Pramāṇa · Search · About · API

Viyahapannatti 815

Viyāhapannatti: ṭīkānusārī vivecana 815

Language
Gujarati

815

વિવેચન :–૫૪૭, ૫૪૮
મિયંક - મૃગચિહ્નપણાથી મૃગાંક વિમાનમાં અધિકરણભૂત, સોમ - સૌમ્ય, અરૌદ્ર આકાર કે નિરોગ. કંત - કાંતિના યોગથી, સુભએ - સુભગ, સૌભાગ્ય યુક્તપણાથી લોકોને વલ્લભ. પિયદંસણ - પ્રેમકારીદર્શન, આ પ્રમાણે કેમ છે? સુરૂપ છે. તે કારણથી કહે છે ‘સસી’ શ્રી સહિત વર્તે છે માટે સશ્રી, આ દેવાદિની પોતાની કાંત્યાદિ યુક્તતાથી છે આ રીતે ‘સસી’ સિદ્ધ થાય છે - હવે આદિત્ય શબ્દનો અન્વર્થ કહે છે –
સૂરઃ-આદિઃ - પ્રથમ જેમાં છે તે સૂરાદિ, કોની? તે કહે છે – સમય - અહોરાત્રાદિ કાળ વિભાગનો નિર્વિભાગ અંશ. તેથી કહે છે – સૂર્યોદયની મર્યાદા વડે કરીને અહોરાત્રનો આરંભક સમય ગણાય છે, આવલિકા અને મુહૂર્ત્તાદિ ગણાય છે. તેથી અર્થ વડે સૂર - આદિત્ય કહેવાય છે. આદિમાં અહોરાત્ર સમયાદિનું થવું તે આદિત્ય એમ વ્યુત્પત્તિ થાય છે. હવે ચંદ્ર-સૂર્યની અગ્રમહિષી આદિ દેખાડવા કહે છે –

Linked texts (1)