Viyahapannatti 921
Viyāhapannatti: ṭīkānusārī vivecana 921
- Language
- Gujarati
921
‘ભગવતી’ સૂત્ર-૬૧૩ :– [૧૪/૫/૬૧૩]
નૈરયિકો દશ સ્થાનોને અનુભવતા વિચરે છે. તે આ - અનિષ્ટ એવા - (૧) શબ્દ, (૨) રૂપ, (૩) ગંધ, (૪) રસ, (૫) સ્પર્શ, (૬) ગતિ, (૭) સ્થિતિ, (૮) લાવણ્ય, (૯) યશોકીર્તિ, (૧૦) ઉત્થાન કર્મબળ વીર્ય પુરુષાકાર પરાક્રમ.
અસુરકુમારો દશ સ્થાનોને અનુભવતા વિચરે છે. તે આ – ઈષ્ટ શબ્દ, ઈષ્ટ રૂપ યાવત્ ઈષ્ટ ઉત્થાન કર્મ બળ વીર્ય પુરુષાકાર પરાક્રમ. એ પ્રમાણે સ્તનીતકુમાર સુધી જાણવું.
પૃથ્વીકાયિકો છ સ્થાનો અનુભવતા વિચરે છે. તે આ - ઈષ્ટ અનિષ્ટ સ્પર્શ, ઈષ્ટ અનિષ્ટ ગતિ યાવત્ પરાક્રમ. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી કહેવું.
બેઈન્દ્રિયો સાત સ્થાનોને અનુભવતા વિચરે છે. તે આ - ઈષ્ટ અનિષ્ટ રસ, બાકી છ એકેન્દ્રિયો મુજબ જાણવા.
તેઈન્દ્રિયો આઠ સ્થાનો અનુભવતા વિચરે છે. તે આ - ઈષ્ટ અનિષ્ટ ગંધ, બાકી સાત બેઈન્દ્રિય મુજબ.
ચઉરિન્દ્રિયો નવ સ્થાનોને અનુભવતા વિચરે છે. તે આ - ઈષ્ટાનિષ્ટ રૂપ, બાકી આઠ તેઈન્દ્રિય મુજબ.
પંચેન્દ્રિય તિર્યંચ યોનિકો દશ સ્થાનોને અનુભવતા વિચરે છે. તે આ - ઈષ્ટાનિષ્ટ શબ્દ યાવત્ પરાક્રમ. એ રીતે મનુષ્યો પણ જાણવા. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને અસુરકુમારવત્ જાણવા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit