Pramāṇa · Search · About · API

Viyahapannatti 850

Viyāhapannatti: ṭīkānusārī vivecana 850

Language
Gujarati

850

‘ભગવતી’ સૂત્ર-૫૭૦ થી ૫૭૪ :– [૧૩/૪/૫૭૦ થી ૫૭૪]
[૫૭૦] ભગવન્‌! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક કેવો પૃથ્વીસ્પર્શ અનુભવતા વિચરે છે? ગૌતમ! અનિષ્ટ યાવત્‌ અમણામ. એ રીતે યાવત્‌ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક, એ રીતે અપ્‌કાયનો સ્પર્શ, એ પ્રમાણે યાવત્‌ વનસ્પતિના સ્પર્શ પર્યન્ત જાણવું.
[૫૭૧] ભગવન્‌! રત્નપ્રભા પૃથ્વી, બીજી શર્કરાપ્રભા પૃથ્વીની અપેક્ષાએ બાહલ્યથી સૌથી મોટી, ચોતરફથી સૌથી નાની છે? હા, ગૌતમ! એ પ્રમાણે જેમ જીવાભિગમના બીજા નૈરયિક ઉદ્દેશક મુજબ કહેવું.
[૫૭૨] ભગવન્‌! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોના પરિપાર્શ્વમાં જે પૃથ્વીકાયિકો૦ નૈરયિક ઉદ્દેશક-વત્‌ સાતમી સુધી કહેવું.
[૫૭૩] ભગવન્‌! લોકનો આયામ મધ્ય ક્યાં કહ્યો છે? ગૌતમ! આ રત્નપ્રભાના આકાશખંડના અસંખ્યાત ભાગને અવગાહીને લોકનો આયામ મધ્ય છે.
ભગવન્‌! અધોલોકનો આયામ મધ્ય ક્યાં છે? ગૌતમ! ચોથી પંકપ્રભા પૃથ્વીના અવકાશાંતરના સાધિક અર્ધભાગને ઉલ્લંઘી અધોલોકનો આયામમધ્ય છે.
ભગવન્‌! ઉર્ધ્વલોકનો આયામ મધ્ય ક્યાં છે? ગૌતમ! સનત્કુમાર અને માહેન્દ્રકલ્પની ઉપર અને બ્રહ્મલોક કલ્પની નીચે રિષ્ટ વિમાન પ્રસ્તટમાં ઉર્ધ્વલોકનો આયામ મધ્ય છે.
ભગવન્‌! તિર્છાલોકનો આયામ મધ્ય ક્યાં છે? ગૌતમ! જંબૂદ્વીપમાં મેરુ પર્વતના બહુ મધ્ય દેશ ભાગમાં આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના અને નીચેના ક્ષુદ્ર પ્રતરમાં તિર્છાલોકના મધ્ય ભાગરૂપ આઠ રૂચક પ્રદેશ કહ્યા છે. જ્યાંથી આ દશ દિશાઓ નીકળે છે. તે આ - પૂર્વા, પૂર્વદક્ષિણા એ પ્રમાણે દશમાં શતકમાં છે, તેમ કહેવું.
[૫૭૪] ભગવન્‌! ઐન્દ્રી દિશાની આદિ શું છે? ક્યાંથી તે નીકળી છે? તેની આદિમાં કેટલા પ્રદેશ છે? ઉત્તરમાં કેટલા પ્રદેશ છે? કેટલા પ્રદેશવાળી છે? ક્યાં પર્યવસાન પામે છે? સંસ્થાન ક્યું છે? ગૌતમ! ઐન્દ્રી દિશાની આદિમાં રૂચક છે, રૂચકથી નીકળે છે, દ્વિપ્રદેશ આદિ, દ્વિપ્રદેશ ઉત્તર છે. લોકને આશ્રીને અસંખ્યપ્રદેશી, અલોકને આશ્રીને અનંતપ્રદેશી છે. તે લોકને આશ્રીને સાદિ-સાંત છે, અલોકને આશ્રીને સાદિ-અનંત છે. લોકને આશ્રીને મુરજસંસ્થિત છે, અલોકને આશ્રીને ઉર્ધ્વશકટાકાર સંસ્થિત છે.
ભગવન્‌! આગ્નેયી દિશાની આદિ શું છે? ઉદ્ભવ શું છે? તેની આદિમાં કેટલા પ્રદેશ છે? કેટલા પ્રદેશ વિસ્તીર્ણ છે? કેટલા પ્રદેશવાળી, તેનો અંત ક્યાં છે? તેનું સંસ્થાન કેવું છે? ગૌતમ! આગ્નેયી દિશાની આદિમાં રુચક છે, રુચકપ્રભવ છે, એક પ્રદેશાદિ છે, એક પ્રદેશ વિસ્તૃત છે, અનુત્તર છે. લોકને આશ્રીને અસંખ્યપ્રદેશી, અલોકને આશ્રીને અનંતપ્રદેશી છે. લોકને આશ્રીને આદિ સાંત, અલોકને આશ્રીને સાદિ-અનંત છે. ટુટેલી મુક્તાવલિ આકારે છે.
યામ્યા દિશા ઐન્દ્રી માફક છે. નૈર્ઋતી, આગ્નેયીવત્‌ છે. એ પ્રમાણે દિશા, ઐન્દ્રી માફક અને વિદિશા, આગ્નેયી માફક જાણવી. ભગવન્‌! વિમલાદિશા વિશે પ્રશ્ન. ગૌતમ! વિમલાદિશાની આદિ ઋચક છે, તે રૂચકમાંથી નીકળે છે, આદિમાં ચાર પ્રદેશ છે, દ્વિપ્રદેશ વિસ્તીર્ણ છે, અનુત્તર છે. લોકને આશ્રીને૦ આદિ આગ્નેયી મુજબ જાણવું. વિશેષ એ કે તે રૂચકાકાર છે એ રીતે ‘તમા’ પણ જાણવી.

Linked texts (1)