Viyahapannatti 952
Viyāhapannatti: ṭīkānusārī vivecana 952
- Language
- Gujarati
952
વિવેચન :–૬૩૧
ભાવિતાત્મા - સંયમ ભાવના વડે વાસિત અંતઃકરણવાળા આત્મા સંબંધી કર્મને યોગ્ય લેશ્યા-કૃષ્ણાદિ અથવા કર્મની લેશ્યા. તે કર્મલેશ્યાને વિશેષથી ન જાણે, સામાન્યથી ન જુએ. કેમકે કૃષ્ણાદિ લેશ્યાના કર્મદ્રવ્ય શ્લેષ્ણની અતિ સૂક્ષ્મતાથી છદ્મસ્થને તે જ્ઞાન ગોચર નથી. જે કર્મલેશ્યાવાળો જીવ છે, તેને - આત્માને. સરૂવિ - રૂપથી - રૂપ અને રૂપવાન્ના અભેદથી શરીર વડે વર્તે છે તે. - X - અર્થાત્ શરીરયુક્ત. તેથી જ કર્મલેશ્યા સહ વર્તમાનને જાણે છે – ચક્ષુથી ગ્રાહ્ય હોવાથી જીવને અને શરીરને, કથંચિત્ શરીરથી અભિન્ન.
સરૂપીને સકર્મલેશ્યને આશ્રીને પૂછે છે - અત્થિણં૦ - ‘સરૂપી’ - રૂપની સાથે એટલે કે મૂર્તપણે, વર્ણાદિવાળા. પુદ્ગલ તે સ્કંધરૂપ. ઓભાસંતિ - પ્રકાશે છે. લેસા - તેજ, બહારથી નીકળેલ. અહીં જો કે ચંદ્રાદિ વિમાન પુદ્ગલો જ પૃથ્વીકાયિકપણે સચેતનત્વથી સકર્મલેશ્યી છે, તો પણ તેમાંથી નીકળેલ પ્રકાશ પુદ્ગલોના તેના હેતુપણાથી ઉપચારથી સકર્મલેશ્યત્વ જાણવું. - પુદ્ગલાધિકારથી કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit