Viyahapannatti 855
Viyāhapannatti: ṭīkānusārī vivecana 855
- Language
- Gujarati
855
વિવેચન :–૫૭૮, ૫૭૯
જઘન્ય પદમાં લોકાંત નિષ્કુટરૂપ, જેમાં એક ધર્માસ્તિકાયાદિ પ્રદેશની અતિ સ્તોક અન્ય વડે સ્પર્શના થાય, તે ભૂમિ પાસેનો કોણપ્રદેશ પ્રાયઃ હોય, તેની ઉપર એક અને બે પડખાં વડે એક વિવક્ષિત પ્રદેશ સ્પર્શે, એ રીતે જઘન્યથી ત્રણ. વિવક્ષિત એક ઉપર એક નીચે ચારે દિશામાં, એ રીતે છ વડે પ્રતર મધ્યે સ્પર્શે.
ધર્માસ્તિકાય પ્રદેશ, જઘન્યથી અધર્માસ્તિકાયના ચાર પ્રદેશો વડે સ્પૃષ્ટ થાય. ત્રણ પૂર્વવત્, ચોથો ધર્માસ્તિકાયપ્રદેશ સ્થાનસ્થિત. ઉત્કૃષ્ટથી સાત વડે - છ, દિશાષટ્ક, સાતમો ધર્માસ્તિકાયપ્રદેશમાં.
આકાશપ્રદેશમાં સાત વડે. લોકાંતે પણ અલોકાકાશ પ્રદેશની વિદ્યમાનતાથી. જીવમાં-અનંત જીવના અનંત પ્રદેશો વડે સ્પર્શે. એ પ્રમાણે પુદ્ગલાસ્તિકાય પ્રદેશમાં પણ જાણવું. - - અદ્ધા સમય, તે સમય ક્ષેત્રમાં જ છે, તે પછી નહીં, તેથી કદાચ સ્પર્શે, કદાચ ન સ્પર્શે. અદ્ધા સમયના અનાદિત્વથી અથવા વર્તમાન સમયમાં આલિંગિત અનંત દ્રવ્યોના અનંતા જ સમયો છે, તેથી અનંત વડે સ્પર્શે છે.
અધર્માસ્તિકાય પ્રદેશના બાકીના પ્રદેશોની સ્પર્શના, ધર્માસ્તિકાય પ્રદેશ સ્પર્શનાનુસાર જાણવી.
આકાશાસ્તિકાય પ્રદેશ, લોકને આશ્રીને કદાચ સ્પર્શે. અલોકને આશ્રીને કદાચ ન સ્પર્શે. જો સ્પર્શે તો જઘન્યથી એક ધર્માસ્તિકાય પ્રદેશથી સ્પર્શે. કેમ? એ રીતે લોકાંતવર્તી ધર્માસ્તિકાય પ્રદેશ વડે બાકીના ધર્માસ્તિકાયપ્રદેશોથી નીકળીને એક અગ્રભાગવર્તી લોકાકાશ પ્રદેશ સ્પૃષ્ટ થાય. વક્રગત હોય તો અલોકાકાશની ઉપર-નીચે સ્પૃષ્ટ થાય, ત્રણ ધર્માસ્તિકાય વડે આ રીતે સ્પર્શે - લોકાંતે કોણ ગત આકાશપ્રદેશ, તેનાથી અવગાઢ ઉપર અને નીચે રહેલને. ચારથી સ્પર્શે તો બે દિશા તથા ઉપર-નીચે. પાંચથી સ્પર્શે તો-ત્રણ દિશા અને ઉપર તથા નીચે. છ વડે સ્પર્શે તો ચાર દિશા તથા ઉપર-નીચે અને ત્યાં વર્તતા ધર્માસ્તિકાય પ્રદેશ વડે સ્પર્શતા સાત ધર્માસ્તિકાયપ્રદેશથી સ્પર્શે.
એ પ્રમાણે અધર્માસ્તિકાય પ્રદેશ વડે પણ જાણવું.
આકાશાસ્તિકાયમાં છ પ્રદેશ વડે સ્પર્શે - એક લોકાકાશ કે અલોકાકાશ પ્રદેશના છ દિશામાં રહેલ વડે સ્પર્શના થવાથી, છ.
જીવાસ્તિકાય સૂત્રમાં - જે લોકાકાશપ્રદેશ વિવક્ષિત છે, તેનાથી સ્પૃષ્ટ થાય તો કદાચ સ્પર્શે, જો અલોકાકાશપ્રદેશ વિશેષ હોય, તો કદાચ ન સ્પર્શે. કેમકે જીવોનો ત્યાં અભાવ છે. એ પ્રમાણે પુદ્ગલ અને અદ્ધા પ્રદેશ વડે પણ સ્પર્શના જાણવી.
જીવાસ્તિકાય પ્રદેશમાં - જઘન્યથી લોકાંત કોણ લક્ષણમાં સર્વ અલ્પત્વથી, તેમાં ચાર સ્પર્શક પ્રદેશો વડે. કઈ રીતે? નીચે કે ઉપર એક અથવા બે દિશામાં જ્યાં એક જીવ પ્રદેશ અવગાઢ છે, એ રીતે. એક જીવાસ્તિકાય પ્રદેશ એકત્ર આકાશ પ્રદેશાદિમાં કેવલી સમુદ્ઘાતમાં જ પામે છે. ઉત્કૃષ્ટપદે સાત-પૂર્વવત્. અધર્માસ્તિકાયમાં પૂર્વવત્ કહેવું.
પુદ્ગલાસ્તિકાયની બે પ્રદેશી સ્કંધની સ્પર્શના કહે છે – અહીં ચૂર્ણિકારની વ્યાખ્યા કિંચિત્ ભિન્ન છે - X - વૃત્તિકાર આ પ્રમાણે કહે છે – અર્વાચીન પરમાણુ ધર્માસ્તિકાય પ્રદેશ વડે આગળ રહીને સ્પર્શે, પરભાગવર્તી પાછળ રહીને સ્પર્શે, એ રીતે બે, તથા જે પ્રદેશ મધ્યે પરમાણુ સ્થપાય, તે બંનેના અગ્રતન બે પ્રદેશો વડે તે બંને સ્પર્શે, એક વડે એક, બીજા વડે બીજાને, એમ ચાર, બે અવગાઢત્વથી સ્પર્શે, એ રીતે કુલ છ થાય. ઉત્કૃષ્ટ પદે બારથી સ્પર્શે - બે પરમાણુ વડે બે દ્વિપ્રદેશ અવગાઢત્વથી સ્પર્શે, બે નીચે - બે ઉપર - પૂર્વ અને પશ્ચિમ પડખેથી બે અને દક્ષિણ-ઉત્તર પડખે એક-એક, એ રીતે બાર થાય. એ રીતે અધર્માસ્તિકાય પ્રદેશ વડે પણ જાણવું.
કેટલા આકાશાસ્તિકાય પ્રદેશ વડે? -૧૨- અહીં જઘન્ય પદ નથી. લોકાંતે પણ આકાશપ્રદેશોની વિદ્યમાનતાથી ‘બાર’ કહ્યું.
ભગવન્! બે પુદ્ગલાસ્તિકાય પ્રદેશો કેટલા જીવાસ્તિકાય પ્રદેશ વડે સ્પૃષ્ટ છે? ગૌતમ! અનંત વડે. એ પ્રમાણે પુદ્ગલાસ્તિકાય પ્રદેશ વડે પણ જાણવું. અદ્ધા સમય વડે કદાચ સ્પૃષ્ટ હોય કદાચ સ્પૃષ્ટ ન હોય, જો સ્પૃષ્ટ હોય તો નિયમા અનંત વડે હોય.
આ પ્રમાણે ત્રણ પુદ્ગલાસ્તિકાય પ્રદેશમાં - જઘન્યથી આઠ વડે. - અવગાઢ પ્રદેશ ત્રણ પ્રકારે, ઉપર કે નીચે પણ ત્રણ પ્રકારે, બંને પડખે. એ રીતે આઠ. ઉત્કૃષ્ટ પદે સત્તર વડે સ્પર્શે. - X - X - આકાશાસ્તિકાય એકથી અનંત પ્રદેશ સુધી ઉત્કૃષ્ટ પદથી કહેવું, જઘન્યપદથી નહીં. કેમકે આકાશ સર્વત્ર વિદ્યમાન છે. - X - X - સંખ્યાત - X - X - અસંખ્યાત - X - X - અનંત પ્રદેશીની વૃત્તિ સ્વયં સમજી લેવી. અર્થની ક્લિષ્ટતા વર્ધક હોવાથી અહીં નોંધેલ નથી.
એગે ભંતે અદ્ધાસમએ૦ આદિ. અહીં વર્તમાન સમય વિશિષ્ટ સમય ક્ષેત્ર મધ્યવર્તી પરમાણુ અદ્ધા સમય ગ્રહણ કરવો. અન્યથા તેના ધર્માસ્તિકાયાદિ પ્રદેશો વડે સાતથી સ્પર્શના ન થાય. અહીં જઘન્યપદ નથી, કેમકે મનુષ્યક્ષેત્ર મધ્યવાર્ત્તિત્વ અદ્ધાસમય છે. જઘન્ય પદ લોકાંતે જ સંભવે. તેમાં અદ્ધાસમય વિશિષ્ટ પરમાણુ દ્રવ્ય એકત્ર ધર્માસ્તિકાય પ્રદેશમાં અવગાઢ થઈ બીજી છ દિશામાં સ્પર્શે, માટે સાત કહ્યું. - X - X -
એવં જાવ અદ્ધાસમએહિં૦ અહીં યાવત્ શબ્દથી આમ સૂચવે છે - એક અદ્ધાસમય અનંત પુદ્ગલાસ્તિકાય પ્રદેશો વડે સ્પૃષ્ટ છે. - X - X - ધર્માસ્તિકાયાદિની પ્રદેશથી સ્પર્શના કહી, હવે દ્રવ્યથી –
ધર્માસ્તિકાય, એક પણ ધર્માસ્તિકાય વડે સ્પૃષ્ટ નથી. એમ કહ્યું - કેમકે - સર્વ ધર્માસ્તિકાય દ્રવ્યનો પ્રશ્ન કરતાં, તેનાથી વ્યતિરિક્ત ધર્માસ્તિકાય પ્રદેશનો જ અભાવ થશે. તેથી આ પક્ષ રહેશે જ નહીં. ધર્માસ્તિકાય, અસંખ્ય અધર્માસ્તિકાય પ્રદેશથી સ્પૃષ્ટ છે. કેમકે ધર્માસ્તિકાયના પ્રદેશથી ભિન્ન અધર્માસ્તિકાય સંબંધી. અસં-ખ્યાત પ્રદેશો છે. આકાશાસ્તિકાયના પણ અસંખ્ય પ્રદેશ વડે સ્પૃષ્ટ કહ્યા, કેમકે લોકાકાશ પ્રમાણથી અસંખ્યેય પ્રદેશ સ્વરૂપ છે. જીવ અને પુદ્ગલ પ્રદેશો વડે ધર્માસ્તિકાય અનંત વડે સ્પૃષ્ટ છે, કેમકે તેમાં વ્યાપ્ત ધર્માસ્તિકાયની અવસ્થિતત્વથી તેનું અનંતત્વ છે. અદ્ધા સમય વડે આ સ્પૃષ્ટ કે અસ્પૃષ્ટ છે. સ્પૃષ્ટમાં અનંત વડે કહેવું.
આ પ્રમાણે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમયના સૂત્રો કહેવા. તેમાં માત્ર જે સૂત્ર કહો, તેનું તે સ્વસ્થાન અને અન્ય પરસ્થાન જાણવું. તે-તે પદના સ્વસ્થાનમાં ‘એક પણ પ્રદેશ ન સ્પર્શે’ તેમ કહેવું. પરસ્થાને ધર્માસ્તિકાયાદિ ત્રણ સૂત્રમાં અસંખ્ય વડે સ્પૃષ્ટ કહેવું, કેમકે ત્રણેના અસંખ્યાત પ્રદેશ છે. જીવાદિ સૂત્રમાં અનંત પ્રદેશ વડે સ્પૃષ્ટ કહેવું, કેમકે તેમના અનંત પ્રદેશ છે. - X - આકાશ સૂત્રમાં આટલું વિશેષ જાણવું કે આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાયાદિ પ્રદેશ વડે સ્પૃષ્ટ કે અસ્પૃષ્ટ છે. જો સ્પૃષ્ટ હોય તો અસંખ્યેય ધર્મ-અધર્માસ્તિકાય પ્રદેશો વડે અને જીવ-અસ્તિકાયાદિના અનંત વડે સ્પૃષ્ટ હોય. અદ્ધાસમય સૂત્ર પર્યન્ત જાણવું. - X - ઈત્યાદિ - X -. હવે અગાહ દ્વાર કહે છે–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit