Viyahapannatti 893
Viyāhapannatti: ṭīkānusārī vivecana 893
- Language
- Gujarati
893
‘ભગવતી’ સૂત્ર-૫૯૭, ૫૯૮ :– [૧૪/૧/૫૯૭, ૫૯૮]
[૫૯૭] રાજગૃહમાં યાવત્ આ પ્રમાણે કહ્યું – ભગવન્! ભાવિતાત્મા અણગાર, (જેણે) ચરમ દેવલોકનું ઉલ્લંઘન કરેલ હોય, પણ પરમ દેવલોકને પ્રાપ્ત ન થયેલ હોય, જો તે અંતરમાં જ કાળ કરે તો હે ભગવન્! તેની કઈ ગતિ થાય?, ક્યાં ઉપપાત થાય?
ગૌતમ! જે ત્યાં પરિપાર્શ્વમાં તે લેશ્યાવાળા દેવાવાસ હોય, ત્યાં તેનો ઉપપાત કહ્યો છે, તે ત્યાં જઈને (પૂર્વ લેશ્યા) વિરાધે-છોડે તો કર્મલેશ્યાથી જ પડે છે, જો ત્યાં જઈને ન વિરાધે તો તે જ લેશ્યાને સ્વીકારીને વિચરે છે.
ભગવન્! ભાવિતાત્મા અણગાર ચરમ અસુરકુમારાવાસ ઓળંગીને પરમ અસુરકુમારાવાસ૦ આદિ પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ સ્તનીતકુમારાવાસ, જ્યોતિષ્કાવાસ, વૈમાનિક આવાસ પર્યન્ત યાવત્ વિચરે છે.
[૫૯૮] ભગવન્ ! નૈરયિકોની કેવી શીઘ્ર ગતિ છે? શીઘ્ર ગતિનો વિષય કેવો છે? ગૌતમ! જેમ કોઈ પુરુષ તરુણ-બલવાન્-યુગવાન્ યાવત્ નિપુણ શિલ્પશાસ્ત્રજ્ઞ હોય, પોતાની સંકુચિત બાહુને જલ્દી ફેલાવે, ફેલાવીને સંકોચે, ખુલ્લી મુઠ્ઠી બંધ કરે, બંધ મુઠ્ઠી ખુલ્લી કરે, ખુલ્લી આંખ બંધ કરે, બંધ આંખ ખુલ્લી કરે તો, એવી શીઘ્ર ગતિ હોય?
(ગૌતમ!) આ અર્થ સમર્થ નથી. નૈરયિકો એક - બે કે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. હે ગૌતમ! નૈરયિકોની તેવી શીઘ્રગતિ અને તેવો શીઘ્રગતી વિષય છે. એ રીતે વૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે એકેન્દ્રિયોનો ચાર સમયિક વિગ્રહ કહેવો. બાકી પૂર્વવત્.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit