Viyahapannatti 854
Viyāhapannatti: ṭīkānusārī vivecana 854
- Language
- Gujarati
854
‘ભગવતી’ સૂત્ર-૫૭૮, ૫૭૯ :– [૧૩/૪/૫૭૮, ૫૭૯]
[૫૭૮] ભગવન્! ધર્માસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધર્માસ્તિકાય પ્રદેશો વડે સ્પૃષ્ટ છે? ગૌતમ! જઘન્યપદે ત્રણ, ઉત્કૃષ્ટથી છ વડે.
કેટલા અધર્માસ્તિકાય પ્રદેશથી સ્પૃષ્ટ છે? ગૌતમ! જઘન્યથી ચાર, ઉત્કૃષ્ટથી સાત.
કેટલા આકાશાસ્તિકાય પ્રદેશથી સ્પૃષ્ટ છે? ગૌતમ! સાત
કેટલા જીવાસ્તિકાયપ્રદેશથી સ્પૃષ્ટ છે? અનંતથી.
કેટલા પુદ્ગલાસ્તિકાયથી સ્પૃષ્ટ છે? ગૌતમ! અનંતથી. કેટલા અદ્ધા સમયથી સ્પૃષ્ટ છે? કદાચ સ્પૃષ્ટ હોય, કદાચ ન હોય. જો સ્પૃષ્ટ હોય તો નિયમા અનંતથી સ્પૃષ્ટ હોય.
ભગવન્! એક અધર્માસ્તિકાયપ્રદેશ કેટલાં ધર્માસ્તિકાય પ્રદેશથી સ્પૃષ્ટ છે? ગૌતમ! જઘન્યથી ચાર, ઉત્કૃષ્ટથી સાત વડે. કેટલાં અધર્માસ્તિકાયથી સ્પૃષ્ટ છે? જઘન્યથી ત્રણ, ઉત્કૃષ્ટથી છ વડે. બાકી બધું ધર્મા-સ્તિકાય મુજબ જાણવું.
ભગવન્! એક આકાશાસ્તિકાય પ્રદેશ કેટલાં ધર્માસ્તિકાય પ્રદેશ વડે સ્પૃષ્ટ છે? ગૌતમ! કદાચ સ્પૃષ્ટ હોય, કદાચ સ્પૃષ્ટ ન હોય. જો સ્પૃષ્ટ હોય તો જઘન્યથી એક, બે ત્રણ કે ચાર વડે હોય. ઉત્કૃષ્ટથી સાત વડે હોય. એ રીતે અધર્માસ્તિકાય પ્રદેશમાં પણ જાણવું.
કેટલા આકાશાસ્તિકાય પ્રદેશથી? છ વડે. કેટલા જીવાસ્તિકાય પ્રદેશથી? કદાચ સ્પૃષ્ટ હોય, કદાચ ન હોય. જો સ્પૃષ્ટ હોય તો નિયમા અનંત પ્રદેશથી હોય એ રીતે પુદ્ગલાસતિકાય, અદ્ધાસમયમાં જાણવું.
[૫૭૯] ભગવન્! એક જીવાસ્તિકાય પ્રદેશ કેટલા ધર્માસ્તિકાય પ્રદેશથી સ્પૃષ્ટ છે? જઘન્યથી ચાર, ઉત્કૃષ્ટથી સાત. એ રીતે અધર્માસ્તિકાય પ્રદેશ વડે પણ જાણવું. કેટલા આકાશાસ્તિકાય૦થી? સાત વડે. કેટલાં જીવાસ્તિકાયથી? બાકી બધું ધર્માસ્તિકાય મુજબ છે.
ભગવન્! એક પુદ્ગલાસ્તિકાયપ્રદેશ કેટલાં ધર્માસ્તિકાય પ્રદેશથી સ્પૃષ્ટ છે? એ પ્રમાણે જીવાસ્તિકાય મુજબ જાણવું. ભગવન્! બે પુદ્ગલાસ્તિકાય પ્રદેશો કેટલાં ધર્માસ્તિકાયપ્રદેશોથી સ્પૃષ્ટ છે? જઘન્યથી છ, ઉત્કૃષ્ટથી બાર. એ પ્રમાણે અધર્માસ્તિકાયપ્રદેશમાં જાણવું. કેટલા આકાશાસ્તિકાયથી? બાર. બાકી ધર્માસ્તિકાય મુજબ જાણવું.
ભગવન્! ત્રણ પુદ્ગલાસ્તિકાય પ્રદેશો કેટલાં ધર્માસ્તિકાય વડે સ્પૃષ્ટ છે? જઘન્યથી આઠ, ઉત્કૃષ્ટથી સત્તર. એ રીતે અધર્માસ્તિકાય પ્રદેશમાં જાણવું. કેટલાં આકાશાસ્તિકાયથી? સત્તર. બાકી ધર્માસ્તિકાય મુજબ જાણવું. આ પ્રમાણે આ આલાવા વડે દશ પ્રદેશ સુધી કહેવું. વિશેષ એ કે જઘન્યપદમાં બે અને ઉત્કૃષ્ટપદમાં પાંચ ઉમેરવા.
ચાર પુદ્ગલાસ્તિકાયમાં જઘન્યથી દશ, ઉત્કૃષ્ટથી બાવીશ. પાંચમાં જઘન્યથી બાર, ઉત્કૃષ્ટથી સત્તાવીશ. ‘છ’માં જઘન્યથી-૧૪, ઉત્કૃષ્ટથી-૩૨, ‘સાત’માં જઘન્યથી-૧૬, ઉત્કૃષ્ટથી-૨૭, ‘આઠ’માં જઘન્યે-૧૮, ઉત્કૃષ્ટથી-૪૨, ‘નવ’માં જઘન્યથી-૨૦, ઉત્કૃષ્ટથી-૪૭. ‘દશ’ પુદ્ગલ૦ જઘન્યથી-૨૨, ઉત્કૃષ્ટથી-૫૨ પ્રદેશો વડે સ્પૃષ્ટ થાય છે.
આકાશાસ્તિકાય માટે બધે ઉત્કૃષ્ટ પદ કહેવું.
ભગવન્! સંખ્યાતા પુદ્ગલાસ્તિકાય પ્રદેશો કેટલાં ધર્માસ્તિકાય પ્રદેશો વડે સ્પૃષ્ટ છે? જઘન્ય પદમાં તે સંખ્યાતને બમણાં કરી. તેમાં બે ઉમેરો, ઉત્કૃષ્ટ પદમાં તે સંખ્યાતાને પાંચ ગણાં કરીને તેમાં બે ઉમેરવા. અધર્માસ્તિકાય વડે સ્પર્શના આ પ્રમાણે જ જાણવી. કેટલાં આકાશાસ્તિકાય૦ વડે? તે સંખ્યાતને પાંચગણા કરી, બે ઉમેરો. કેટલાં જીવાસ્તિકાય૦ વડે? અનંતથી. કેટલાં પુદ્ગલાસ્તિકાય વડે? અનંતથી. કેટલાં અદ્ધા સમય વડે? કદાચ સ્પર્શે, કદાચ નહીં. જો સ્પર્શે તો યાવત્ અનંત વડે સ્પર્શે.
ભગવન્! અસંખ્યાત પુદ્ગલાસ્તિકાય પ્રદેશો કેટલા ધર્માસ્તિકાય વડે સ્પૃષ્ટ છે? જઘન્યથી તે અસંખ્યાતને બમણાં કરી, બે ઉમેરો. ઉત્કૃષ્ટથી તે અસંખ્યાતાને પાંચગુણા કરી, બે ઉમેરો. બાકી બધું સંખ્યાતા મુજબ યાવત્ નિયમા અનંત વડે સ્પર્શે.
ભગવન્! અનંતા પુદ્ગલાસ્તિકાય પ્રદેશો કેટલાં ધર્માસ્તિકાય વડે સ્પૃષ્ટ છે? અસંખ્યાતાની માફક ‘અનંતા’ સંપૂર્ણ કહેવા.
ભગવન્! એક અદ્ધાસમય કેટલાં ધર્માસ્તિકાય પ્રદેશોથી સ્પૃષ્ટ છે? સાતથી. કેટલાં અધર્માસ્તિકાયથી? પૂર્વવત્. એ પ્રમાણે આકાશાસ્તિકાય વડે પણ છે. કેટલાં જીવાસ્તિકાયથી? અનંત વડે. એ પ્રમાણે યાવત્ અદ્ધા સમય વડે.
ભગવન્! ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશો વડે સ્પૃષ્ટ છે? એક પણ પ્રદેશથી નહીં. કેટલા અધર્માસ્તિકાયથી? અસંખ્યાત વડે. કેટલાં આકાશાસ્તિકાયથી? અસંખ્યાત વડે-કેટલાં જીવાસ્તિકાયથી? અનંત વડે. કેટલાં પુદ્ગલાસ્તિકાયપ્રદેશથી? અનંત વડે. કેટલાં અદ્ધા સમયથી? કદાચ સ્પૃષ્ટ થાય, કદાચ ન થાય. જો સ્પૃષ્ટ થાય, તો નિયમા અનંત વડે થાય.
ભગવન્! અધર્માસ્તિકાય, કેટલાં ધર્માસ્તિકાય વડે સ્પૃષ્ટ થાય? અસંખ્યાત વડે. કેટલાં અધર્માસ્તિકાયથી? એક પણ નહીં. બાકી બધું ધર્માસ્તિકાય મુજબ જાણવું. આ આલાવા વડે બધાં જ સ્વ સ્થાનમાં એક પણ પ્રદેશથી સ્પૃષ્ટ ન થાય, પરસ્થાનમાં પહેલાંના ત્રણમાં અસંખ્યાત વડે, પછીના અનંત વડે કહેવા યાવત્ અદ્ધા સમય, યાવત્ કેટલાં અદ્ધા સમયથી સ્પૃષ્ટ થાય? એકપણ નહીં.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit