Viyahapannatti 827
Viyāhapannatti: ṭīkānusārī vivecana 827
- Language
- Gujarati
827
વિવેચન :–૫૫૩
ગોલાંગુલ - વાંદરા મધ્યે મહાન્, તે જ વિદગ્ભ - ચતુરબુદ્ધિ વાનર, વૃષભ શબ્દ મહાન્ અર્થમાં છે, કુર્કુટવૃષભ - મહાન્ કુકડો આદિ. નિસ્સીલ - સમાધાનરહિત, નિવ્વય - અણુવ્રતરહિત, નિગ્ગુણ - ગુણવ્રત કે ક્ષમાદિથી રહિત. ‘નૈરયિકપણે ઉપજે’ એ પ્રશ્ન. તેના અસંભવ-આશંક માનસના પરિહાર માટે સૂત્રમાં સમણે૦ ત્યાદિ કહ્યું. અસંભવ - તે આ, જે સમયમાં વાનર આદિ ન હતા, તે સમયમાં નારકોરૂપે ન હતા, તો તે નારકપણે કેમ ઉત્પન્ન થયા? અહીં કહે છે – શ્રમણ ભગવંત મહાવીર, જમાલી આદિ નહીં, તેનો ઉત્તર આપે છે ‘ઉત્પન્ન થતો તે ઉત્પન્ન’ એમ કહેવું જોઈએ. કેમકે ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ અભેદ છે. તેથી તે વાનર આદિ નારકપણે ઉત્પન્ન થવા ઈચ્છતા નારકો જ છે, એમ કહેવાય. - X –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit