, એ રીતે વડગ યુગલ, પટ્ટ યુગલ, દુકુલ યુગલ, આઠ શ્રી-હ્રી-ધૃતિ-કીર્તિ-બુદ્ધિ-લક્ષ્મીદેવીઓ, આઠ નંદ-ભદ્ર-તલ-તલપ્રવર-સર્વરત્નમય નિજક વરભવન કેતુ, આઠ શ્રેષ્ઠ ધ્વજ, આઠ શ્રેષ્ઠ વજ્ર. - ૧૦,૦૦૦ ગાયોનું એક એવા આઠ વજ્ર, આઠ શ્રેષ્ઠ નાટક – બત્રીશબદ્ધ નાટક, આઠ શ્રેષ્ઠ અશ્વો, આ બધું રત્નમય જાણવું. શ્રીગૃહપતિરૂપ આઠ શ્રેષ્ઠ હાથી, સર્વરત્નમય, શ્રીગૃહપ્રતિરૂપ એવા શ્રેષ્ઠ આઠ યાન, આઠ શ્રેષ્ઠ યુગ્ય, એ પ્રમાણે શિબિકા, સ્યંદમાનિકા, ગિલ્લિ, થિલ્લિ, આઠ શ્રેષ્ઠ વિકટયાન, આઠ પારિયાનિક રથ, આઠ સંગ્રામિક રથ, આઠ શ્રેષ્ઠ અશ્વો, આઠ શ્રેષ્ઠ હાથી, આઠ શ્રેષ્ઠ ગામો-૧૦,૦૦૦ કૂળોનું એક ગામ થાય છે. આઠ શ્રેષ્ઠ દાસ, એ પ્રમાણે દાસી, કિંકર, કંચુકી, વર્ષધર, મહત્તરક, - -
- - આઠ સુવર્ણના અવલંબન દીપ, આઠ રૂપાના અવલંબન દીપ, આઠ સોના-રૂપાના અવલંબન દીપ, આઠ સોનાના ઉત્કંચન દીપ એ પ્રમાણે ત્રણે, આઠ સુવર્ણના થાળ, આઠ રૂપાના થાળ, આઠ સોના-રૂપાના થાળ, આઠ સુવર્ણની પાત્રી આદિ ત્રણ, આઠ સુવર્ણના સ્થાસક આદિ ત્રણ, આઠ સુવર્ણના મલ્લક (૩), આઠ સુવર્ણની તલિકા, આઠ સુવર્ણની કલાચિકા, આઠ સુવર્ણની અવએડક, આઠ સુવર્ણની અવયક્કા, આઠ સુવર્ણના પાદપીઠક, આઠ સુવર્ણની ભિષિકા, આઠ સુવર્ણની કરોટિકા, આઠ સોનાના પલ્યંક, આઠ સુવર્ણની પ્રતિશય્યા, આઠ હંસાસન, આઠ ક્રૌંચાસન, આઠ ગરુડાસન, એ પ્રમાણે ઉન્નતાસન, પ્રણતાસન, દીર્ઘાસન, ભદ્રાસન, પક્ષાસન, મગરાસન, પદ્માસન, દિશાસૌવસ્તિકાસન, આઠ તેલસમુદ્ગક. ઈત્યાદિ જેમ રાયપ્પસેણઈય કહ્યું તેમ યાવત્ આઠ સરસવ સમુદ્ગક, આઠ કુબ્જાદાસી આદિ ‘ઉવવાઈ’ સૂત્રમાં કહ્યા મુજબ યાવત્ આઠ પારસી દાસી, આઠ છત્ર, આઠ છત્રધારી ચેટીકા, આઠ ચામર, આઠ ચામરધારી ચેટીકા, આઠ તાલવૃંત, આઠ તાલવૃંતધારી ચેટીકા, આઠ કરોટિકા અને કરોટિકાધારી ચેટીકા, આઠ ક્ષીરધાત્રી યાવત્ આઠ અંકધાત્રીઓ - -
- - આઠ અંગમર્દિકા, આઠ ઉન્મર્દિકા, આઠ સ્નાન કરાવનારી, આઠ પ્રસાધિકા, આઠ વર્ણકપેસીકા, આઠ ચૂર્ણકપેસીકા, આઠ કોષ્ઠાગારીકા, આઠ દર્પકારીકા, આઠ ઉપસ્થાપનીકા, આઠ નાટ્ય કરનારી, આઠ કૌટુંબિકીણી, આઠ મહાનસિકીણી, આઠ ભાંડાગારિણી, આઠ તરુણી, આઠ પુષ્પધારિણી, આઠ જલધારિણી, આઠ બલિકારિકા, આઠ શય્યાકારિણી, આઠ અભ્યંતરીક પ્રતિહારિણી, આઠ બાહ્ય પ્રતિહારિણી, આઠ માલા-કારીણી, આઠ પ્રેષણકારીણી, બીજું પણ ઘણું બધું-સોનું, ચાંદી, કાંસુ, વસ્ત્ર, વિપુલ ધન-કનક-યાવત્ સાર-રૂપ દ્રવ્ય આપ્યું યાવત્ સાત કુલવંશ પેઢી સુધી પ્રકામ દેતા, પ્રકામ ભોગવતા, પ્રકામ પરિભાગ કરતાં (ખુટે નહીં.)
ત્યારે તે મહાબલકુમાર પ્રત્યેક ભાર્યાને એકએક સુવર્ણ કોટિ આપે છે, એક-એક હિરણ્યકોટી આપે છે, એક એક શ્રેષ્ઠ મુગટ ઈત્યાદિ આપે છે. એ પ્રમાણે તે બધું જ કહેવું યાવત્ એક એક પ્રેષણકારી આપે છે, બીજું પણ ઘણું સોનું, રૂપું યાવત્ ભાગ પાડતા પણ ન ખૂટે. ત્યારે તે મહાબલકુમાર ઉપરના પ્રાસાદમાં રહીને જેમ જમાલીમાં કહ્યું તેમ યાવત્ વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit