Pramāṇa · Search · About · API

Viyahapannatti 896

Viyāhapannatti: ṭīkānusārī vivecana 896

Language
Gujarati

896

વિવેચન :–૫૯૯
અનંતરોપપન્નક-જેના ઉપપાતમાં સમયાદિ વ્યવધાન હોતું નથી તે. પરંપરોપપન્નક - જેના ઉપપાતમાં બે-ત્રણ આદિ સમયની પરંપરા થઈ હોય તે અનંતર-પરંપર અનુપપન્નક - તેમાં અનંતર એટલે વ્યવધાનરહિત, પરંપર એટલે બે-ત્રણ આદિ સમયરૂપ ઉત્પાદ, આ બંને વિગ્રહ-ગતિક હોય, વિગ્રહગતિમાં બે ભેદે ઉત્પાદના અવિદ્યમાનત્વથી.
હવે અનંતરોપપન્નાદિના આયુબંધને આશ્રીને કહે છે – અનંતરોપપન્ન અને અનંતરપરંપરાનુપન્નને ચારે ભેદે આયુનો નિષેધ છે. તે અવસ્થામાં, તેવા અધ્યવસાય સ્થાનનો અભાવ છે, તેથી સર્વજીવોને આયુબંધનો અભાવ છે. પોતાના આયુના ત્રિભાગાદિ બાકી રહેતા બંધનો સદ્ભાવ થાય છે, પરંપરોપન્નકા તો સ્વ આયુના છ માસ બાકી રહેતા મતાંતરે ઉત્કૃષ્ટથી છ માસ, જઘન્યથી અંતર્મુહૂર્ત્ત બાકી રહેતા ભવ-પ્રત્યયથી તિર્યંચ્‌ કે મનુષ્યાયુ બાંધે, બીજું નહીં. ચોવીશે દંડકમાં આ કહેવું.
હવે ‘નિર્ગત’ આદિથી બીજો દંડક કહે છે - નિર્ગત એટલે નિશ્ચિત્ત સ્થાનાંતર પ્રાપ્તિ વડે ગમન. અનંતર એટલે સમયાદિના અંતર વિના તે અનંતર નિર્ગત, તે નરકથી ઉદ્વર્તી સ્થાનાંતર પ્રાપ્તિના પહેલા સમયમાં વર્તે છે. પરંપર એટલે સમય પરંપરાથી નીકળેલ, તે નરકથી ઉદ્વર્તીને ઉત્પત્તિ સ્થાનના બીજા આદિ સમયમાં વર્તે છે. અનંતર-પરંપર અભાવે ઉત્પાદ ક્ષેત્ર પ્રાપ્ત ન થતાં અર્થાત્‌ નિશ્ચયથી અનિર્ગત.
અનંતર નિર્ગતાદિને આશ્રીને આયુબંધને જણાવે છે - અહીં પરંપર નિર્ગત નારકો બધાં આયુને બાંધે છે. જો કે તે મનુષ્ય કે પંચેન્દ્રિય તિર્યંચ જ થાય છે, એ રીતે બધાં પરંપરનિર્ગત વૈક્રિય જન્મવાળા છે. ઔદારિક જન્મવાળા પણ ઉદ્ધૃત થઈ કોઈ મનુષ્ય કે તિર્યંચ થાય છે તેથી તેઓ પણ સર્વાયુ બંધકા જ છે. - - અનંતર નિર્ગત કહ્યા. તે ક્વચિત્‌ ઉત્પન્ન થતાં સુખેથી કે દુઃખેથી ઉત્પન્ન થાય છે. દુઃખોત્પન્નકને આશ્રીને - કહે છે – નેરઈયે૦ ત્યાદિ.
અનંતરખેદોપપન્નક - ખેદ એટલે દુઃખ વડે. ઉત્પાદ એટલે ક્ષેત્ર પ્રાપ્તિ લક્ષણ. ખેદપ્રધાન ઉત્પત્તિના પ્રથમ સમયમાં વર્તતો, તે. પરંપર-ખેદોપપન્નક - જેને ખેદથી ઉત્પન્ન થયાને બે, ત્રણ સમય થયા છે તે. અનંતર-પરંપર-ખેદાનુત્પન્નક તે વિગ્રહગતિવર્તી જીવ.
ચાર દંડકો-ખેદોત્પન્નક, તેનું આયુ, ખેદનિર્ગત, તેનું આયુ.

Linked texts (1)