Viyahapannatti 877
Viyāhapannatti: ṭīkānusārī vivecana 877
- Language
- Gujarati
877
‘ભગવતી’ સૂત્ર-૫૯૦, ૫૯૧ :– [૧૩/૭/૫૯૦, ૫૯૧]
[૫૯૦] ભગવન્! મન, આત્મા છે કે અન્ય? ગૌતમ! આત્મા મન નથી અન્ય છે. જેમ ‘ભાષા’માં કહ્યું તેમ ‘મન’ માટે કહેવું યાવત્ અજીવોને મન ન હોય.
ભગવન્! (મનન) પૂર્વે મન હોય, મનન કરતી વેળા મન હોય? એ પ્રમાણે ‘ભાષા’ મુજબ કહેવું.
ભગવન્! (મનન) પૂર્વે મન ભેદાય, મનન કરતાં મન ભેદાય કે મનન સમય વીત્યા પછી મન ભેદાય છે? એ પ્રમાણે જેમ ‘ભાષા’માં કહ્યું તેમ જાણવું.
ભગવન્! મન કેટલા ભેદે છે? ગૌતમ! ચાર ભેદે છે. તે આ - સત્યમન યાવત્ અસત્યામૃષા મન.
[૫૯૧] ભગવન્! કાય, આત્મા છે કે અન્ય? ગૌતમ! ‘કાય’ આત્મા પણ છે, અન્ય પણ છે.
ભગવન્! કાયા રૂપી છે કે અરૂપી? ગૌતમ! કાયા રૂપી પણ છે, અરૂપી પણ છે. એ પ્રમાણે એકૈકમાં પૃચ્છા.
ગૌતમ! કાયા સચિત્ત પણ છે, અચિત્ત પણ છે. કાયા જીવ પણ છે, અજીવ પણ છે. કાયા, જીવની પણ હોય, અજીવની પણ હોય.
ભગવન્! કાયા પૂર્વે છે૦? પ્રશ્ન. ગૌતમ! પૂર્વે પણ કાયા છે, કાય પુદ્ગલ ગ્રહણ કરતી વેળા પણ કાયા છે, કાય સમય વીત્યા પછી પણ કાયા છે.
ભગવન્! પૂર્વે કાયા ભેદાય છે? પૃચ્છા. ગૌતમ! પૂર્વે પણ કાયા ભેદાય યાવત્ પછી પણ કાયા ભેદાય છે.
ભગવન્! કાયા કેટલા ભેદે છે? ગૌતમ! સાત ભેદે. તે આ – ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહારક, આહારક મિશ્ર, કાર્મણ.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit