Pramāṇa · Search · About · API

Viyahapannatti 814

Viyāhapannatti: ṭīkānusārī vivecana 814

Language
Gujarati

814

‘ભગવતી’ સૂત્ર-૫૪૭, ૫૪૮ :– [૧૨/૬/૫૪૭, ૫૪૮]
[૫૪૭] ભગવન્‌! એમ કેમ કહે છે – ચંદ્ર, ‘શશિ’ છે? ગૌતમ! જ્યોતિષેન્દ્ર, જ્યોતિષ્‌ રાજ ચંદ્રના મૃગાંક વિમાનમાં કાંતદેવી, કાંતા દેવીઓ છે, આસન, શયન, સ્તંભ, ભાંડ, માત્ર, ઉપકરણો છે. જ્યોતિષેન્દ્ર જ્યોતિષ્‌ રાજ ચંદ્ર પોતે પણ સૌમ્ય, કાંત, શુભગ, પ્રિયદર્શન, સુરૂપ છે, તેથી કહ્યું.
[૫૪૮] ભગવન્‌! એમ કેમ કહ્યું કે સૂર્ય ‘આદિત્ય’ છે? ગૌતમ! સૂર્યની આદિથી સમય, આવલિકા, યાવત્‌ ઉત્સર્પિણી, અવસર્પિણી ગણાય છે, તેથી કહેવાય છે યાવત્‌ આદિત્ય છે.

Linked texts (1)