Pramāṇa · Search · About · API

Viyahapannatti 822

Viyāhapannatti: ṭīkānusārī vivecana 822

Language
Gujarati

822

વિવેચન :–૫૫૧
નરગત્તાએ - નરકવાસ પૃથ્વીકાયિકપણે. અસઈં - અનેકવાર, અદુવ - અથવા, અણંતખુત્તો - અનંતવાર, અસંખ્યાત પૃથ્વીકાયિકા વાસોમાં, આટલા જ સિદ્ધ થાય, જો લાખનું ગ્રહણ કરાય, તેથી તેમાં અતિબહુત્વને બતાવવા કહ્યું છે. વિશેષ આ કે – તેઈન્દ્રિયાદિ સૂત્રોમાં, બેઈન્દ્રિય સૂત્રથી તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય ઈત્યાદિ વડે જ વિશેષ છે.
નો ચેવ દેવીત્તાએ - ઈશાનાંત સુધી જ દેવ સ્થાનોમાં દેવી ઉપજે છે, સનત્કુમારમાં ઉત્પન્ન થતી નથી, તેથી દેવીનો નિષેધ કર્યો છે. નો ચેવ દેવત્તાએ દેવીત્તાએ૦ અનુત્તર વિમાનોમાં દેવો અનંતવાર ઉત્પન્ન થતાં નથી, દેવી સર્વથા ઉત્પન્ન થતી નથી, માટે આમ કહ્યું છે.
અરિત્તાએ - સામાન્યથી શત્રુભાવથી, વેરિયતાએ - વૈરિક, શત્રુભાવ અનુબંધ યુક્તતાથી, ઘાયગત્તાએ - મારકપણે, વહગત્તાએ - વ્યધક પણે, તાડનારપણે. પડિણીયત્તાએ - પ્રત્યનીકપણે, કાર્યોપઘાતકપણે, પચ્ચામિત્તત્તાએ - શત્રુના સહાયક રૂપે, દાસત્તાએ - ગૃહદાસીના પુત્રપણે, પેસત્તાએ - પ્રેષ્યપણે, ભયગત્તાએ -ભૃતકપણે, દુષ્કાળાદિમાં પોષિતપણે, ભાઈલ્લગત્તાએ - ખેતી આદિ લાભના ભાગગ્રાહકત્વથી, ભોગપુરિસત્તાએ - બીજા વડે ઉપાર્જિત અર્થના ભોગીકારી નરપણે, સીસત્તાએ - શિક્ષણીયપણે, વેસત્તાએ - દ્વેષ્યપણે.

Linked texts (1)