Pramāṇa · Search · About · API

Viyahapannatti 938

Viyāhapannatti: ṭīkānusārī vivecana 938

Language
Gujarati

938

વિવેચન :–૬૨૧
ભક્ત પચ્ચક્‌ખાયક એટલે અનશની, મૂર્ચ્છિત - મૂર્ચ્છા પામેલ, આહાર સંરક્ષણાનુબંધ થયેલ અથવા તેના દોષના વિષયમાં મૂઢ. યાવત્‌ શબ્દથી ગ્રથિત - આહાર વિષયક સ્નેહતંતુ વડે સંદર્ભિત, ગૃદ્ધ-પ્રાપ્ત આહારમાં આસક્ત અથવા અતૃપ્તત્વથી તેમાં આકાંક્ષાવાળો. અધ્યુપપન્ન - અપ્રાપ્ત આહાર ચિંતામાં અધિકતાથી ઉપપન્ન. આહાર - - X - તીવ્ર ક્ષુધાવેદનીય કર્મના ઉદયથી અસમાધિમાં તેના ઉપશમન માટે પ્રયુક્ત. આહારયતિ - ઉપભોગ કરે. આહાર કરીને સ્વાભાવિક મારણાંતિક સમુદ્ઘાતને કરે છે. તેની - X - પછી તેનાથી નિવૃત્ત થાય. અમૂર્ચ્છિતાદિ વિશેષણ યુક્ત આહારને કરે છે, પ્રશાંત પરિણામના સદ્ભાવથી, એ પ્રશ્ન છે. ઉત્તર છે - હા, તેમ કરે. કોઈક ભક્તપ્રત્યાખ્યાન કર્તાને આવો ભાવ થાય છે.
ભક્તપ્રત્યાખ્યાનકર્તા કદાચિત્‌ અનુત્તર દેવમાં ઉપજે તેથી કહે છે –

Linked texts (1)