Viyahapannatti 852
Viyāhapannatti: ṭīkānusārī vivecana 852
- Language
- Gujarati
852
‘ભગવતી’ સૂત્ર-૫૭૫ થી ૫૭૭ :– [૧૩/૪/૫૭૫ થી ૫૭૭]
[૫૭૫] ભગવન્ ! આ ‘લોક’ શું કહેવાય છે? ગૌતમ! પંચાસ્તિકાયના સમૂહરૂપ આ લોક કહેવાય છે. તે આ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય યાવત્ પુદ્ગલાસ્તિકાય.
ભગવન્ ! ધર્માસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ છે? ગૌતમ! ધર્માસ્તિકાયથી જીવોનું આગમન, ગમન, ભાષા, ઉન્મેષ, મનોયોગ, વચનયોગ અને કાયયોગ પ્રવૃત્તિ થાય છે. આ અને આવા પ્રકારના બધાં ચલ ભાવ, તે ધર્માસ્તિકાય દ્વારા પ્રવૃત્ત થાય છે. તેનું લક્ષણ ગતિ છે.
અધર્માસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ છે? ગૌતમ! તેના વડે જીવોના સ્થાન, નિષીદન, ત્વગ્વર્તન, મનનું એકત્રી ભાવકરણ, જે આવા પ્રકારના સ્થિર ભાવો, તે બધાં અધર્માસ્તિકાયની પ્રવૃત્તિ છે. અધર્માસ્તિકાયનું લક્ષણ ‘સ્થિતિ’ છે.
ભગવન્! આકાશાસ્તિકાયમાં જીવો અને અજીવોની શું પ્રવૃત્તિ છે? ગૌતમ! આકાશાસ્તિકાય, બંનેના આશ્રયરૂપ છે.
[૫૭૬] એક કે બે પરમાણુથી પૂર્ણમાં સો પરમાણુ પણ સમાઈ શકે છે. ૧૦૦ કરોડ પૂર્ણમાં ૧૦૦૦ કરોડ પરમાણુ પણ સમાઈ શકે.
[૫૭૭] આકાશાસ્તિકાયનું લક્ષણ અવગાહના છે.
ભગવન્! જીવાસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ છે? ગૌતમ! જીવાસ્તિકાય દ્વારા જીવો અનંત આભિનિબોધિકજ્ઞાન પર્યાયો, અનંત શ્રુતજ્ઞાન પર્યાયો, એ રીતે બીજા શતકના અસ્તિકાય ઉદ્દેશક મુજબ યાવત્ તે ઉપયોગને પામે છે. જીવનું લક્ષણ ઉપયોગ છે.
પુદ્ગલાસ્તિકાયની પૃચ્છા. ગૌતમ! પુદ્ગલાસ્તિકાયથી જીવોને ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ (શરીર), શ્રોત્ર-ચક્ષુ-ઘ્રાણ-જીભ-સ્પર્શન ઈન્દ્રિય, મન-વચન-કાયયોગ, શ્વાસોચ્છ્વાસ ગ્રહણની પ્રવૃત્તિ થાય છે. પુદ્ગલાસ્તિકાયનું લક્ષણ ગ્રહણ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit