Viyahapannatti 964
Viyāhapannatti: ṭīkānusārī vivecana 964
- Language
- Gujarati
964
વિવેચન :–૬૩૭
મંખલિપુત્ર-મંખલિ નામક મંખનો પુત્ર. ૨૪ વર્ષના પ્રવ્રજ્યા પર્યાયવાળો. દિસાચર - દિશાની મર્યાદામાં વિચરતા, પોતાને ભગવંતના શિષ્ય માનતા એવા દિક્ચરો. ટીકાકાર કહે છે – દિક્ચરા એટલે ભગવંત પાર્શ્વસ્થીભૂત શિષ્યો. ચૂર્ણિકાર કહે છે ભ૦ પાર્શ્વના શિષ્યો. અંતિયં પાઉબ્ભવિજ્જ - સમીપે આવ્યો.
અટ્ઠવિહં૦ - આઠ પ્રકારના નિમિત્ત - દિવ્ય, ઔત્પાત, આંતરિક્ષ, ભૌમ, આંગ, સ્વર, લક્ષણ અને વ્યંજન. પૂર્વગત - પૂર્વ નામના શ્રુત વિશેષમાં રહેલ. માર્ગ એટલે ગીતમાર્ગ અને નૃત્યમાર્ગ - દસમ - અહીં નવમ શબ્દ લુપ્ત હોવાથી નવમો અને દશમો એમ જાણવું. સએહિં - સ્વક, સ્વકાય, મઈદંસણ - મતિ એટલે બુદ્ધિ કે મતિ અને દર્શન એટલે પ્રમેયનો પરિચ્છેદ. તે મતિ દર્શન નિજ્જૂહંતિ - પૂર્વ લક્ષણ શ્રુત પર્યાય યૂથથી ઉદ્ધરેલ. ઉવટ્ઠાઈંસુ - ઉપસ્થિત થયા.
- X - X - અનતિક્રમણીય - ઓળંગવી અશક્ય. વાગરણ - પૂછે ત્યારે ઉત્તર અપાય તે. પુરુષાર્થની ઉપયોગિતાથી આ છ કહ્યા છે. અન્યથા નષ્ટ-મુષ્ટ-ચિંતા-લૂકા આદિ બીજા પણ ઘણાં નિમિત્તો દેખાય છે.
અજિણે જિનપ્પલાવિ - અજિન એટલે વીતરાગ થઈને પોતાને જિન એમ પ્રકર્ષથી બોલાવાના સ્વભાવવાળો, એ રીતે બીજા પદો કહેવા. વિશેષ એ કે - અર્હન્ - પૂજા યોગ્ય, કેવલી - પરિપૂર્ણ જ્ઞાનાદિ - X
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit