Pramāṇa · Search · About · API

Viyahapannatti 851

Viyāhapannatti: ṭīkānusārī vivecana 851

Language
Gujarati

851

વિવેચન :–૫૭૦ થી ૫૭૪
સ્પર્શ દ્વારમાં યાવત્‌ વનસ્પતિ કહીને તેઉ-વાયુકાયના સ્પર્શ સૂત્ર સૂચવેલ છે. કોઈ કહે છે – સાતે પૃથ્વીમાં તેઉકાય વર્જીને પૃથ્વી-કાયિકાદિ સ્પર્શ નારકોને યુક્ત છે, કેમકે બાદર તેઉકાય તો સમયક્ષેત્રમાં હોય છે, સૂક્ષ્મ તેઉકાયનો ત્યાં સદ્ભાવ હોવા છતાં સ્પર્શનેન્દ્રિયનો અવિષય છે. અહીં કહે છે કે – અહીં તેઉકાય, તે પરમાધામી વિકુર્વીત બળતી એવી વસ્તુ જેવો સ્પર્શરૂપ તેઉકાય સ્પર્શ લેવાનો છે, સાક્ષાત્‌ તેઉકાય નહીં, અથવા ભવાંતરમાં અનુભૂત તેઉકાયિક પર્યાય પૃથ્વીકાયાદિ જીવ સ્પર્શ અપેક્ષાએ આ કહેવું.
પ્રણિધિ દ્વાર - પ્રણિધાય આશ્રીને, સૌથી મોટી ૧,૮૦,૦૦૦ પ્રમાણ રત્નપ્રભાનું બાહલ્ય છે, શર્કરાપ્રભાનું ૧,૩૨,૦૦૦ યોજન છે. સર્વથા લઘુ, પૂર્વાપર-દક્ષિણોત્તર વિભાગમાં લંબાઈ-પહોળાઈથી રત્નપ્રભાથી એક રાજ પ્રમાણ, તેથી મહત્તર શર્કરાપ્રભા છે. એ રીતે જીવાભિગમ મુજબ ઈત્યાદિ. આના વડે સૂચવે છે - હા, ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વી, બીજી પૃથ્વીને આશ્રીને યાવત્‌ સર્વાંતમાં સૌથી નાની છે. બીજી પૃથ્વી, ત્રીજી પૃથ્વીની પ્રણિધિથી સર્વ લઘુ છે. આ આલાવા વડે સાતમી સુધી કહેવું.
નિરયાંત દ્વાર - નરકાવાસની પડખેથી૦ જેમ જીવાભિગમનો નૈરયિક ઉદ્દેશક છે, તેમાં આ રીતે સૂત્ર છે – અપ્‌, તેઉ, વાયુ, વનસ્પતિ-કાયિક જીવો મહાકર્મવાળા યાવત્‌ મહાવેદનાવાળા છે? હા, ગૌતમ! છે.
લોકમધ્યદ્વાર - રૂચકની નીચે ૯૦૦ યોજન જતાં, લોકાંત પર્યન્ત અધોલોક છે, તે સાતિરેક સાત રાજ પ્રમાણ છે, તેનો મધ્યભાગ, ચોથી-પાંચમી પૃથ્વીનો જે અવકાશાંતર છે, તેનો સાતિરેક અર્ધ અતિબાહ્ય થાય છે. તથા રૂચકની ઉપર ૯૦૦ યોજન ઓળંગીને ઉર્ધ્વલોક કહે છે, તે લોકાંત સુધી છે. તે સાત રાજલોકથી કંઈક ન્યૂન છે, તેનો મધ્યભાગ પ્રતિપાદન કરવા સૂત્રકારે ઉપ્પિં સણંકુમાર૦ કહ્યું.
લોકના વજ્રમધ્યત્વથી રત્નપ્રભાના રત્નકાંડમાં બે સર્વક્ષુલ્લક પ્રતરો છે. તેની ઉપરથી ઉર્ધ્વમુખી અને નીચેથી અધોમુખી વૃદ્ધિ થાય છે. તેની ઉપર-નીચે સૌથી લઘુપ્રદેશ બે પ્રતર છે. પ્રજ્ઞાપકને સમજાવવા તિર્છાલોક મધ્યે આઠ પ્રદેશક રૂચક કહ્યા છે તે તિર્છાલોક મધ્યે કહેલ હોવાથી તિર્છાલોકાયામ મધ્ય થાય છે. - X - X -
દિક્‌ વિદિક્‌ પ્રવહ દ્વાર - કિમાદિ એટલે તેની આદિમાં કોણ છે? તે ક્યાંથી ઉદ્ભવે છે? તેની આદિમાં કેટલા પ્રદેશો છે? તેની કેટલા પ્રદેશ વૃદ્ધિ છે? લોકાંતના પરિમંડલ આકારત્વથી મુરજ સંસ્થાનતા થાય, તેથી લોકાંતને આશ્રીને ‘મુરજસંસ્થિત’ કહ્યું. તેની પૂર્વ દિશાને આશ્રીને ચૂર્ણિકારે આ પ્રમાણે કહ્યું છે – પૂર્વોત્તરથી પ્રદેશ હાનીમાં, દક્ષિણપૂર્વે રૂચકદેશમાં, મુરજ નીચેની દિશામાં, અંતે ચતુઃપ્રદેશ, મધ્યમાં તુંડ. અલોકને આશ્રીને શકટોર્ધ્વ સંસ્થિત૦ ઈત્યાદિ - X -

Linked texts (1)