Viyahapannatti 878
Viyāhapannatti: ṭīkānusārī vivecana 878
- Language
- Gujarati
878
વિવેચન :–૫૯૦, ૫૯૧
‘મન’ વિષયક સૂત્ર ભાષાસૂત્રવત્ જાણવા. કેવળ અહીં મનોદ્રવ્ય સમુદય, મનન ઉપકારી, મનઃપર્યાપ્તિ નામ કર્મોદય સંપાદ્ય તે મન. ભેદ - તેઓનું વિદલનમાત્ર. મનનું નિરૂપણ કર્યુ, તે કાયા હોવાથી હોય છે. તેથી કાયાનું નિરૂપણ કરે છે.
આત્મા કાયા છે, કેમકે કાયા વડે કૃત કર્મોનો અનુભવ તેને થાય છે. બીજા દ્વારાકૃત્ બીજા અનુભવતા નથી. પણ કાયાના એક દેશના છેદનથી આત્માના છેદનનો પ્રસંગ આવતો નથી, તેથી પ્રશ્ન કર્યો છે - ઉત્તર છે, આત્મા કાય પણ છે. કથંચિત્ તેથી વ્યતિરેકથી ક્ષીર-નીર માફક અગ્નિ અને લોહપિંડવત્. તેથી કાયસ્પર્શ થતાં આત્માને સંવેદન થાય છે. તેથી જ કાયા વડે કરાયેલ આત્મા ભવાંતરે વેદે છે. કાયા અન્ય પણ છે. અત્યંત અભેદમાં શરીરાંશ છેદતા જીવાંશ છેદન પ્રસંગ આવે. શરીર બળતા, આત્માને પણ દાહ પ્રસંગથી પરલોકાભાવને પ્રસંગ આવે, તેથી કાયા કથંચિત્ આત્માથી ભિન્ન પણ છે. બીજા વળી કાર્મણકાય આશ્રિત્ય આત્મા ‘કાય’ છે તેમ કહે છે. - X - ઔદારિકાદિ કાયાની અપેક્ષાએ જીવથી અન્ય છે.
ઔદારિકાદિ કાય સ્થૂલ રૂપ અપેક્ષાએ કાયા રૂપી છે, કાયા અરૂપી પણ છે. કેમકે કાર્મણ કાયના અતિ સૂક્ષ્મ રૂપીત્વથી અરૂપીપણે વિવક્ષા કરી છે. એ પ્રમાણે પૂર્વોક્ત સૂત્રવત્ એક-એક પ્રશ્ન કરવો - X - જીવિત અવસ્થામાં ચૈતન્યના સમન્વિતત્વથી કાયા સચિત્ત છે, મૃત અવસ્થામાં ચૈતન્યના અભાવે કાયા અચિત્ત છે. વિવક્ષિત ઉચ્છ્વાસ આદિ પ્રાણ યુક્તતાથી ‘કાય’ જીવ છે, ઔદારિકાદિ શરીર અપેક્ષાએ કાયા અજીવ પણ છે. જીવો સંબંધી પણ કાય-શરીર હોય છે, અજીવોને પણ અર્હત્ આદિની સ્થાપનાથી કાય અર્થાત્ શરીરાકાર હોય.
જીવના સંબંધ થવાની પૂર્વે પણ કાયા હોય છે. જેમકે મરેલા દેડકાનું શરીર. વર્તમાનમાં જીવ દ્વારા ઉપચિત કરાતા પણ કાય હોય છે. જેમકે જીવિત શરીર. કાય સમય વીત્યા પછી કાય-શરીર કહેવાય છે. જેમકે મૃત ક્લેવર. - - પ્રતિક્ષણ પુદ્ગલના ચય-અપચય ભાવથી જીવ વડે કાયાપણે ગ્રહણ કર્યા પૂર્વે પણ દ્રવ્ય કાયા ભેદાય છે. જીવ વડે કાયી ક્રિયમાણતામાં પણ કાયા ભેદાય છે. જેમ રેતીની ભરેલ મુઠ્ઠીમાંથી તેના કણ પ્રતિક્ષણે ખરતા રહે છે. કાય સમય વીત્યા પછી પણ ઘૃતકુંભાદિ ન્યાયથી ભૂતભાવપણાથી તેને કાય કહે છે. પુદ્ગલોનો ભેદન સ્વભાવ હોવાથી ભૂતપૂર્વ કાયનું પણ ભેદન થાય છે.
ચૂર્ણિકારે - કાય શબ્દનો અર્થ - ‘સમસ્ત પદાર્થોનું સામાન્ય ચયરૂપ શરીર’ કર્યો છે. એ રીતે આત્મા પણ કાય છે, શેષ દ્રવ્યો પણ કાય છે. અર્થાત્ આત્મા પણ કાય-પ્રદેશ સંચય છે. વળી કાયપ્રદેશ સંચય રૂપત્વથી કાયા આત્માથી ભિન્ન પણ છે. પુદ્ગલ સ્કંધ અપેક્ષાએ કાયા રૂપી છે, જીવધર્માસ્તિકાયાદિ અપેક્ષાએ કાયા અરૂપી છે. જીવ-શરીર અપેક્ષાથી કાય સચિત્ત છે, અચેતન સંચયથી અચિત્ત છે. ઉચ્છ્વાસાદિ યુક્ત અવયવ સંચયથી જીવ છે, તેથી વિલક્ષણ અજીવ છે. જીવોની કાય જીવ રાશિ, પરમાણુ આદિ રાશિ તે અજીવરાશિ.
હવે કાયાના ભેદો કહે છે – પૂર્વે વ્યાખ્યા કરી છે, અહીં કિંચિત્ માત્ર કહે છે - સ્થૂલ પુદ્ગલ સ્કંધરૂપ હોવાથી ઔદારિક અને ઉપચીયમાન હોવાથી ‘કાય’ કહેવાય છે. ઈત્યાદિ - X - X - પૂર્વવત્.
‘કાય’ કહી, તેના ત્યાગથી મરણ થાય, તેથી મરણ કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit