Pramāṇa · Search · About · API

Viyahapannatti 832

Viyāhapannatti: ṭīkānusārī vivecana 832

Language
Gujarati

832

‘ભગવતી’ સૂત્ર-૫૬૦, ૫૬૧ :– [૧૨/૧૦/૫૬૦, ૫૬૧]
[૫૬૦] ભગવન્‌! આત્મા કેટલા ભેદે છે? ગૌતમ! આઠ ભેદે છે. તે આ – દ્રવ્યાત્મા, કષાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા, વીર્યાત્મા.
ભગવન્‌! જેને દ્રવ્યાત્મા છે, તેને કષાયાત્મા છે, જેને કષાયાત્મા છે, તેને દ્રવ્યાત્મા છે? ગૌતમ! જેને દ્રવ્યાત્મા છે, તેને કષાયાત્મા કદાચ હોય, કદાચ ન હોય. જેને કષાયાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમા છે.
ભગવન્‌! જેને દ્રવ્યાત્મા છે, તેને યોગાત્મા છે? એ રીતે જેમ દ્રવ્યાત્મા, કષાયાત્મામાં કહ્યું, તેમ દ્રવ્યાત્મા, યોગાત્મા કહેવા.
ભગવન્‌! જેને દ્રવ્યાત્મા છે, તેને ઉપયોગાત્મા છે? એ રીતે સર્વત્ર પૃચ્છા કહેવી. ગૌતમ! જેને દ્રવ્યાત્મા છે, તેને ઉપયોગાત્મા નિયમા છે, જેને ઉપયોગાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમા છે.
જેને દ્રવ્યાત્મા છે, તેને જ્ઞાનાત્માની ભજના, જેને જ્ઞાનાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમા છે,
જેને દ્રવ્યાત્મા છે, તેને દર્શનાત્મા નિયમા હોય, જેને દર્શનાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમા હોય છે.
જેને દ્રવ્યાત્મા છે, તેને ચારિત્રાત્માની ભજના, જેને ચારિત્રાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમા હોય. એ રીતે વીર્યાત્મા સાથે એ પ્રમાણે જ કહેવું.
ભગવન્‌! જેને કષાયાત્મા છે, તેને યોગાત્માની પૃચ્છા. ગૌતમ! જેને કષાયાત્મા છે, તેને યોગાત્મા નિયમા છે, જેને યોગાત્મા છે તેને કષાયાત્મા કદાચ હોય અને કદાચ ન હોય.
એ પ્રમાણે ઉપયોગાત્મા સાથે કષાયાત્માને જાણવો. - કષાયાત્મા અને જ્ઞાનાત્માનો પરસ્પર સંબંધ ભજનાએ કહેવો. જેમ કષાયાત્મા અને ઉપયોગાત્માનો સંબંધ કહ્યો, તે રીતે કષાયાત્મા અને દર્શનાત્માનો સંબંધ કહેવો. કષાયાત્મા અને ચારિત્રાત્મા બંને પરસ્પર ભજનાએ કહેવા. જેમ કષાયાત્મા અને યોગાત્માનો સંબંધ કહ્યો. તેમ કષાયાત્મા અને વીર્યાત્માનો સંબંધ કહેવો.
એ પ્રમાણે જેમ કષાયાત્માની વક્તવ્યતા કહી તેમ ઉપરના સાથે તેનો સંબંધ કહેવો.
જે પ્રમાણે દ્રવ્યાત્માની વક્તવ્યતા કહી, તે પ્રમાણે ઉપયોગાત્માની વક્તવ્યતા પણ આગળના ચાર આત્મા સાથે કહેવી.
જેને જ્ઞાનાત્મા હોય, તેને દર્શનાત્મા નિયમા હોય છે, જેને દર્શનાત્મા હોય તેને જ્ઞાનાત્માની ભજના છે. - જેને જ્ઞાનાત્મા છે, તેને ચારિત્રાત્મા કદાચ હોય, કદાચ ન હોય. પણ જેને ચારિત્રાત્મા હોય તેને જ્ઞાનાત્મા નિયમા હોય છે. - જ્ઞાનાત્મા, વીર્યાત્મા બંને પરસ્પર ભજનાથી હોય છે.
જેને દર્શનાત્મા છે, તેને ઉપરના બંને ભજનાએ હોય. પણ જેને તે બંને હોય તેને દર્શનાત્મા નિયમથી હોય.
જેને ચારિત્રાત્મા છે, તેને વીર્યાત્મા નિયમથી હોય, જેને વીર્યાત્મા હોય, તેને ચારિત્રાત્મા કદાચ હોય, કદાચ ન હોય.
ભગવન્‌! આ દ્રવ્યાત્મા, કષાયાત્મા યાવત્‌ વીર્યાત્મામાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા ચારિત્રાત્મા છે, જ્ઞાનાત્મા તેનાથી અનંતગુણા છે, કષાયાત્મા અનંતગુણ, યોગાત્મા વિશેષાધિક છે, વીર્યાત્મા પણ વિશેષાધિક છે. ઉપયોગ-દ્રવ્ય-દર્શનાત્મા ત્રણે તુલ્ય છે અને વિશેષાધિક છે.
[૫૬૧] ભગવન્‌! આત્મા જ્ઞાનરૂપ છે કે અજ્ઞાનરૂપ છે? ગૌતમ! આત્મા કદાચિત્‌ જ્ઞાનરૂપ, કદાચિત્‌ અજ્ઞાનરૂપ છે, જ્ઞાન તો નિયમથી આત્મરૂપ જ છે.
ભગવન્‌! નૈરયિકોની આત્મા જ્ઞાનરૂપ છે કે અજ્ઞાનરૂપ? ગૌતમ! નૈરયિકોની આત્મા કથંચિત્‌ જ્ઞાનરૂપ, કથંચિત્‌ અજ્ઞાનરૂપ છે. પણ તેમનું જ્ઞાન નિયમથી આત્મરૂપ છે. એ પ્રમાણે સ્તનીતકુમાર પર્યન્ત જાણવું.
પૃથ્વીકાયિકનો આત્મા નિયમથી અજ્ઞાનરૂપ છે, અજ્ઞાન પણ નિયમા જ્ઞાનરૂપ છે. એ પ્રમાણે વનસ્પતિ-કાયિક સુધી જાણવું.
બે-ત્રણ ઈન્દ્રિયથી વૈમાનિક સુધી નૈરયિકવત્‌ કહેવું.
ભગવન્‌! આત્મા દર્શનરૂપ છે કે દર્શનથી ભિન્ન છે? ગૌતમ! આત્મા નિયમા દર્શનરૂપ છે, દર્શન પણ નિયમા આત્મરૂપ છે.
ભગવન્‌! નૈરયિકોની આત્મા દર્શનરૂપ છે કે દર્શનથી ભિન્ન છે? ગૌતમ! નૈરયિક જીવોની આત્મા નિયમથી દર્શનરૂપ છે, તેમનું દર્શન પણ નિયમા આત્મરૂપ છે.
- આ પ્રમાણે યાવત્‌ વૈમાનિક સુધી ચોવીશે દંડકમાં જાણવું.

Linked texts (1)