Viyahapannatti 778
Viyāhapannatti: ṭīkānusārī vivecana 778
- Language
- Gujarati
778
‘ભગવતી’ સૂત્ર-૫૨૩, ૫૨૪ :– [૧૧/૧૧/૫૨૩, ૫૨૪]
[૫૨૩] તે કાળે, તે સમયે અરહંત વિમલના પ્રશિષ્ય ધર્મઘોષ નામક અણગાર, જાતિ સંપન્નાદિ વર્ણન કરવું, જેમ કેશીસ્વામીનું વર્ણન છે યાવત્ ૫૦૦ અણગાર સાથે સંપરિવૃત્ત થઈને પૂર્વાનુપૂર્વી ચરતા, ગ્રામાનુગ્રામ વિચરતા જ્યાં હસ્તિનાગપુર, જ્યાં સહસ્રામ્રવન ઉદ્યાન હતું ત્યાં આવ્યા, આવીને અવગ્રહ અવગ્રહ્યો, અવગ્રહીને સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચરે છે.
ત્યારે હસ્તિનાપુર નગરમાં શૃંગાટક, ત્રિક યાવત્ પર્ષદા પર્યુપાસે છે. ત્યારે તે મહાબલકુમારે તે મહાજનશબ્દ કે જનવ્યૂહ એ પ્રમાણે જેમ જમાલીમાં કહ્યું તેમ વિચાર્યુ, તે પ્રમાણે જ કંચુકી પુરુષોને બોલાવ્યા, કંચુકીપુરુષો પણ તેમજ કહે છે. વિશેષ આ કે – ધર્મઘોષ અણગારના આગમનનો નિશ્ચય કરીને, બે હાથ જોડી યાવત્ નીકળે છે. એ પ્રમાણે હે દેવાનુપ્રિયો! અરહંત વિમલના પ્રશિષ્ય ધર્મઘોષ નામક અણગાર, બાકી પૂર્વવત્ યાવત્ તે પણ ઉત્તમ રથથી નીકળે છે. ધર્મકથા જેમ કેશીસ્વામીએ કહી. તે પણ તેમજ માતા-પિતાને પૂછે છે વિશેષ આ કે – ધર્મઘોષ અણગાર પાસે મુંડ થઈને ઘેરથી નીકળી અણગારિક પ્રવ્રજ્યા લેવા ઈચ્છું છું તે પ્રમાણે જ વૃત્ત-પ્રતિવૃત્ત છે. વિશેષ એ કે – આ તારી પત્નીઓ વિપુલરાજકુલની બાલિકાઓ છે, કલાકુશલ છે. બાકી પૂર્વવત્ યાવત્ તેઓ અનિચ્છાએ મહાબલકુમાર ને આમ કહે છે –
હે પુત્ર! અમે એક દિવસને માટે પણ તારી રાજ્યશ્રી જોવા ઈચ્છીએ છીએ. ત્યારે તે મહાબલકુમાર માતા-પિતાના વચન સાંભળીને મૌન રહ્યો. ત્યારે તે બલરાજા કૌટુંબિક પુરુષોને બોલાવે છે. એ પ્રમાણે જેમ શિવભદ્રમાં કહ્યું, તેમજ રાજ્યાભિષેક કહેવો યાવત્ અભિસિંચિત કરે છે. બે હાથ જોડી, જય-વિજય વડે વધાવે છે, વધાવીને આ પ્રમાણે કહે છે – હે પુત્ર! બોલ, અમે શું દઈએ, શું આપીએ, બાકી જમાલી મુજબ કહેવું યાવત્ ત્યારે તે મહાબલ અણગારે, ધર્મઘોષ અણગાર પાસે સામાયિકાદિ ચૌદ પૂર્વ ભણ્યા, ભણીને ચતુર્થભક્ત યાવત્ વિચિત્ર તપોકર્મથી આત્માને ભાવિત કરતા, બહુપ્રતિપૂર્ણ બાર વર્ષનો શ્રામણ્ય પર્યાય પાળે છે, પાળીને માસિકી સંલેખના વડે સાઠ ભક્તોને અનશનથી છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પામીને, કાળ કરીને, ઉપર ચંદ્ર-સૂર્યથી આદિ જેમ અંબડમાં કહ્યું તેમ અહીં કહેવું યાવત્ બ્રહ્મલોક કલ્પે દેવપણે ઉત્પન્ન થયો, ત્યાં કેટલાંક દેવોની સ્થિતિ દશ સાગરોપમ કહેલી છે, ત્યાં મહાબલ મુનિની પણ દશ સાગરોપમ સ્થિતિ કહેલી છે.
હે સુદર્શન! તે (મહાબલનો જીવ) તું જ છે, બ્રહ્મલોકકલ્પમાં દશ સાગરોપમ દિવ્ય ભોગોપભોગ ભોગવીને તે દેવલોકથી આયુક્ષયાદિથી અનંતર ચ્યવીને આ જ વાણિજ્યગ્રામનગરમાં શ્રેષ્ઠીકુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો છે.
[૫૨૪] ત્યારપછી હે સુદર્શન! બાલભાવથી મુક્ત થઈને તું વિજ્ઞ અને પરિણત વયવાળો થયો. યૌવનાવસ્થાને પામીને તથારૂપ સ્થવિરો પાસે કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મ સાંભળીને, તે જ ધર્મને ઈચ્છિત, પ્રતિચ્છિત, રુચિકર જાણ્યો. હે સુદર્શન! આ સમયે પણ તું જે કરી રહ્યો છે, તે પણ સારુ કરે છે.
તેથી હે સુદર્શન! એમ કહેલ છે – આ પલ્યોપમ, સાગરોપમનો ક્ષય અને અપચય છે. ત્યારપછી તે સુદર્શન શ્રેષ્ઠી શ્રમણ ભગવન્ મહાવીર પાસે આ અર્થને સાંભળીને, અવધારીને શુભ અધ્યવસાયથી, શુભ પરિણામથી, વિશુદ્ધયમાન થતી લેશ્યાથી, તદ્ આવરણીય કર્મોના ક્ષયોપશમથી ઈહા-અપોહ-માર્ગણા-ગવેષણા કરતા સંજ્ઞીપૂર્વ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, આ અર્થને સમ્યક્રૂપે જાણવા લાગ્યો.
ત્યારપછી તે સુદર્શન શ્રેષ્ઠી શ્રમણ ભગવન્ મહાવીર વડે સંભારેલ પૂર્વભવથી તેના હૃદયમાં બમણી શ્રદ્ધા-સંવેગ ઉત્પન્ન થયા. આનંદાશ્રુપૂર્ણ નયનથી શ્રમણ ભગવન્ મહાવીરને ત્રણ વખત આદક્ષિણા પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કર્યા, પછી આ પ્રમાણે કહ્યું – હે ભગવન્! આપ જે કહો છો, તે તેમજ છે, એમ કહી ઈશાન ખૂણામાં ગયો, બાકી ઋષભદત્ત પ્રમાણે જાણવું યાવત્ સર્વ દુઃખનો ક્ષય થયો. વિશેષ આ કે – ચૌદ પૂર્વો ભણ્યા, પ્રતિપૂર્ણ બાર વર્ષનો શ્રમણ પર્યાય પાળ્યો. બાકી પૂર્વવત્. ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit