Viyahapannatti 88
Viyāhapannatti: ṭīkānusārī vivecana 88
- Language
- Gujarati
88
વિવેચન :–૫૦, ૫૧
પુદ્ગલ એટલે પરમાણું. કેમ કે આગળના સૂત્રમાં સ્કંધ લીધો છે. ‘અતીત’ આદિ સર્વે અધ્વ-ભાવ-કાળ છે. - X - અનાદિ હોવાથી માપ વિનાનો, અનંત. શાશ્વત - હંમેશાં રહેનારો, હજી સુધી એવું થયું નથી કે લોક કોઈ વખત ભૂતકાળરહિત હોય, સમય - કાળ હતો એમ કહેવાય? વર્તમાનકાળ પણ સદા રહેતો હોવાથી શાશ્વત છે પ્રત્યુત્પન્ન - વર્તમાનકાળ. એ રીતે અનાગત-ભાવિકાળ શાશ્વત છે.
અનંતર સ્કંધ કહ્યો. સ્કંધ સ્વપ્રદેશ અપેક્ષાએ જીવરૂપ પણ હોય માટે હવે જીવ સૂત્ર કહે છે - જીવના અધિકારથી હવે પ્રાયઃ આખા ઉદ્દેશા સુધી યથોત્તર પ્રધાન જીવ વિશે જ વક્તવ્યતા છે –
છદ્મસ્થનો અર્થ અહીં અવધિજ્ઞાનરહિત જાણવો. માત્ર કેવલિ નહીં તે છદ્મસ્થ અર્થ ન લેવો. કેમ કે આગળના જ સૂત્રમાં અવધિજ્ઞાની કહેવાશે. કેવલ - કોઈની સહાય વિના, શુદ્ધ, પરિપૂર્ણ કે અસાધારણ. કહ્યું છે – કેવલ એટલે એક, શુદ્ધ, સકલ, અસાધારણ, અનંત એવા પૃથ્વી આદિ રક્ષણરૂપ સંયમ વડે, ઈન્દ્રિયકષાય નિરોધરૂપ સંવર વડે, સિદ્ધ થાય? અહીં ગૌતમનો અભિપ્રાય આ છે – જ્યારે ઉપશાંત મોહાદિ અવસ્થા હોય, ત્યારે સંયમાદિ સર્વ વિશુદ્ધ હોય અને વિશુદ્ધ સંયમાદિથી જ સિદ્ધિ સાધ્ય છે, તે છદ્મસ્થને હોય છે. અંતકર - ભવનો અંત કરનારા, તે લાંબાકાળે ભવનો નાશ કરનારા હોય છે. તેથી કહે છે – અંતીમ શરીરી અર્થાત્ વર્તમાન શરીર તેનું છેલ્લું શરીર છે એટલે કે ચરમદેહી છે.
સિદ્ધિ મેળવ્યા વિના સર્વ દુઃખનો નાશ સંભવતો નથી. અનાદિથી સંસિદ્ધ જ્ઞાનવાળા નહીં પણ ઉત્પન્ન જ્ઞાન-દર્શનને ધારણ કરનારા, તેથી જ પૂજાને યોગ્ય જિન - રાગાદિનો જય કરનાર, તેવા તો છદ્મસ્થો પણ હોય, માટે કહે છે – કેવલી - સર્વજ્ઞ. સિજ્ઝંતિ આદિમાં વર્તમાન કાળનો નિર્દેશ ઉપલક્ષણથી ભૂત અને ભાવિ બંને કાળ જાણી લેવા. માટે જ પાંચમાં પદ - સવ્વદુક્ખાણ માં જણાવ્યું.
જહા છઉમત્થો - અહીં ત્રણ આલાવા કહેવા. આધોવધિક એટલે પરમાવધિથી ઓછું જે અવધિ. જે જીવ તેના વડે વ્યવહાર કરે તે આધોવધિક – પરિમિત ક્ષેત્ર વિષયક અવધિ. પરમાધોવધિ એટલે આધોવધિક કરતાં જે પરમ હોય તે. પાઠાંતરથી પરમાવધિ-તે સમસ્ત રૂપી દ્રવ્યો, લોકપ્રમાણ અસંખ્યાત ખંડો, અસંખ્ય અવસર્પિણીઓ વિષયક અવધિજ્ઞાન હોય છે.
ત્રણ કાળના ભેદે ત્રણ આલાવા કહેવાય, એ ત્રણે આલાવા કેવલજ્ઞાનીને વિશે પણ કહેવા. વિશેષ, સૂત્રમાં કહ્યું જ છે. સે નૂનં આદિમાં ત્રણ કાળનો નિર્દેશ કહેવો જોઈએ. અલમત્થુ - જીવ પૂર્ણ જ્ઞાની છે અને તેને હવે બીજું કોઈ જ્ઞાન મેળવવાનું નથી. જેટલું જ્ઞાન જીવે મેળવેલું છે, તેટલું જ પૂરતું છે કારણ કે એ જ્ઞાન સત્ય છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit