Viyahapannatti 83
Viyāhapannatti: ṭīkānusārī vivecana 83
- Language
- Gujarati
83
‘ભગવતી’ સૂત્ર-૪૮ :– [૧/૪/૪૮]
ભગવન્! કૃત્ મોહનીયકર્મ ઉદયમાં આવેલ હોય ત્યારે જીવ ઉપસ્થાપન કરે? ગૌતમ! હા, કરે. ભગવન્! તે ઉપસ્થાપન વીર્યતાથી થાય કે અવીર્યતાથી? ગૌતમ! વીર્યતાથી ઉપસ્થાપન થાય, અવીર્યતાથી નહીં. જો વીર્યતાથી થાય તો તે ઉપસ્થાપન બાલ વીર્યતાથી થાય, પંડિત વીર્યતાથી થાય કે બાલપંડિત વીર્યતાથી? ગૌતમ! તે બાલવીર્યતાથી થાય, પંડિત કે બાલપંડિત વીર્યતાથી ન થાય.
ભગવન્! કૃત્ મોહનીયકર્મ ઉદયમાં આવે ત્યારે જીવ અપક્રમણ કરે? હા, કરે. ભગવન્! યાવત્ તે બાલપંડિતવીર્યથી કરે? ગૌતમ! બાલવીર્યતાથી અપક્રમણ કરે, કદાચ બાલપંડિત વીર્યતાથી કરે, પણ પંડિત-વીર્યતાથી ન કરે. - - જે રીતે ‘ઉદીર્ણ’ના બે આલાવા કહ્યા, તેમ ‘ઉપશાંત’ સાથે પણ બે આલાવા કહેવા. વિશેષ એ કે – ત્યાં પંડિત વીર્યતાથી ઉપસ્થાપન અને બાલપંડિતવીર્યતાથી અપક્રમણ થાય.
ભગવન્! તે અપક્રમણ આત્માથી થાય કે અનાત્માથી? ગૌતમ! અપક્રમણ આત્માથી થાય, અનાત્માથી નહીં. ભગવન્! મોહનીય કર્મને વેદતો તે એ એ પ્રમાણે કેમ હોય? ગૌતમ! પહેલા તેને એ પ્રમાણે રુચતું હતું, હવે તેને એ એમ રુચતું નથી માટે એ એમ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit