Viyahapannatti 895
Viyāhapannatti: ṭīkānusārī vivecana 895
- Language
- Gujarati
895
‘ભગવતી’ સૂત્ર-૫૯૯ :– [૧૪/૧/૫૯૯]
ભગવન્ ! નૈરયિકો અનંતરોપપન્નક છે, પરંપરોપપન્નક છે કે અનંતરપરંપરાનુપપન્નક છે?
ગૌતમ! નૈરયિકો આ ત્રણે છે. ભગવન્ ! એમ કેમ કહો છો કે ત્રણે છે? ગૌતમ! જે નૈરયિક પ્રથમ સમય-ઉપપન્નક છે, તે નૈરયિક પરંપરોપપન્નક છે, જે નૈરયિક વિગ્રહગતિ સમાપન્નક છે, તે અનંતર-પરંપરા અનુપપન્નક છે, તેથી પૂર્વવત્ કહ્યું છે. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિક જાણવું.
ભગવન્! અનંતરોપપન્નક નૈરયિક, નૈરયિકાયુ બાંધે કે તિર્યંચ-મનુષ્ય-દેવાયુ બાંધે? ગૌતમ! ચારમાંનું એક પણ નહીં.
ભગવન્ ! પરંપરોપપન્નક નૈરયિક, નૈરયિકાયુ યાવત્ દેવાયુ, શું બાંધે? ગૌતમ! નૈરયિક કે દેવાયુ ન બાંધે, પણ તિર્યંચયોનિકનું કે મનુષ્યાયુ બાંધે.
ભગવન્ ! અનંતર પરંપર અનુપન્નક નૈરયિક, શું નૈરયિક આયુ બાંધે? પ્રશ્ન. નૈરયિકાયુ ન બાંધે યાવત્ દેવાયુ ન બાંધે.
આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્યો પરંપરોપન્નક હોય તો ચારે આયુ બાંધે છે.
ભગવન્ ! નૈરયિક શું અનંતર નિર્ગત છે, પરંપર નિર્ગત છે કે અનંતર પરંપર-અનિર્ગત છે? ગૌતમ! તે ત્રણે
ભગવન્ ! એમ કેમ કહો છો? ગૌતમ! જે નૈરયિક પ્રથમ સમય નિર્ગત છે, તે અનંતરનિર્ગત છે. જે નૈરયિક અપ્રથમસમય નિર્ગત છે, તે પરંપર નિર્ગત છે, જે નૈરયિક વિગ્રહગતિ સમાપન્નક છે, તે અનંતર-પરંપર-અનિર્ગત છે. તેથી હે ગૌતમ! પૂર્વવત્ કહ્યું. એ પ્રમાણે વૈમાનિક પર્યન્ત કહેવું.
ભગવન્ ! અનંતરનિર્ગત નૈરયિક, શું નૈરયિકાયુ બાંધે? યાવત્ દેવાયુ બાંધે? ગૌતમ! નૈરયિક યાવત્ દેવાયુ, એકે ન બાંધે. ભગવન્! પરંપર નિર્ગત નૈરયિક, નૈરયિકાયુ બાંધે? પ્રશ્ન. ગૌતમ! નૈરયિકાયુ પણ બાંધે યાવત્ દેવાયુ પણ બાંધે.
ભગવન્! અનંતર-પરંપર અનિર્ગત નૈરયિકનો પ્રશ્ન - ગૌતમ! નૈરયિકાયુ પણ ન બાંધે, યાવત્ દેવાયુ પણ ન બાંધે. એ પ્રમાણે વૈમાનિક સુધી સંપૂર્ણ કહેવું.
ભગવન્ ! નૈરયિકો, શું અનંતર ખેદોપપન્નક છે, પરંપર ખેદોપપન્નક છે કે અનંતર પરંપર ખેદાનુપપન્નક છે? ગૌતમ! નૈરયિકો૦ આ આલાવાથી પૂર્વોક્ત ચારે દંડક કહેવા. ભગવન્! તે એમ જ છે (૨).
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit