Viyahapannatti 809
Viyāhapannatti: ṭīkānusārī vivecana 809
- Language
- Gujarati
809
‘ભગવતી’ સૂત્ર-૫૪૪, ૫૪૫ :– [૧૨/૫/૫૪૪, ૫૪૫]
[૫૪૪] ભગવન્ ! ગર્ભમાં ઉત્પન્ન થતો જીવને કેટલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પરિણામ પરિણમે છે? ગૌતમ! પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શવાળા પરિણામથી પરિણત થાય છે.
[૫૪૫] ભગવન્ ! શું જીવ કર્મોથી જ વિવિધ રૂપોને પ્રાપ્ત થાય છે, કર્મો વિના નહીં? શું જગત્ કર્મોથી વિવિધ રૂપોને પ્રાપ્ત થાય છે, અકર્મથી નહીં? હા, ગૌતમ! કર્મથી યાવત્ પરિણમે છે. અકર્મથી વિવિધ રૂપોને પ્રાપ્ત નથી કરતા. - ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit