Viyahapannatti 853
Viyāhapannatti: ṭīkānusārī vivecana 853
- Language
- Gujarati
853
વિવેચન :–૫૭૫ થી ૫૭૭
પ્રવર્તન દ્વારમાં - આગમન, ગમન, ભાષા-વ્યક્ત વચન, ઉન્મેષ-અક્ષિ વ્યાપાર વિશેષ, મનોયોગાદિ, સામાન્ય રૂપે છે અને આગમનાદિ તેના વિશેષ રૂપે છે, તેથી ભેદ વડે લીધાં છે - X - આગમન આદિથી બીજા, તેવા પ્રકારના, તેના સદૃશ-ભ્રમણ, ચલનાદિ. ચલસ્વભાવ પર્યાયો સર્વે, તે ધર્માસ્તિકાય હોવાથી પ્રવર્તે છે. કેમકે તે ગતિલક્ષણ છે.
ઠાણનિસીયણ૦ કાયોત્સર્ગ, આસન, શયન, મનના અનેકપણાનું એકત્વ થવું તે એકત્વીભાવ, તેનું જે કરવું તે.
જીવ અને અજીવ દ્રવ્યના ભેદ વડે આશ્રયરૂપ, તે આકાશાસ્તિકાય. તેના હોવાથી જીવાદિનો અવગાહ પ્રવર્તે છે. તેના આશ્રયભાવને દર્શાવતા કહે છે – એક પરમાણુ આદિ વડે, આ આકાશાસ્તિકાય પ્રદેશ ભરાય છે, બે પરમાણુ વડે પણ પૂર્ણ રહે છે. કેમ? પરિણામ ભેદથી. જેમ આકાશ, એક દીવાની પ્રભા વડે પણ પૂરાય અને બીજાની પ્રભા પણ તેમાં સમાય છે, ઔષધિ વિશેષ પ્રાપ્ત પરિણામથી એકત્ર પારદકર્ષમાં સો સુવર્ણકર્ષ પ્રવેશે છે ઈત્યાદિ - X - અવગાહના એટલે આશ્રયભાવ.
જીવાસ્તિકાય વડે, અંતર્ભૂતભાવ પ્રત્યયત્વથી જીવ વડે.
પુદ્ગલાસ્તિકાય - ઔદારિકાદિ શરીરીના શ્રોત્રેન્દ્રિયાદિ અને મનોયોગ સુધીના પ્રાણોનું ગ્રહણ પ્રવર્તે છે - X - X -
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit