Viyahapannatti 82
Viyāhapannatti: ṭīkānusārī vivecana 82
- Language
- Gujarati
82
વિવેચન :–૪૬, ૪૭
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ – કર્મ પ્રકૃતિ એ પન્નવણાસૂત્રનું ૨૩-મું પદ છે. તેનો પહેલો ઉદ્દેશો જાણવો. તેની સંગ્રહગાથા આ છે – તેમાં કઈ પગડી નામે દ્વાર છે, તે આ - ભગવન્! કર્મપ્રકૃત્તિઓ કેટલી કહી છે?
ગૌતમ! આઠ, જ્ઞાનાવરણીય આદિ. ‘કહ બંધઈ’ એ દ્વાર છે, તે આ –
ભગવન્! જીવ આઠ કર્મ પ્રકૃત્તિ કેવી રીતે બાંધે છે? ગૌતમ! જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જીવ દર્શનાવરણીય કર્મને પામે. દર્શનાવરણીય કર્મના ઉદયથી દર્શન મોહનીય કર્મને વિપાકાવસ્થ કરે છે. દર્શન-મોહનીયના ઉદયથી મિથ્યાત્વને પામે. મિથ્યાત્વથ આઠે બાંધે. કર્મબંધ પ્રવાહના અનાદિત્વથી, ઉક્ત રીતે કર્મબંધમાં ઈત્તરેત્તર આશ્રય દોષ થતો નથી. - - ‘કઈહિં ચ ઠાણેહિં’ દ્વાર છે, તે આ રીતે –
– જીવ કેટલા સ્થાનો વડે જ્ઞાનાવરણીય કર્મ બાંધે? ગૌતમ! બે સ્થાનો વડે - રાગથી, દ્વેષથી. - - ‘કઈ વેએઈ’ એ દ્વાર આ રીતે છે. ભગવન્! જીવ કેટલી કર્મપ્રકૃત્તિ વેદે છે? ગૌતમ! કેટલીકને વેદે છે, કેટલીકને નથી વેદતો. જેને વેદે છે તે આઠ છે. ઈત્યાદિ - X - X -
અનુભાગો કઈવિહો કસ્સ એ દ્વાર છે. તે આ - ભગવન્! જ્ઞાનાવરણીય કર્મનો રસ કેટલા પ્રકારે છે? ગૌતમ! દશ પ્રકારે છે - શ્રોત્રવિજ્ઞાનાવરણ ઈત્યાદિ. અર્થાત્ દ્રવ્યેન્દ્રિયાવરણ, ભાવેન્દ્રિય-આવરણ.
- કર્મ વિચારણા અધિકારથી મોહનીય સંબંધે કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit