Pramāṇa · Search · About · API

Viyahapannatti 911

Viyāhapannatti: ṭīkānusārī vivecana 911

Language
Gujarati

911

વિવેચન :–૬૦૭
અહીં ઉદ્દેશક સંગ્રહાર્થ ગાથા ક્યાંક દેખાય છે, તે આ છે – પુદ્ગલ, સ્કંધ, જીવ, પરમાણુ, શાશ્વત, ચરમ, પરિણામ બે ભેદે છે - અજીવોના અને જીવોના. અર્થ ઉદ્દેશકના અર્થ મુજબ જાણવો.
પુગ્ગલ - પુદ્ગલ પરમાણુ અને સ્કંધરૂપ છે. તીતમણંતં૦ - અપરિણામત્વથી અનંત, અક્ષયત્વથી શાશ્વત. સમય - કાળ, એક સમય માટે રૂક્ષ સ્પર્શવાળા, એક સમય સુધી અરૂક્ષ સ્પર્શવાળા. આ બંને પદ પરમાણુ અને સ્કંધમાં સંભવે છે. એક સમય માટે રૂક્ષ અને અરૂક્ષ બંને સ્પર્શ યુક્ત. સ્કંધની અપેક્ષાએ બે અણુ આદિમાં દેશ રૂક્ષ, દેશ અરૂક્ષ હોય છે, એ રીતે એક સાથે રૂક્ષ અને સ્નિગ્ધ સ્પર્શ સંભવે છે.
આ પ્રમાણે હોય તો શું અનેક વર્ણાદિ પરિણમે પરિણમે કે એક વર્ણાદિ પરિણામ થાય? એ પ્રશ્ન. - એક વર્ણાદિ પરિણામથી પૂર્વે પ્રયોગ કરણ કે વિશ્રસાકરણથી કાળા-નીલાદિ વર્ણ ભેદથી અનેકરૂપે, ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાન ભેદથી પર્યાયને પરિણમે છે. - X - X - તે જો પરમાણુ હોય તો સમય ભેદથી અનેક વર્ણાદિત્વને પરિણતવાન્‌ હોય અને જો સ્કંધ હોય ત્યારે યૌગપદ્યથી પણ હોય.
આ પરમાણુ અને સ્કંધના અનેક વર્ણાદિ પરિણામ ક્ષીણ થાય છે. - X - નિર્જરા પછી બીજા વર્ણો ચાલ્યા જતાં એકરૂપ, વિવક્ષિત ગંધાદિ પર્યાય અપેક્ષાથી બીજા પર્યાયોના ચાલ્યા જવાથી થાય છે. અતીતકાળ વિષયપણાથી પ્રશ્ન અને ઉત્તર વડે પુદ્ગલ દ્રવ્યની પરિણામિતા પ્રતિપાદિત કરી છે. - X - વર્તમાનકાળ વિષયક સૂત્ર પણ મૂકેલ છે. અતીત-અનાગત સૂત્રમાં અનંતત્વના સંભવથી અનંત કહ્યું છે.
પુદ્ગલનું સ્વરૂપ કહ્યું. પુદ્ગલ, સ્કંધ પણ થાય, તેથી સ્કંધનું સ્વરૂપ પણ નિરૂપેલ છે. - - સ્કંધ સ્વપ્રદેશની અપેક્ષાએ જીવ પણ થાય, તેથી હવે અહીં જીવનું સ્વરૂપ નિરૂપે છે –

Linked texts (1)