Pramāṇa · Search · About · API

Viyahapannatti 833

Viyāhapannatti: ṭīkānusārī vivecana 833

Language
Gujarati

833

વિવેચન :–૫૬૦, ૫૬૧
આય-અતતિ - જુદા જુદા સ્વ-પર પર્યાયોમાં સતત જાય છે તેને આત્મા કહે છે અથવા અત્‌ ધાતુ ગમનાર્થત્વથી જ્ઞાનાર્થત્વથી સંતત જાય છે. આ આત્મા ઉપયોગલક્ષણત્વથી છે. આ ઉપયોગ લક્ષણપણાથી સામાન્યથી એકવિધત્વથી ઉપાધિ ભેદથી આઠ ભેદ છે.
તેમાં દ્રવ્યાત્મા - દ્રવ્ય એટલે ત્રિકાલાનુગામી ઉપસર્જની કૃત કષાયાદિ પર્યાય, તે રૂપ આત્મા તે દ્રવ્યાત્મા બધાં જીવોનો છે.
કસાયાત્મા - ક્રોધાદિ કષાય વિશિષ્ટ આત્મા, અનુપશાંત કષાયોનું અક્ષીણપણું છે. - - યોગાત્મા - મન વગેરે વ્યાપારથી પ્રધાન આત્મા, યોગવાળાને જ યોગાત્મા કહે છે - - ઉપયોગાત્મા - ઉપયોગ સાકાર અને અનાકાર બે ભેદથી છે, તત્પ્રધાન આત્મા, તે સિદ્ધ, સંસારી સ્વરૂપ સર્વે જીવોને હોય છે અથવા વિવક્ષિત વસ્તુના ઉપયોગની અપેક્ષાએ ઉપયોગાત્મા કહેવાય છે.
જ્ઞાનાત્મા - જ્ઞાન વિશેષિત ઉપસર્જની કૃત્‌ દર્શનાદિ આત્મા સમ્યગ્‌દૃષ્ટિને જ્ઞાનાત્મા છે. એ પ્રમાણે દર્શનાત્માદિ પણ કહેવા. વિશેષ એ કે - સર્વ જીવોને દર્શનાત્મા હોય છે. વિરતોને ચારિત્રાત્મા હોય છે. વીર્ય-ઉત્થાનાદિ, સર્વે સંસારીને આ આત્મા હોય છે. કહ્યું છે - જીવોને દ્રવ્યાત્મા જાણવો. સકષાયીનો કષાયાત્મા છે. સયોગીને યોગાત્મા છે. સર્વે જીવોને ઉપયોગાત્મા છે. સમ્યગ્‌ દૃષ્ટિનું દર્શન જ્ઞાન છે, તે સર્વે જીવોનો હોય છે. ચારિત્ર વિરતોને અને વીર્ય સર્વે સંસારીઓને હોય છે - આ રીતે આઠ પ્રકારે આત્માને પ્રરૂપ્યો.
હવે આત્માના ભેદના અન્ય આત્મ ભેદાંતર થાય છે કે નથી થતાં તેને દર્શાવવા માટે કહે છે – અહીં આઠ પદો સ્થાપીએ છીએ.
તેમાં પ્રથમ પદને બાકીના સાત સાથે વિચારીએ છીએ – તેમાં જે જીવને દ્રવ્યાત્મત્વ અર્થાત્‌ જીવત્વ છે. તેને કષાયાત્મા સકષાયા-વસ્થામાં કદાચ હોય છે, ક્ષીણ ઉપશાંત કષાયાવસ્થામાં કદાચિત્‌ હોતો નથી. વળી જેને કષાયાત્મા હોય છે, તેને દ્રવ્યાત્મત્વ અર્થાત્‌ જીવત્વ નિયમથી હોય છે. જીવત્વ વિના કષાયોનો અભાવ છે.
જેને દ્રવ્યાત્મા છે, તેને યોગાત્મા હોય છે, યોગવાન્‌ની જેમ, આ જ પૂર્વસૂત્ર ઉપમાનથી દર્શાવે છે - ‘એ પ્રમાણે જેમ દ્રવ્યાત્મા.’ તથા જે જીવને દ્રવ્યાત્મા છે, તેને નિયમથી ઉપયોગાત્મા છે, જેને ઉપયોગાત્મા છે, તેને નિયમથી દ્રવ્યાત્મા છે. - જે જીવને દ્રવ્યાત્મા છે, તેને જ્ઞાનાત્મા કદાચ હોય, જેમકે સમ્યગ્‌દૃષ્ટિઓને. કોઈકને હોય, જેમકે મિથ્યાદૃષ્ટિઓને, તેથી અહીં ભજના એમ કહ્યું છે. જેમને જ્ઞાનાત્મા છે તેને દ્રવ્યાત્મા નિયમથી હોય છે, જેમકે સિદ્ધોને.
જેમને દ્રવ્યાત્મા, તેમને દર્શનાત્મા નિયમથી હોય છે. જેમ સિદ્ધોનું કેવલદર્શન. જેને દર્શનાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમા છે જેમ - ચતુર્દર્શનાદિ દર્શનવાળાને જીવત્વ છે. તથા જેને દ્રવ્યાત્મા છે. તેને ચારિત્રાત્મા ભજનાએ છે, કેમકે સિદ્ધને કે અવિરતને દ્રવ્યાત્મત્વ હોવા છતાં ચારિત્રાત્મા હોતી નથી, વિરતોને હોય છે. તેથી ભજના કહી.
જેને ચારિત્રાત્મા છે તેને દ્રવ્યાત્મા નિયમા છે, કેમકે ચારિત્રવાન્‌ને જીવત્વ અવ્યભિચારિત્વ છે. એ રીતે વીર્યાત્મા સાથે પણ છે જેમ દ્રવ્યાત્માની ચારિત્રાત્મા સાથે ભજના કહી, નિયમથી વીર્યાત્મના સાથે પણ છે. તેથી કહે છે – જેને દ્રવ્યાત્મા છે, તેને વીર્યાત્મા નથી, જેમ સકરણ વીર્ય અપેક્ષાથી સિદ્ધને, તેનાથી અન્યને હોય છે, તેથી ભજના કહી. વીર્યાત્મનને દ્રવ્યાત્મા હોય જ છે, જેમકે સંસારીને.
હવે કષાયાત્મા સાથે બીજા છ પદોને વિચારે છે - જેને કષાયાત્મા છે, તેને યોગાત્મા હોય જ છે, કેમકે સકષાયી અયોગી નથી જ હોતા. જેને યોગાત્મા છે, તેને કષાયાત્મા હોય કે ન હોય. કેમકે સયોગી સકષાયવાળા અને અકષાયવાળા બંને હોય છે, એવો ભાવ છે.
જેને કષાયાત્મા છે, તેને ઉપયોગાત્મા અવશ્ય હોય છે, કેમકે ઉપયોગરહિતને કષાયોનો અભાવ હોય છે. વળી જેને ઉપયોગાત્મા છે, તેને કષાયાત્મા ભજનાએ હોય છે, કેમકે ઉપયોગાત્મા હોવા છતાં કષાયીને જ કષાયાત્મા હોય છે, નિષ્કષાયીને તે હોતો નથી, માટે ભજના કહી.
કષાયાત્મા અને જ્ઞાનાત્મા પરસ્પર બંને ભજનાએ હોય છે. કઈ રીતે? જેને કષાયાત્મા છે, તેને જ્ઞાનાત્મા કદાચ હોય, કદાચ ન હોય, કેમકે કષાયી સમ્યગ્‌દૃષ્ટિને જ્ઞાનાત્મા હોય છે, મિથ્યાદૃષ્ટિને તે નથી હોતો માટે ભજના કહી છે. તથા જેને જ્ઞાનાત્મા છે, તેને કષાયાત્મા હોય કે ન પણ હોય. જ્ઞાનીને કષાયભાવથી, તેના અભાવથી ભજના છે.
જેમ કષાયાત્મા અને ઉપયોગાત્મા કહ્યો, તેમ કષાયાત્મા અને દર્શનાત્મા કહેવો એ અતિદેશ છે. તેથી આમ થાય છે - જેને કષાયાત્મા તેને દર્શનાત્મા નિયમા હોય છે. કેમકે દર્શનરહિત ઘટાદિને કષાયાત્માનો અભાવ હોય છે. વળી જેને દર્શનાત્મા છે, તેને કષાયાત્મા કદાચ હોય કદાચ ન હોય. કેમકે દર્શનવાન્‌ને કષાયનો સદ્ભાવ કે અભાવ હોય છે.
કષાયાત્મા અને ચારિત્રાત્મા બંને પરસ્પર ભજનાએ છે. તે આ રીતે - જેને કષાયાત્મા છે, તેને ચારિત્રાત્મા હોય કે ન હોય. કઈ રીતે? કષાવાળાને ચારિત્રના સદ્ભાવથી પ્રમત્ત યતીની માફક. તેના અભાવે અસંયતોની માફક છે તથા જેને ચારિત્રાત્મા છે, તેને કષાયાત્મા હોય કે ન હોય. કઈ રીતે? સામાયિકાદિ ચારિત્રીને કષાય હોય છે, યથાખ્યાત ચારિત્રીને કષાયનો અભાવ હોય છે.
જેમ કષાયાત્મા અને યોગાત્મા છે, તેમ કષાયાત્મા અને વીર્યાત્મા કહેવો. - X - જેને કષાયાત્મા, તેને વીર્યાત્મા નિયમા છે, કષાયવાળો વીર્યરહિત છે. વળી જેને વીર્યાત્મા છે, તેને કષાયાત્મા ભજનાએ છે. કેમકે વીર્યવાન્‌ સકષાયી પણ હોય, જેમકે-સંયત. તે અકષાયી પણ હોય, જેમકે કેવલી.
હવે યોગાત્માની સાથે આગળના પાંચ પદોની વિચારણા કરે છે - તેમાં લાઘવાર્થે અતિદેશ કર્યો છે - જેમ કષાયાત્માની વક્તવ્યતા કહી તેમ યોગાત્માને ઉપરના પદો સાથે કહેવો - તે આ રીતે - જેને યોગાત્મા છે, તેને ઉપયોગાત્મા નિયમથી છે, જેમ સયોગીને, વળી જેને ઉપયોગાત્મા છે, તેને યોગાત્મા હોય છે જેમકે - સયોગીને કદાચ ન હોય, જેમકે અયોગીને અને સિદ્ધોને. તથા જેને યોગાત્મા છે, તેને જ્ઞાનાત્મા કદાચ હોય, સમ્યગ્‌ દૃષ્ટિની જેમ. કદાચ ન હોય - મિથ્યાદૃષ્ટિની જેમ.
જેને જ્ઞાનાત્મા છે, તેને યોગાત્મા કદાચ હોય, સયોગીની જેમ. કદાચ ન હોય, અયોગીની જેમ. તથા જેને યોગાત્મા છે, તેને દર્શનાત્મા હોય જ છે. યોગીની જેમ. જેને દર્શનાત્મા છે, તેને યોગાત્મા કદાચ હોય, યોગવાળાની જેમ. કદાચ ન હોય, અયોગીની જેમ. તથા જેને યોગાત્મા છે, તેને ચારિત્રાત્મા હોય છે, વિરતોની જેમ. કદાચ ન હોય, અવિરતિ માફક. જેને ચારિત્રાત્મા છે, તેને યોગાત્મા કદાચ હોય, સયોગીચારિત્રી માફક, કદાચ ન હોય, અયોગીની જેમ. વાચનાંતરમાં આમ દેખાય છે –
જેને ચારિત્રાત્મા છે, તેને યોગાત્મા નિયમા છે. તેમાં ચારિત્રના પ્રત્યુ-પેક્ષણાદિ વ્યાપાર રૂપના વિવક્ષિતત્વથી અને યોગ અવિનાભાવિત્વથી. જેને ચારિત્રાત્મા તેને યોગાત્મા નિયમથી હોય છે, જેને યોગાત્મા તેને વીર્યાત્મા હોય જ, કેમકે યોગના સદ્ભાવમાં વીર્યનો અવશ્ય ભાવ છે. જેને વીર્યાત્મા તેને યોગાત્મા ભજનાએ હોય કેમકે વીર્યવિશેષવાન્‌ સયોગી પણ હોય. જેમ સયોગી કેવલી આદિ, અયોગી પણ હોય, જેમ-અયોગી કેવલી.
હવે ઉપયોગાત્મા સાથે આગળના ચાર વિચારે છે - તેમાં અતિદેશ કરતા કહે છે - જેને ઉપયોગાત્મા છે, તેને જ્ઞાનાત્મા કદાચ હોય, જેમ સમ્યગ્‌દૃષ્ટિ, કદાચ ન હોય, જેમ-મિથ્યાદૃષ્ટિ. જેને જ્ઞાનાત્મા છે તેને અવશ્ય ઉપયોગાત્મા હોય, સિદ્ધોની માફક. જેને ઉપયોગાત્મા છે. તેને દર્શનાત્મા અવશ્ય હોય, જેને દર્શનાત્મા છે, તેને ઉપયોગાત્મા હોય જ. જેમ - સિદ્ધાદિ. જેને ઉપયોગાત્મા છે, તેને ચારિત્રાત્મા કદાચ હોય, કદાચ ન હોય. જેમ સંયતોને અને અસંયતોને. જેને ચારિત્રાત્મા છે, તેને ઉપયોગાત્મા હોય જ. જેમ સંયતોને. જેને ઉપયોગાત્મા છે, તેને વીર્યાત્મા કદાચ હોય, સંસારીની જેમ, કદાચ ન હોય, સિદ્ધોની જેમ. જેને વીર્યાત્મા હોય, તેને ઉપયોગાત્મા હોય જ, સંસારીની માફક.
હવે જ્ઞાનાત્મા સાથે આગળના ત્રણનો સંબંધ વિચારે છે - જેને જ્ઞાનાત્મા છે, તેને દર્શનાત્મા હોય જ, સમ્યગ્‌દૃષ્ટિની જેમ. જેને દર્શનાત્મા છે, તેને જ્ઞાનાત્મા કદાચ હોય, સમ્યગ્‌દૃષ્ટિની જેમ. કદાચ ન હોય - મિથ્યાદૃષ્ટિની જેમ. તેથી ભજનાએ એમ કહ્યું છે. જેને જ્ઞાનાત્મા છે, તેને ચારિત્રાત્મા કદાચ હોય, સંયતની જેમ. કદાચ ન હોય, અસંયતની જેમ. વળી જેને ચારિત્રાત્મા છે, તેને જ્ઞાનાત્મા છે, તેને વીર્યાત્મા કદાચ હોય કેવલી આદિની જેમ. કદાચ ન હોય, સિદ્ધોની જેમ. જેને વીર્યાત્મા છે તેને જ્ઞાનાત્મા કદાચ હોય, સમ્યગ્‌દૃષ્ટિની જેમ. કદાચ ન હોય, મિથ્યાદૃષ્ટિવત્‌.
હવે દર્શનાત્મા સાથે બે આત્માનો સંબંધ વિચારીએ - જેને દર્શનાત્મા છે, તેને ચારિત્રાત્મા કદાચ હોય, સંયતો માફક. કદાચ ન હોય, અસંયતોની જેમ. જેને ચારિત્રાત્મા છે, તેને દર્શનાત્મા હોય જ, સાધુની જેમ. જેને દર્શનાત્મા છે, તેને વીર્યાત્મા કદાચ હોય, સંસારીની માફક. કદાચ ન હોય, સિદ્ધોની માફક. જેને વીર્યાત્મા છે. તેને દર્શનાત્મા હોય જ.
હવે છેલ્લા બે પદની યોજના - જેને ચારિત્રાત્મા છે, તેને વીર્યાત્મા હોય જ. કેમકે વીર્ય વિના ચારિત્રનો અભાવ છે. વળી જેને વીર્યાત્મા છે, તેને ચારિત્રાત્મા કદાચ હોય, સાધુની જેમ. કદાચ ન હોય. - X -
હવે આ બધાંનું અલ્પબહુત્વ કહે છે - ચારિત્રી સંખ્યાતા હોવાથી તે સૌથી થોડાં છે, જ્ઞાનાત્મા અનંતગુણા છે, કેમકે સિદ્ધાદિ અને સમ્યગ્‌દૃષ્ટિ ચારિત્રીથી અનંતગુણ છે. કષાયાત્મા અનંતગુણા છે, કેમકે સિદ્ધોથી કષાય ઉદયવાળા અનંતગણા છે. યોગાત્મા વિશેષાધિક છે, કષાય ચાલ્યા ગયા પછી યોગવાળા અધિક હોય છે. વીર્યાત્મા વિશેષાધિક છે, અયોગી વડે અધિક હોવાથી, અયોગીના વીર્યત્વથી આમ કહ્યું. ઉપયોગ-દ્રવ્ય-દર્શનાત્મા ત્રણે તુલ્ય, વિશેષાધિક છે. પરસ્પર અપેક્ષાએ તુલ્ય છે, બધાં સામાન્ય જીવ રૂપત્વથી કહ્યું. વીર્યાત્માથી ઉપયોગ-દ્રવ્ય-દર્શનાત્મા વિશેષાધિક છે, કેમકે વીર્યાત્મા અને સિદ્ધોના મળવાથી ઉપયોગાદિ આત્મા થાય છે. તે વીર્યાત્મ અને સિદ્ધ રાશિથી અધિક હોય છે.
[અહીં ઉક્ત અર્થને જ જણાવતી ત્રણ ગાથા છે, જે અમે નોંધી નથી.]
હવે આત્માનું જ સ્વરૂપ નિરૂપવા કહે છે – આત્મા જ જ્ઞાન છે. આ આત્મા અને આ જ્ઞાન એવો ભેદ નથી. હવે આત્માથી અન્ય જ્ઞાન છે એવો પ્રશ્ન છે, ઉત્તર આ છે - આત્મા કદાચ જ્ઞાન છે, સમ્યક્‌ત્વ હોય ત્યારે મત્યાદિજ્ઞાન સ્વભાવત્વથી, કદાચ અજ્ઞાન છે, મિથ્યાત્વથી તેના મતિ અજ્ઞાનાદિ સ્વભાવથી. જ્ઞાન નિયમથી આત્મા છે, જ્ઞાનના આત્મ ધર્મત્વને લીધે. કેમકે સર્વથા ધર્મ અને ધર્મીનો ભેદ ન થાય. સર્વથા ભેદ કરતાં વિપ્રકૃષ્ટગુણીને ગુણ માત્ર ઉપલબ્ધિમાં પ્રતિનિયત ગુણવિષયે સંશય ન થાય, તેનાથી અન્યમાં પણ તેના ભેદ વિશેષથી કહ્યું. - X - X - સર્વથા ભેદમાં સંશયની ઉત્પત્તિ જ ન થાય. ગુણના ગ્રહણથી ગુણવાન્‌નું પણ ગ્રહણ કરવાથી, કથંચિત્‌ ભેદ પક્ષને આશ્રીને વળી જ્ઞાન નિયમથી આત્મા એમ કહેલ છે. અહીં આત્મા જ્ઞાનને વ્યભિચરતું નથી. જ્ઞાન આત્માને વ્યભિચરતું નથી. ખદિર વનસ્પતિવત્‌.
આ અર્થે જ દંડક નિરૂપવા કહે છે – આત્મા આદિ. નારકોનો આત્મા જ્ઞાન છે કે અજ્ઞાન? ઉત્તર છે - નારકોનો આત્મા કદાચ જ્ઞાન છે, સમ્યગ્‌દર્શનના ભાવથી. કદાચ જ્ઞાન છે, મિથ્યાદર્શનના ભાવથી. જ્ઞાન જ તે નારક સંબંધી આત્મા છે, તેનાથી વ્યતિરિક્ત નથી.
પૃથ્વીકાયિકનો આત્મા અજ્ઞાન છે કે તેનાથી ભિન્ન છે? ઉત્તર છે - તેના આત્મા અજ્ઞાનરૂપ છે, તેનાથી અન્ય નથી.
આ પ્રમાણે દર્શન સૂત્ર પણ છે. વિશેષ એ કે – સમ્યગ્‌દૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિના દર્શનના અવિશિષ્ટત્વથી આત્મા દર્શન છે, દર્શન પણ આત્મા છે, એમ કહેવું. જેમ ધર્મમાં વિપરીતતા નથી, - X - તેમ અહીં દર્શનમાં જ્યાં વિપર્યય છે, તેમાં વ્યભિચાર નિયમથી છે, જેમ જ્ઞાનમાં આત્મા જ્ઞાનરૂપ અને અજ્ઞાનરૂપ છે. એ વ્યભિચાર છે. પણ જ્ઞાન એ નિયમથી આત્મા છે.

Linked texts (1)