Pramāṇa · Search · About · API

Viyahapannatti 944

Viyāhapannatti: ṭīkānusārī vivecana 944

Language
Gujarati

944

‘ભગવતી’ સૂત્ર-૬૨૫ :– [૧૪/૮/૬૨૫]
ભગવન્‌ ! ઉષ્ણતાથી હત, તૃષાથી હત, દવાગ્નિ જ્વાલાથી હત આ શાલવૃક્ષ કાળમાસે કાળ કરીને ક્યાં જાય છે? ક્યાં ઉપજે છે? ગૌતમ! આ જ રાજગૃહનગરમાં શાલવૃક્ષપણે ઉત્પન્ન થશે. તે ત્યાં અર્ચિત-વંદિત-પૂજિત-સત્કારિત-સન્માનિત અને દિવ્ય, સત્ય,સત્યાવપાત,અન્નિહિત પ્રાતિહાર્ય,લીપેલ-પોંતેલ પૂજનીય થશે
ભગવન્‌! તે ત્યાંથી અનંતર ઉદ્વર્તીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્‌ અંત કરશે.
ભગવન્‌! આ ઉષ્ણતાથી અભિહત, તૃષાથી અભિહત, દવાગ્નિ જ્વાલાથી અભિહત શાલયષ્ટિકા કાળમાસે કાળ કરીને યાવત્‌ ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ! આ જ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં વિંધ્યગિરિના પાદ મૂળમાં માહેશ્વરી નગરીમાં શાલ્મલી વૃક્ષરૂપે ફરી ઉત્પન્ન થશે. તે ત્યાં અર્ચિત-વંદિત-પૂજિત યાવત્‌ લીંપેલ-ગુંપેલ પૂજનીક થશે.
ભગવન્‌! ત્યાંથી અનંતર ઉદ્વર્તીને૦ બાકી શાલવૃક્ષ મુજબ યાવત્‌ અંત કરશે.
ભગવન્‌! આ ઉષ્ણતાથી અભિહત ઉદુંબર યષ્ટિકા કાળમાસે કાળ કરીને યાવત્‌ ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ! આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં પાડલિપુત્ર નામક નગરમાં પાડિલવૃક્ષપણે ફરી જન્મ લેશે. તે ત્યાં અર્ચિત, વંદિત યાવત્‌ થશે. યાવત્‌ પૂર્વવત્‌ - X - અંત કરશે.

Linked texts (1)