Pramāṇa · Search · About · API

Viyahapannatti 935

Viyāhapannatti: ṭīkānusārī vivecana 935

Language
Gujarati

935

‘ભગવતી’ સૂત્ર-૬૨૦ :– [૧૪/૭/૬૨૦]
ભગવન્‌! તુલ્યો કેટલા ભેદે છે? છ ભેદે છે – દ્રવ્યતુલ્ય, ક્ષેત્રતુલ્ય, કાળતુલ્ય, ભવતુલ્ય, ભાવતુલ્ય, સંસ્થાનતુલ્ય.
ભગવન્‌! ‘દ્રવ્યતુલ્ય’ એમ કેમ કહેવાય છે? ગૌતમ! પરમાણુ પુદ્ગલ બીજા પરમાણુ પુદ્ગલથી દ્રવ્યથી તુલ્ય છે, પરંતુ પરમાણુ પુદ્ગલ, પરમાણુ પુદ્ગલ વ્યતિરિક્ત દ્રવ્યથી તુલ્ય નથી. દ્વિપ્રદેશિક સ્કંધ, બીજા દ્વિપ્રદેશિક સ્કંધને દ્રવ્યથી તુલ્ય છે. પણ દ્વિપ્રદેશિક સ્કંધ, દ્વિપ્રદેશિક વ્યતિરિક્ત સ્કંધ દ્રવ્યથી તુલ્ય નથી. એ પ્રમાણે યાવત્‌ દશ પ્રદેશિક સ્કંધ કહેવો. સંખ્યાત પ્રદેશિક સ્કંધ બીજા સંખ્યાત પ્રદેશિક સ્કંધને તુલ્ય છે, પણ તુલ્ય સંખ્યાત પ્રદેશિક સ્કંધ, તુલ્ય સંખ્યાત પ્રદેશિક વ્યતિરિક્ત સ્કંધ દ્રવ્યની તુલ્ય નથી. એ પ્રમાણે તુલ્ય અસંખ્યાત પ્રદેશિક, તુલ્ય અનંત પ્રદેશિક સ્કંધ પણ કહેવો. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું કે તે દ્રવ્યથી તુલ્ય છે.
ભગવન્‌! કયા કારણથી એ ‘ક્ષેત્રતુલ્ય’ કહેવાય છે? ગૌતમ! એક પ્રદેશાવગાઢ પુદ્ગલ, બીજા એક પ્રદેશાવગાઢ પુદ્ગલના ક્ષેત્રથી તુલ્ય છે. પણ એક પ્રદેશાવગાઢ પુદ્ગલ, એક પ્રદેશાવગાઢથી વ્યતિરિક્ત પુદ્ગલના ક્ષેત્રથી તુલ્ય નથી.
ભગવન્‌! કયા કારણથી એ ‘કાળતુલ્ય’ કહેવાય છે? ગૌતમ! એક સમય સ્થિતિક પુદ્ગલ, બીજા એક સમય સ્થિતિક પુદ્ગલને કાળથી તુલ્ય છે, પણ-X- એક સમય સ્થિતિક વ્યતિરિક્ત પુદ્ગલને કાળથી તુલ્ય નથી, એ રીતે યાવત્‌ દશ સ્થિતિક. એ પ્રમાણે તુલ્ય સંખ્યાત સ્થિતિક, એ પ્રમાણે જ તુલ્ય અસંખ્યાત સ્થિતિક - X - જાણવું.
ભગવન્‌! કયા કારણથી તે ‘ભવતુલ્ય’ એમ કહેવાય છે? ગૌતમ! નૈરયિક, બીજા નૈરયિકને ભવાર્થતાથી તુલ્ય છે, નૈરયિકથી વ્યતિરિક્તને ભવાર્થતાથી તુલ્ય નથી, એ પ્રમાણે તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવમાં પણ જાણવું. તે કારણથી યાવત્‌ ભવતુલ્ય છે.
ભગવન્‌! કયા કારણથી તે ભાવતુલ્ય, ભાવતુલ્ય કહેવાય છે? ગૌતમ! એક ગુણ કાળા પુદ્ગલ, એક ગુણ કાળા પુદ્ગલને ભાવથી તુલ્ય છે - X - પણ એકગુણ કાળા વ્યતિરિક્ત પુદ્ગલને ભાવથી તુલ્ય નથી, એ પ્રમાણે યાવત્‌ દશગુણ કાળા. એ રીતે તુલ્ય સંખ્યાત ગુણ કાળા પુદ્ગલ, એ રીતે તુલ્ય અસંખ્યાત ગુણ કાળા, એ રીતે તુલ્ય અનંતગુણ કાળાના વિષયમાં પણ જાણવું.
જેમ કાળા તેમ નીલા, રાતા, પીળા, સફેદમાં કહેવું. એ પ્રમાણે સુરભિગંધ, દુરભિગંધમાં. એ રીતે તિક્ત યાવત્‌ મધુરમાં, એ રીતે કર્કશ યાવત્‌ રૂક્ષમાં પણ જાણવું.
ઔદયિક ભાવ, ઔદયિક ભાવને ભાવથી તુલ્ય છે, પણ ઔદયિક ભાવ વ્યતિરિક્ત ભાવને ભાવથી તુલ્ય નથી. એ પ્રમાણે ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, પારિણામિક, સંનિપાતિક ભાવમાં જાણવું. - X - ભાવતુલ્ય કહ્યું.
ભગવન્‌! સંસ્થાન તુલ્યને સંસ્થાનતુલ્ય કેમ કહે છે? ગૌતમ! પરિમંડલ સંસ્થાન, બીજા પરિમંડલ સંસ્થાનને સંસ્થાનથી તુલ્ય છે, પણ પરિમંડલ સંસ્થાન વ્યતિરિક્ત સંસ્થાનને તુલ્ય નથી. એ પ્રમાણે વૃત્ત, ત્ર્યસ્ર, ચતુરસ્ર, આયત સંસ્થાનમાં પણ કહેવું. સમચતુરસ્ર સંસ્થાન, બીજા સમચતુરસ્ર સંસ્થાનને સંસ્થાનથી તુલ્ય છે, પરંતુ સમચતુરસ્ર સંસ્થાન વ્યતિરિક્ત સંસ્થાનને તુલ્ય નથી. એ પ્રમાણે પરિમંડલ યાવત્‌ હુંડક સંસ્થાનમાં પણ જાણવું. તેથી સંસ્થાનતુલ્ય કહ્યું.

Linked texts (1)