Viyahapannatti 963
Viyāhapannatti: ṭīkānusārī vivecana 963
- Language
- Gujarati
963
‘ભગવતી’ સૂત્ર-૬૩૭ :– [૧૫/–/૬૩૭]
ભગવતી શ્રુતદેવતાને નમસ્કાર.
તે કાળે, તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી. તે શ્રાવસ્તી નગરીની બહાર ઈશાન ખૂણામાં ત્યાં કોષ્ઠક નામે ચૈત્ય હતું. તે શ્રાવસ્તી નગરીમાં હાલાહલા નામે કુંભારણ આજીવિક-ઉપાસિકા રહેતી હતી, તેણી આઢ્ય યાવત્ અપરિભૂત હતી. આજીવિક સિદ્ધાંતની લબ્ધાર્થા, ગૃહિતાર્થા, પુછિતાર્થા, વિનિશ્ચિતાર્થા, અસ્થિમજ્જાવત્ પ્રેમ-અનુરાગ રક્તા હતી. હે આયુષ્યમાન્! આજીવિક સિદ્ધાંત જ અર્થ છે, એ જ પરમાર્થ છે, બાકી બધો અનર્થ છે, એમ તેમાં આત્માને ભાવિત કરી રહેતી હતી.
તે કાળે, તે સમયે ગોશલક મંખલિપુત્ર ૨૪ વર્ષના પર્યાયવાળો હતો, તે હાલાહલા કુંભારણની કુંભારાપણમાં આજીવિકસંઘથી પરિવરીને આજીવિક સિદ્ધાંતમાં આત્માને ભાવિત કરતો રહેલો.
ત્યારે તે ગોશાળા પાસે અન્ય કોઈ દિવસે છ દિશાચરો આવ્યા, તે આ – શાણ, કલંદ, કર્ણિકાર, અચ્છિદ્ર, અગ્નિવૈશ્યાયન, ગૌતમપુત્ર અર્જુન. ત્યારે તે છ દિશાચરો પૂર્વશ્રુતમાં કથિત અષ્ટાંગ નિમિત્ત અને દશમાં માર્ગમાં પોત-પોતાના મતિદર્શનોથી નિર્યૂહણા કરીને ગોશાલક મંખલિપુત્ર પાસે ઉપસ્થિત થયા.
ત્યારે તે ગોશાલક મંખલિપુત્ર. તે અષ્ટાંગ મહાનિમિત્તના કોઈ ઉપદેશ દ્વારા સર્વે – પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વોને માટે આ છ અનતિક્રમણીય વાતોના વિષયમાં ઉત્તર આપવા લાગ્યો. તે આ – લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવિત અને મરણ. ત્યારે તે ગોશાળો તે અષ્ટાંગ મહાનિમિત્તના સ્વલ્પ ઉપદેશ માત્રથી શ્રાવસ્તી નગરીમાં જિન ન હોવા છતાં ‘હું જિન છું’ તેમ કહેતો, અરહંત ન હોવા છતાં ‘હું અરહંત છું’ એમ કહેતો, કેવલી ન હોવા છતાં ‘હું કેવલી છું’ એમ કહેતો અસર્વજ્ઞ છતાં સર્વજ્ઞ પ્રલાપતો, અજિન છતાં જિન છે તેમ કહેવા લાગ્યો.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit