Pramāṇa · Search · About · API

Viyahapannatti 951

Viyāhapannatti: ṭīkānusārī vivecana 951

Language
Gujarati

951

‘ભગવતી’ સૂત્ર-૬૩૧ :– [૧૪/૯/૬૩૧]
ભગવન્‌ ! ભાવિતાત્મા અણગાર. જે પોતાની કર્મલેશ્યાને ન જાણે, ન જુએ. તે શું સરૂપી અને સકર્મલેશ્યને જાણે-જુએ? હા, ગૌતમ! ભાવિતાત્મા તે જાણે જુએ.
ભગવન્‌! શું સરૂપી સકર્મલેશ્ય પુદ્ગલો અવભાસાદિ થાય છે? હા, થાય છે.
ભગવન્‌! તે સરૂપી-સકર્મલેશ્ય પુદ્ગલ કયા છે? ગૌતમ! ચંદ્ર અને સૂર્ય દેવના વિમાનોથી નીકળેલ બાહ્ય લેશ્યા તેને અવભાસે છે, પ્રકાશે છે. એ પ્રમાણે હે ગૌતમ! તે સરૂપી-સકર્મલેશ્યી પુદ્ગલો અવભાસિતાદિ થાય છે.

Linked texts (1)