Pramāṇa · Search · About · API

Viyahapannatti 856

Viyāhapannatti: ṭīkānusārī vivecana 856

Language
Gujarati

856

‘ભગવતી’ સૂત્ર-૫૮૦ :– [૧૩/૪/૫૮૦]
ભગવન્‌! જ્યાં ધર્માસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય, ત્યાં ધર્માસ્તિકાયના બીજા કેટલાં પ્રદેશ અવગાઢ હોય? એકપણ નહીં. - - કેટલાં અધર્માસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય? એક. - - કેટલાં આકાશાસ્તિકાય૦? એક. - - કેટલા જીવાસ્તિકાય૦? અનંતા. - - કેટલાં અદ્ધા સમય અવગાઢ હોય? કદાચિત્‌ અવગાઢ હોય, કદાચિત્‌ અવગાઢ ન હોય. જો અવગાઢ હોય, તો અનંતા હોય.
ભગવન્‌! જ્યાં અધર્માસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય, ત્યાં ધર્માસ્તિકાયના કેટલાં પ્રદેશ અવગાઢ હોય? એક. કેટલાં અધર્માસ્તિકાય૦? - એક પણ નહીં. બાકી ધર્માસ્તિકાયવત્‌.
ભગવન્‌! જ્યાં એક આકાશાસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય, ત્યાં કેટલાં ધર્માસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય? કદાચ અવગાઢ હોય, કદાચ ન હોય. જો હોય તો એક હોય. એ પ્રમાણે અધર્માસ્તિકાયના પ્રદેશો પણ જાણવા. - - કેટલાં આકાશાસ્તિકાય૦? એક પણ નહીં. કેટલાં જીવાસ્તિકાય૦? કદાચ અવગાઢ હોય, કદાચ ન હોય. જો અવગાઢ હોય તો અનંતા હોય એ રીતે યાવત્‌ અદ્ધાસમય કહેવું.
ભગવન્‌! જ્યાં એક જીવાસ્તિકાયપ્રદેશ અવગાઢ હોય, ત્યાં કેટલાં ધર્માસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય? એક. - - એ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પ્રદેશો પણ કહેવા. - - કેટલાં જીવાસ્તિકાય૦? અનંતા. - - બાકી ધર્માસ્તિકાય મુજબ કહેવું.
ભગવન્‌! જ્યાં એક પુદ્ગલાસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય, ત્યાં કેટલાં ધર્માસ્તિકાયપ્રદેશ અવગાઢ હોય? જેમ જીવાસ્તિકાયના પ્રદેશમાં કહ્યું, તેમ બધું જ અહીં કહેવું.
ભગવન્‌! જ્યાં બે પુદ્ગલાસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય, ત્યાં કેટલાં ધર્માસ્તિકાય૦? કદાચ એક, કદાચ બે. - - એ રીતે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય કહેવા. બાકી ધર્માસ્તિકાય મુજબ.
ભગવન્‌! જ્યાં ત્રણ પુદ્ગલાસ્તિકાય૦ ત્યાં કેટલા ધર્માસ્તિકાય૦? કદાચ એક, કદાચ બે, કદાચ ત્રણ. એ રીતે અધર્માસ્તિકાય પણ કહેવું, આકાશાસ્તિકાય પણ કહેવું. બાકીનું બે પુદ્ગલવત્‌ છે.
એ પ્રમાણે આદિના ત્રણ અસ્તિકાય સાથે એક-એક પ્રદેશની વૃદ્ધિ કરવી. બાકીનું જેમ બે પુદ્ગલમાં કહ્યું, તેમ દશ સુધી કહેવું અર્થાત્‌ કદાચ એક, કદાચ બે, કદાચ ત્રણ યાવત્‌ કદાચ દશ.
સંખ્યાતમાં કદાચ એક, કદાચ બે, યાવત્‌ કદાચ દશ, કદાચ સંખ્યાત. - અસંખ્યાતમાં કદાચ એક યાવત્‌ કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત. જેમ અસંખ્યા કહ્યા, તેમ અનંત પણ કહેવા.
ભગવન્‌! જ્યાં એક અદ્ધાસમય અવગાઢ હોય, ત્યાં કેટલાં ધર્માસ્તિકાય૦? એક. કેટલાં અધર્માસ્તિકાય૦? એક. કેટલાં આકાશાસ્તિકાય૦? એક. કેટલાં જીવાસ્તિકાય૦? અનંતા. એ પ્રમાણે યાવત્‌ ‘અદ્ધાસમય.’
ભગવન્‌! જ્યાં એક ધર્માસ્તિકાય દ્રવ્ય અવગાઢ હોય, ત્યાં ધર્માસ્તિકાયના કેટલાં પ્રદેશ અવગાઢ હોય? એક પણ નહીં. કેટલા અધર્માસ્તિકાય૦? અસંખ્યાત. કેટલાં આકાશાસ્તિકાય૦? અસંખ્યાતા. કેટલાં જીવા-સ્તિકાય૦? અનંતા. યાવત્‌ અદ્ધાસમય.
ભગવન્‌! જ્યાં અધર્માસ્તિકાય અવગાઢ હોય, ત્યાં કેટલાં ધર્માસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય? અસંખ્યાત. - - કેટલાં અધર્મા-સ્તિકાય૦? એક પણ નહીં. બાકી ધર્માસ્તિકાયવત્‌ જાણવું. આ પ્રમાણે બધાં, સ્વસ્થાનમાં ‘એક પણ નથી’ તેમ કહેવું. પરસ્થાનમાં આદિના ત્રણે અસંખ્યાતા કહેવા. પછીના ત્રણેમાં અનંતા કહેવા. યાવત્‌ અદ્ધાસમય. યાવત્‌ કેટલા અદ્ધાસમય અવગાઢ છે? એક પણ નથી.
ભગવન્‌! જ્યાં એક પૃથ્વીકાયિક અવગાઢ છે, ત્યાં કેટલાં પૃથ્વીકાયિકો અવગાઢ છે? અસંખ્ય - - કેટલાં અપ્‌કાયિકો અવગાઢ છે? અસંખ્યાતા -કેટલાં તેઉકાયિકો અવગાઢ છે? અસંખ્યાતા. કેટલાં વાયુકાયિકો અવગાઢ છે? અસંખ્યાતા. - કેટલાં વનસ્પતિકાયિકો અવગાઢ છે? અનંતા.
ભગવન્‌! જ્યાં એક અપ્‌કાયિક અવગાઢ છે, ત્યાં કેટલાં પૃથ્વીકાયિકો૦? અસંખ્યાતા. કેટલાં અપ્‌કાયિકો? અસંખ્યાતા. એ પ્રમાણે પૃથ્વીકાયિકની વક્તવ્યતા મુજબ બધામાં સંપૂર્ણ કહેવું યાવત્‌ વનસ્પતિકાયિક. યાવત્‌ કેટલાં વનસ્પતિકાયિકો ત્યાં અવગાઢ છે? - અનંતા.

Linked texts (1)