Viyahapannatti 936
Viyāhapannatti: ṭīkānusārī vivecana 936
- Language
- Gujarati
936
વિવેચન :–૬૨૦
તુલ્ય - સમ. દ્રવ્યતુલ્ય-દ્રવ્યથી એક અણુકાદિ અપેક્ષાથી તુલ્ય. અથવા દ્રવ્ય એવું તે તુલ્ય, બીજા દ્રવ્ય સાથે તુલ્ય ન હોય.
ક્ષેત્રતુલ્ય - ક્ષેત્રથી એક પ્રદેશાવગાઢત્વાદિથી તુલ્ય, એ રીતે બાકીના તુલ્યો પણ જાણવા. વિશેષ એ - ભવ - નારકાદિ ભવ, ભાવ - વર્ણાદિ કે ઔદયિકાદિ, સંસ્થાન - પરિમંડલાદિ. આ બધાં તુલ્ય વ્યતિરિક્ત તે અતુલ્ય થાય છે. ‘તુલ્ય સંખ્યાત પ્રદેશિક’ - સમાન સંખ્યાતા પ્રદેશો જેમાં છે, તે. અહીં તુલ્યગ્રહણ સંખ્યાતત્વના સંખ્યાતભેદત્વથી છે, માત્ર સંખ્યાતપણાથી તુલ્યતા નથી, પણ સમાન સંખ્યત્વથી આને પ્રતિપાદનાર્થે કહેલ છે. એ રીતે બીજે પણ જાણવું.
અહીં જે અનંતક્ષેત્ર પ્રદેશાવગાઢત્વ અને અનંતસમય સ્થાયિત્વ કહેલ નથી, તે અવગાહપ્રદેશ અને સ્થિતિ સમયોનું પુદ્ગલને આશ્રીને અનંતત્વના અભાવથી કહેલ છે.
ભવટ્ઠયાએ - ભવ એ જ અર્થ, તેનો ભાવ, તે ભવાર્થતા. ઔદયિક ભાવ - ઉદય એટલે કર્મોનો વિપાક, તે જ ઔદયિક - ક્રિયા માત્ર, અથવા ઉદય વડે નિષ્પન્ન તે ઔદયિક ભાવ - નારકત્વાદિ પર્યાય. ઔદયિક ભાવના - નારકત્વ આદિ ભાવથી ભાવ સામાન્યને આશ્રીને તુલ્યત્વ છે. એ પ્રમાણે ઔપશમિક પણ કહેવું. - X - X - ઉપશમ એટલે ઉદીર્ણ કર્મનો ક્ષય અને અનુદીર્ણના વિષ્કંભિત ઉદયત્વ, તે જ ઔપશમિક - ક્રિયા માત્ર અથવા ઉપશમથી નિર્વૃત્ત, - સમ્યગ્દર્શનાદિ.
ખઈએ - ક્ષય એટલે કર્માભાવ, તે જ ક્ષાયિક કે ક્ષય વડે નિર્વૃત્ત. ક્ષાયિક - કેવળજ્ઞાનાદિ. ખઓવસમિએ - ક્ષય વડે - ઉદય પ્રાપ્ત કર્મના વિનાશ વડે તથા ઉપશમ - ઉદયત્વ શાંત હોય, તે ક્ષયોપશમ, તે જ ક્ષાયોપશમિક - X - મતિજ્ઞાનાદિ પર્યાય વિશેષ. (શંકા) ઔપશમિક અને ક્ષાયોપશમિકમાં શો ભેદ છે? કેમકે બંનેમાં ઉદીર્ણનો ક્ષય, અનુદીર્ણનો ઉપશમ છે. (સમાધાન) ક્ષાયોપશમિકમાં વિપાક વેદન નથી, પ્રદેશવેદન જ હોય છે, ઔપશમિકમાં તો પ્રદેશવેદન પણ નથી.
પારિણામિએ - પરિણમન તે પરિણામ, તે જ પારિણામિક છે.
સન્નિવાઈએ - ઔદયિકાદિ ભાવોમાં બે વગેરે ભાવોનો સંયોગ.
સંસ્થાન-આકૃતિ વિશેષ. તે જીવ-અજીવ બે ભેદથી છે, તેમાં અજીવ સંસ્થાન પાંચ ભેદે છે. તેમાં પરિમંડલ સંસ્થાન બહારથી વૃત્તાકાર, મધ્યમાં પોલું વલય જેવું છે, તે ઘન, પ્રતર બે ભેદે છે. વટ્ટ - વૃત્ત, પરિમંડલ જ પણ અંદરથી પોલાણરહિત, જેમકે કુલાલચક્ર. આ પણ ઘન, પ્રતર બે ભેદે છે. વળી તે એકૈક બે ભેદે છે - સમસંખ્ય અને વિષમસંખ્ય પ્રદેશ ભેદથી. એ પ્રમાણે ત્ર્યસ્ર, ચતુરસ્ર. ત્ર્યસ્ર-શૃંગાટકવત્ છે, ચતુરસ્ર તે ચતુષ્કોણ છે, જેમકે કુંભિકા. આયત - દંડની જેમ લાંબુ છે, તે ત્રણ ભેદે છે - શ્રેણી, પ્રતર, ઘન. તે એકૈક - સમસંખ્ય અને વિષમસંખ્ય પ્રદેશ ભેદથી છે. આ પાંચે વિશ્રસા પ્રયોગથી થાય છે.
જીવ સંસ્થાન - સંસ્થાન નામ કર્મની ઉત્તર પ્રકૃત્તિ ઉદયથી સંપાદ્ય જીવોનો આકાર છે. તે છ ભેદે છે – (૧) સમચતુરસ્ર - તુલ્ય આરોહ પરિણાહ, સંપૂર્ણ અંગ અવયવ, પોતાના અંગુલ વડે ૧૦૦ આંગળ ઉંચા છે તુલ્ય આરોહ પરિણાહત્વથી સમપણે, પૂર્ણ અવયવત્વથી ચતુરસ્રત્વ છે. એ પ્રમાણે પરિમંડલ, (૨) જેમ સમચતુરસ્ર છે, તેમ ન્યગ્રોધ પરિમંડલ જાણવું. ન્યગ્રોધ-વટવૃક્ષ માફક પરિમંડલ, નાભિની ઉપર ચતુરસ્ર લક્ષણ યુક્ત પણ નીચેનો ભાગ પ્રમાણથી હીનતર હોય. (૩) સાદિ-નાભિની નીચે ચતુરસ્રલક્ષણ યુક્ત, પણ ઉપરનો ભાગ તદનુરૂપ ન હોય. (૪) કુબ્જ-ગ્રીવા આદિ, હાથ-પગ ચતુરસ્ર લક્ષણયુક્ત સંક્ષિપ્ત, વિકૃત મધ્ય. (૫) વામન-મધ્ય ગ્રીવાદિ, હાથ-પગ પણ આદિ લક્ષણ ન્યૂન. (૬) હુંડ-સર્વે અવયવોમાં આદિ લક્ષણ વિસંવાદ યુક્ત હોય. - - સંસ્થાન વક્તવ્યતા કહી, હવે સંસ્થાનવાળા અણગારની વક્તવ્યતા વિશેષ જણાવવા કહે છે–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit