Pramāṇa · Search · About · API

Viyahapannatti 947

Viyāhapannatti: ṭīkānusārī vivecana 947

Language
Gujarati

947

વિવેચન :–૬૨૬, ૬૨૭
એવં જહા ઉવવાઈએ૦ અહીં યાવત્‌ કરણથી અહીં અર્થ વડે કંઈક દેખાડે છે - ગ્રીષ્મકાળ સમયમાં ગંગાના ઉભયકૂળ - કાંપિલ્યપુરથી પુરિમતાલપુર જતાં, તેઓ અટવીમાં પ્રવેશ્યા, પૂર્વે ગૃહિત પાણી વપરાઈ જતાં ખલાસ થયું, પછી તેઓ તરસ્યા થયા, પાણી દેનાર કોઈ ન મળતા અને અદત્તને ન લેવા, અર્હત્‌ને નમસ્કારપૂર્વક અનશન સ્વીકાર્યુ, કાળ કરીને બ્રહ્મલોકે ગયા, પરલોકના આરાધક થયા.
ઘરસએ - કથાંશ કહીએ છીએ - વસતિને ભોગવે છે, આ સાંભળી ગૌતમે પૂછ્યું - ભગવન્‌! આ કેવી રીતે બને? ત્યારે ભગવંતે કહ્યું – ગૌતમ! આ સત્ય છે. કેમકે અંબડને વૈક્રિયલબ્ધિ હતી. તેથી લોકોને વિસ્મય પમાડવાના હેતુથી કરતો. ત્યારે ગૌતમે પૂછ્યું – ભગવત્‌ સમીપે અંબડ દીક્ષા લેશે? ભગવંતે કહ્યું – ના, એમ નથી. કેવલ જીવ-અજીવત્વાદિ ગુણને જાણીને, અનશન કરીને, બ્રહ્મલોકે જશે, ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ‘દૃઢપ્રતિજ્ઞ’ નામે મહર્દ્ધિક થઈ, મોક્ષે જશે. - - તેના શિષ્યો દેવપણે ઉપજ્યા. તેથી દેવ કથન કરે છે –

Linked texts (1)