Pramāṇa · Search · About · API

Viyahapannatti 816

Viyāhapannatti: ṭīkānusārī vivecana 816

Language
Gujarati

816

‘ભગવતી’ સૂત્ર-૫૪૯ :– [૧૨/૬/૫૪૯]
ભગવન્‌! જ્યોતિષેન્દ્ર જ્યોતિષ્‌રાજ ચંદ્રની કેટલી અગ્રમહિષીઓ છે? જેમ દશમાં શતક યાવત્‌ મૈથુનનિમિત્ત ભોગ ન ભોગવે. સૂર્યનું પણ તેમજ જાણવું. –
જ્યોતિષેન્દ્રો જ્યોતિષ્‌ રાજાઓ ચંદ્ર અને સૂર્ય કેવા પ્રકારના કામભોગો અનુભવતા વિચરે છે?
ગૌતમ! જેમ કોઈ પુરુષ પ્રથમ યૌવનમાં ઉત્થાન બલસ્થ, પ્રથમ યૌવન ઉત્થાન બલસ્થા ભાર્યા સાથે નવો જ વિવાહ કરીને, અર્થોપાર્જન કરવાને ૧૬ વર્ષ સુધી વિદેશમાં વસે, તે ત્યારપછી ધન પ્રાપ્ત કરી, કાર્ય સંપન્ન કરી, નિર્વિઘ્નરૂપે, ફરી પોતાના ઘેર પાછો આવે, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, સર્વાલંકાર વિભૂષિત થઈને, મનોજ્ઞ, સ્થાલિપાક શુદ્ધ ૧૮ વ્યંજનયુક્ત ભોજન કર્યા પછી તે, તેવા પ્રકારના વાસગૃહમાં - મહાબલકુમારના વાસગૃહનું વર્ણન જાણવું યાવત્‌ શયનોપચાર યુક્ત થઈ, તેવી તેવા પ્રકારની શૃંગારના ગૃહ જેવી, સુંદર વેશવાળી યાવત્‌ લલિતકલાયુક્ત, અનુરક્ત, અવિરક્ત, મનોનુકુલ પત્ની સાથે ઈષ્ટ શબ્દ, સ્પર્શ યાવત્‌ પંચવિધ માનુષી કામભોગને અનુભવતો વિચરે. તેમ હે ગૌતમ! તે પુરુષ વેદ ઉપશમનના સમયે કેવા પ્રકારના સાતા સૌખ્ય અનુભવે? હે આયુષ્યમાન્‌ શ્રમણ! તે ઉદાર સુખને અનુભવે છે.
હે ગૌતમ! તે પુરુષ આ કામભોગોથી વ્યંતર દેવોના કામ ભોગો અનંતગુણ વિશિષ્ઠતર કામભોગથી છે, વાણમંતર દેવોના કામભોગોથી અસુરેન્દ્ર સિવાયના ભવનવાસી દેવોના કામભોગો આનાથી વિશિષ્ઠતર છે. અસુરકુમાર દેવોના કામભોગો આનાથી વિશિષ્ઠતર અનંતગુણથી છે, તેનાથી ગ્રહ-ગણ-નક્ષત્ર-તારારૂપ જ્યોતિષ્ક દેવોના આનાથી અનંતગુણ વિશિષ્ઠતર કામભોગ છે તેના કામભોગોથી જ્યોતિષ્કના જ્યોતિષ્‌ રાજ ચંદ્ર-સૂર્યના કામભોગ આનાથી અનંતગુણ વિશિષ્ટતર છે. હે ગૌતમ! જ્યોતિષેન્દ્ર, જ્યોતિષ્‌ રાજ ચંદ્ર-સૂર્ય આવા પ્રકારના કામભોગને અનુભવતા વિચરે છે.
ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે યાવત્‌ ગૌતમ વિચરે છે.

Linked texts (1)