Viyahapannatti 779
Viyāhapannatti: ṭīkānusārī vivecana 779
- Language
- Gujarati
779
વિવેચન :–૫૨૩, ૫૨૪
વિમલ - આ અવસર્પિણીના તેરમાં જિનેન્દ્ર, પઉપ્પએ - પ્રશિષ્ય, અથવા શિષ્યની સંતતિ. જેમ કેશી આચાર્ય રાયપ્પસેણઈયમાં વર્ણવેલ છે, તે મુજબ કહેવું. તે કુલ-બલ-રૂપ-વિનય સંપન્ન ઈત્યાદિ. વુત્તપડિવુત્તય - ઉક્ત-પ્રતિઉક્તિકા કહેલ એ પ્રમાણે મહાબલમાં કહેવું. જમાલી ચારિત્રમાં વિપુલકુલબાલિકા એમ કહ્યું, અહીં વિપુલરાજકુલ બાલિકા એમ કહેવું. કલા શબ્દ વડે આમ કહે છે – ‘કલાકુશલ સર્વકાલ લાલિત સુખોચિત.’ શિવભદ્ર તે શિવરાજર્ષિનો પુત્ર, શતક-૧૧ મુજબ.
જેમ અંબડ-‘ઉવવાઈ’ મુજબ. તેમ અહીં કહેવું. તેમાં યાવત્ શબ્દથી આ સૂત્ર જાણવું - ગ્રહગણ નક્ષત્ર તારારૂપ ઘણાં યોજનો, ઘણાં સેંકડો યોજન, ઘણાં હજાર યોજન, ઘણાં લાખ યોજન, ઘણાં કોડાકોડી યોજન ઉપર, દૂરે જઈને સૌધર્માદિ કલ્પો પસાર કરીને, અહીં જો કે ચૌદ પૂર્વીનો જઘન્યથી લાંતકે ઉપપાત ઈષ્ટ છે, છતાં ચૌદપૂર્વધરનો જે બ્રહ્મલોકમાં ઉપપાત કહ્યો, તે કોઈના વડે કંઈક વિસ્મરણાદિ પ્રકારે ચૌદપૂર્વીના અપરિપૂર્ણત્વથી સંભવે છે.
સંજ્ઞીરૂપ જે પૂર્વ જાતિ, તેનું સ્મરણ, તેને પામે છે, પૂર્વકાળ અપેક્ષાથી બમણો શ્રદ્ધા-સંવેગ પામેલ છે, તે. તેમાં શ્રદ્ધા તે તત્ત્વ શ્રદ્ધાન્ અથવા સદનુષ્ઠાનનું આચરણ. સંવેગ એટલે ભવભય, કે મોક્ષાભિલાષ. ‘ઋષભદત્ત’ કથા નવમા શતકમાં છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit