Pramāṇa · Search · About · API

Viyahapannatti 821

Viyāhapannatti: ṭīkānusārī vivecana 821

Language
Gujarati

821

‘ભગવતી’ સૂત્ર-૫૫૧ :– [૧૨/૭/૫૫૧]
ભગવન્‌! પૃથ્વી કેટલી છે? ગૌતમ! સાત. જેમ પહેલા શતકમાં પાંચમાં ઉદ્દેશકમાં કહ્યું, તેમજ નરકાદિના આવાસો કહેવા. યાવત્‌ અનુત્તર વિમાન યાવત્‌ અપરાજિત, સર્વાર્થસિદ્ધમાં કહેવું.
ભગવન્‌! શું આ જીવ, આ રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીશ લાખ નરકાવાસોમાં પ્રત્યેક નરકવાસમાં પૃથ્વીકાયિકપણે યાવત્‌ વનસ્પતિકાયિકપણે, નરકપણે, નૈરયિકપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે.? હા, ગૌતમ! અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયેલ છે.
ભગવન્‌! આ જીવ શર્કરાપ્રભા પૃથ્વીના પચ્ચીશ લાખ નરકાવાસોમાં૦ એ પ્રમાણે જેમ રત્નપ્રભામાં કહ્યું તેમ આલાવા કહેવા. એ પ્રમાણે ધૂમપ્રભામાં સુધી કહેવું.
ભગવન્‌! આ જીવ, તમા પૃથ્વીના પાંચ ન્યૂન એક લાખ નરકાવાસોમાં પ્રત્યેકમાં-પૂર્વવત્‌ છે.
ભગવન્‌! આ જીવમાં અધઃસપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તરમાં મોટા મહાન્‌ મહાનરકોમાં પ્રત્યેક નરકાવાસમાં૦ બાકીના રત્નપ્રભા મુજબ છે.
ભગવન્‌! આ જીવ અસુરકુમારના ૬૪ લાખ આવાસમાં પ્રત્યેક અસુરકુમારાવાસમાં પૃથ્વીકાયિકપણે યાવત્‌ વનસ્પતિકાયિકપણે, દેવપણે, દેવીપણે, આસન-શયન-ભાંડ-માત્ર-ઉપકરણરૂપે પહેલાં ઉત્પન્ન થયેલ છે? હા, ગૌતમ! યાવત્‌ અનંતવાર થયો છે. આ પ્રમાણે બધાં જીવોના વિષયમાં કહેવું યાવત્‌ સ્તનિતકુમારોમાં. આવાસોમાં વૈવિધ્ય છે. આવાસો પૂર્વે કહેલા છે.
ભગવન્‌! આ જીવ અસંખ્યાત લાખ પૃથ્વીકાયિક આવાસોમાં પ્રત્યેક પૃથ્વીકાયિક આવાસોમાં પૃથ્વીકાયિક યાવત્‌ વનસ્પતિ કાયિકમાં પૂર્વે ઉત્પન્ન થયેલ છે? હા, ગૌતમ! યાવત્‌ અનંતવાર, એ પ્રમાણે સર્વ જીવો પણ જાણવા. એ પ્રમાણે વનસ્પતિકાયપર્યન્ત કહેવું.
ભગવન્‌! આ જીવ અસંખ્યાત બેઈન્દ્રિય આવાસોમાં શું પ્રત્યેક બેઈન્દ્રિય આવાસમાં પૃથ્વીકાયિક યાવત્‌ વનસ્પતિકાયિકપણે, બેઈન્દ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે? હા, ગૌતમ! યાવત્‌ અનંતવાર થયેલ છે, એ પ્રમાણે બધાં જીવો પણ જાણવા. એ પ્રમાણે મનુષ્યમાં સુધી કહેવું. વિશેષ આ કે – તેઈન્દ્રિયમાં યાવત્‌ વનસ્પતિકાયિકપણે, તેઈન્દ્રિયપણે, ચઉરિન્દ્રિયમાં ચઉરિન્દ્રિયપણે, પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોમાં પંચેન્દ્રિય તિર્યંચ યોનિકપણે, મનુષ્યોમાં મનુષ્યપણાએ, બાકી જેમ બેઈન્દ્રિયમાં કહ્યું તેમ જાણવું. વ્યંતર, જ્યોતિષ્ક, સૌધર્મ, ઈશાનમાં અસુરકુમારમાં કહ્યા મુજબ જાણવું.
ભગવન્‌! આ જીવ સનત્કુમાર કલ્પના બાર લાખ વિમાન આવાસમાં પ્રત્યેક વૈમાનિક આવાસમાં પૃથ્વીકાયિકપણે૦ ઈત્યાદિ બધું અસુરકુમાર મુજબ કહેવું યાવત્‌ અનંતવાર, પણ દેવીપણે નહીં, એ પ્રમાણે સર્વે જીવોમાં જાણવું. એ પ્રમાણે યાવત્‌ આનત-પ્રાણત અને આરણ-અચ્યુતમાં પણ કહેવું.
ભગવન્‌! આ જીવ શું ૩૧૮ ગ્રૈવેયક વિમાનાવાસોમાં૦ ઈત્યાદિ પૂર્વવત્‌.
ભગવન્‌! આ જીવ પાંચ અનુત્તર વિમાનોમાં પ્રત્યેક અનુત્તર વિમાનાવાસમાં પૃથ્વીકાયિકપણે૦ ઈત્યાદિ પૂર્વવત્‌ કહેવું યાવત્‌ ત્યાં અનંતવાર દેવ કે દેવીરૂપે ઉત્પન્ન થયેલ નથી. એમ સર્વે જીવો પણ છે.
ભગવન્‌! આ જીવ, શું બધાં જીવોના માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધૂપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે? હા, ગૌતમ! અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયેલ છે.
ભગવન્‌! સર્વે જીવો, આ જીવના માતારૂપે યાવત્‌ પૂર્વે ઉત્પન્ન થયેલ છે? હા, ગૌતમ! યાવત્‌ અનંતવાર.
ભગવન્‌! આ જીવ, સર્વે જીવોના શત્રુ, વૈરી, ઘાતકર્તા, વધકર્તા, પ્રત્યનીક, પ્રત્યામિત્રરૂપે પૂર્વે ઉત્પન્ન થયેલ છે? હા, ગૌતમ! યાવત્‌ અનંતવાર. સર્વ જીવોને પણ આ પ્રમાણે જાણવું.
ભગવન્‌! આ જીવ શું સર્વ જીવોના રાજા, યુવરાજ, યાવત્‌ સાર્થવાહપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે? હા, ગૌતમ! અનેકવાર યાવત્‌ અનંતવાર. સર્વ જીવોમાં પણ એમ જ જાણવું.
ભગવન્‌! આ જીવે સર્વે જીવોના દાસ, પ્રેષ્ય, ભૃતક, ભાગીદાર, ભોગપુરુષ, શિષ્ય, દ્વેષીરૂપે પૂર્વે ઉત્પન્ન થયેલ છે? હા, ગૌતમ! યાવત્‌ અનંતવાર, એ પ્રમાણે સર્વે જીવો પણ અનંતવાર જાણવા. ભગવન્‌! તે એમ જ છે

Linked texts (1)