Viyahapannatti 894
Viyāhapannatti: ṭīkānusārī vivecana 894
- Language
- Gujarati
894
વિવેચન :–૫૯૭, ૫૯૮
ચરમ - સ્થિતિ આદિથી અર્વાક્ ભાગવર્તી. દેવાવાસ - સૌધર્માદિ દેવલોક, વ્યતિક્રાંત - તેના ઉપપાત હેતુભૂત લેશ્યા પરિણામ. અપેક્ષાથી ઉલ્લંઘેલ. પરમ - સ્થિત્યાદિથી પરભાગવર્તી. દેવાવાસ - સનત્કુમારાદિ દેવલોક, અસંપ્રાપ્ત - તેના ઉપપાત હેતુભૂત લેશ્યા. પરિણામ અપેક્ષાએ ન પામેલ. - X - X - આ અવસરે કાળ કરે તો તેનો ઉત્પાદ ક્યાં થાય? - ઉત્તર આપે છે - તે ચરમ દેવાવાસ અને પરમ દેવાવાસની નજીક સૌધર્માદિ કે સનત્કુમારાદિની સમીપના મધ્યભાગે અર્થાત્ ઈશાનાદિમાં. જે લેશ્યામાં વર્તતો સાધુ મરે, તે લેશ્યા જેમાં હોય, તે દેવાવાસમાં. તે અણગારની ગતિ થાય છે.
વળી તે અણગાર, તે મધ્ય ભાગવર્તી દેવાવાસમાં જઈ, જે લેશ્યા પરિણામમાં ત્યાં ઉત્પન્ન થયો હોય, તે પરિણામને જો વિરાધે તો, કર્મના કારણે જે લેશ્યા-જીવપરિણતિ, તે કર્મલેશ્યા-ભાવલેશ્યા, તેમાંથી પડી અશુભતરતાને પામે, પણ દ્રવ્ય લેશ્યાથી ન પડે, તે પૂર્વની લેશ્યામાં જ રહે કેમકે દેવોની લેશ્યા દ્રવ્યથી અવસ્થિત હોય છે. પરંતુ જો તે અણગાર મધ્યમ દેવાવાસમાં જઈને પરિણામને જો વિરાધે નહીં, તે જ લેશ્યાથી ઉત્પન્ન થઈને, ત્યાં વિચરે. આ સામાન્ય દેવાવાસ આશ્રીને કહ્યું, હવે વિશેષને આશ્રીને કહે છે –
(શંકા) ભાવિતાત્મા અણગાર, અસુરકુમારોમાં કઈ રીતે ઉત્પન્ન થશે, વિરાધિત સંયમથી તેમાં ઉપપાત છે. (સમાધાન) પૂર્વકાળની અપેક્ષાએ ભાવિતાત્માપણું હોય, અંતકાળે સંયમ વિરાધના કરવાથી અસુરકુમા-રાદિપણે ઉપપાત થાય, તેમાં દોષ નથી.
દેવગતિ કહી, ગતિ અધિકારથી નારકગતિને આશ્રીને કહે છે – ઉત્પન્ન થતાં નારકોની શીઘ્ર ગતિ હોય છે, પણ કેવી હોય છે. તે જાણવા પૂછે છે - સીહ એટલે શીઘ્ર, કેવી શીઘ્ર ગતિ છે? કેવો કાળ છે?
તરુણ - વૃદ્ધિ પામતો, તે દુર્બળ પણ હોય, તેથી કહ્યું – શરીર પ્રાણવાન્ એટલે બળવાન્. બળ, કાળ વિશેષથી વિશિષ્ટ હોય, તેથી કહ્યું – યુગવાન્ - સુષમદુષ્ષમાદિ કાળ વિશેષ, તે પ્રશસ્ત અને વિશિષ્ટ બળના હેતુરૂપ છે. અહીં યાવત્ શબ્દથી વયને પ્રાપ્ત, નીરોગી, સ્થિરાગ્રહસ્ત, જેના હાથ, પગ, પડખાં, પૃષ્ઠ્યંતર, આદિ પરિણત હોય તે - ઉત્તમ સંઘયણી, તાડવૃક્ષ સમાન સમશ્રેણિક જેના દીર્ઘ-સરળ-પીનત્વાદિ બાહુ છે, તે તથા - X - X - ચર્મેષ્ટાદિ રૂપ કાયાવાળો, આંતર્ બલયુક્ત, શીઘ્ર-પ્રયોગજ્ઞ, દક્ષ-અધિકૃત કર્મમાં નિષ્ઠાવાળા-કુશલ-મેધાવી-નિપુણ, આવો પુરુષ શીઘ્રગત્યાદિક હોય. - - - આઉંટિય - સંકોચવું, વિક્ખિન્ન - પ્રસારિત, સાહરેજ્જ - સંકોચે, વિક્ખિરેજ્જ - પ્રસારે, ઉમ્મિસિય - ઉઘાડે, નિમિસેજ્જ - બંધ કરે, ઈત્યાદિ માફક હે ગૌતમ! તું શીઘ્ર ગતિને માને છે પણ તે અર્થ સમર્થ નથી.
એવું શા માટે કહ્યું? - નારકોની ગતિ એક-બે-ત્રણ સમયા છે, બાહુ પ્રસારણાદિ અસંખ્યેય સમયી છે, તેથી નારકોની તેવી ગતિ કઈ રીતે સંભવે? એક સમયે ઋજુગતિના યોગે ઉપજે, એક સમયમાં વિગ્રહગતિનો અભાવ હોય છે. બે સમયમાં તે વિગ્રહગતિ યોગ, ત્રણ સમયમાં વક્રગતિથી. તે આ રીતે - જો ભરતક્ષેત્રની પૂર્વ દિશાથી નરકની પશ્ચિમ દિશામાં ઉપજે, તો એક સમયે નીચે જાય, બીજે તીર્છો ઉત્પત્તિ સ્થાને જાય - - ત્રણ સમયના વિગ્રહથી આ રીતે - ભરતની પૂર્વ દક્ષિણ દિશાથી નારકના પશ્ચિમોત્તર દિશામાં જઈને ઉપજે. ત્યારે એક સમયથી નીચે સમશ્રેણીએ જાય, બીજા સમયે તીર્છો પશ્ચિમદિશામાં જાય, ત્રીજા સમયે વાયવ્ય દિશામાં ઉત્પત્તિ સ્થાને જાય. આ રીતે ગતિ કાળ કહ્ય. એમ કહીને જેવી શીઘ્રાગતિ છે, તે પણ જણાવ્યું. હવે ઉપસંહાર કરે છે –
નૈરયિકોની ઉત્કૃષ્ટથી ત્રણ સમય ગતિ છે, તે જ શીઘ્ર ગતિવિષય છે. એકેન્દ્રિયોનો ઉત્કૃષ્ટથી ચાર સમય વિગ્રહ-વક્રગતિ છે. કઈ રીતે? - ત્રસનાડીથી બહાર અધોલોકમાં વિદિશામાંથી દિશામાં જતા એક સમય, કેમકે જીવોનું અનુશ્રેણિ ગમન છે. બીજા સમયે લોકમધ્યે પ્રવેશે, ત્રીજા સમયે ઉંચે જાય, ચોથા સમયે ત્રસનાડીથી નીકળીને દિશામાં રહેલ ઉત્પાદ સ્થાનને પ્રાપ્ત કરે. આ કથન બહુલતાને આશ્રીને છે. અન્યથા એકેન્દ્રિયોનો વિગ્રહ પાંચ સમયનો થાય. તે આ રીતે - ત્રસ નાડીથી બહાર અધોલોકમાં વિદિશામાંથી દિશામાં જાય તે એક સમય, બીજા સમયે લોકમધ્યે, ત્રીજા સમયે ઉર્ધ્વલોકમાં, ચોથા સમયે ત્યાંથી તીર્છા પૂર્વાદિ દિશામાં જાય, ત્યાંથી પાંચમે વિદિશામાં ઉત્પત્તિ સ્થાને જાય. - X - X - બાકી પૂર્વવત્ પૃથ્વીકાયાદિમાં નારકોની માફક જાણવું.
ગતિઆશ્રિત નારકાદિ દંડક કહ્યો. હવે અનંતરોત્પન્નત્વાદિ કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit