Pramāṇa · Search · About · API

Viyahapannatti 968

Viyāhapannatti: ṭīkānusārī vivecana 968

Language
Gujarati

968

વિવેચન :–૬૩૯
અગારવાસ - ગૃહવાસ, સેવીને, એ પ્રમાણે આચાર સૂત્રના બીજા શ્રુતસ્કંધના ૧૫-માં ભાવના અધ્યયનમાં કહ્યા મુજબ. આના દ્વારા એમ સૂચવે છે કે – અભિગ્રહ સમાપ્ત થતાં, હિરણ્ય-સુવર્ણાદિનો ત્યાગ કરીને, પ્રવ્રજ્યા સ્વીકારના પ્રથમ વર્ષે, નિશ્રા કરીને પહેલું અંતરાવાસ-વર્ષના પ્રથમ અવસરમાં - જેમાં વર્ષા થાય તે અંતર વર્ષ અથવા અંતરમાં અર્થાત્‌ શોધેલ ક્ષેત્ર પ્રાપ્ત ન થવા છતાં સાધુને અવશ્ય આવાસ કરવો જોઈએ તે અંતરાવાસ અર્થાત્‌ વર્ષાકાળ એટલે ચાતુર્માસિક અવસ્થાન.
બીજા વર્ષે, કુવિંદશાળામાં. મુકુલાકાર હાથ કર્યા છે જેણે તે ‘અંજલિ મઉલિય હત્થે.’ દવ્વશુદ્ધ - ઓદનાદિ દ્રવ્ય શુદ્ધ-ઉદ્ગમાદિ દોષ-રહિત દાન, દાયગશુદ્ધ - આશંસાદિ દોષરહિત દાયક, એમ બીજું પણ. તિવિહેણ - ઉક્ત લક્ષણથી ત્રિવિધ અથવા કૃત-કારિત-અનુમિત ભેદથી, ત્રિકરણ-મન, વચન, કાયાથી શુદ્ધ. વસુધારા-દ્રવ્યરૂપ ધારાની વૃષ્ટિ.
- X - કયત્થ - સ્વ પ્રયોજનકૃત. કયલક્ખણ - ફળવત્‌ કૃત્‌. કયા ણં લોગ - આ લોક, પરલોકના શુભ ફળને કરેલ, જન્મ અને જીવિતનું જે ફળ તે. તહારૂવ - તથાવિધ અવિજ્ઞાતવ્રત વિશેષ. સાધૌ - શ્રમણમાં, સાધુરૂપ - સાધુ આકાર, ધમ્મંતેવાસી - શિલ્પાદિના ગ્રહણને માટે પણ શિષ્ય થાય, તેથી કહે છે – ધર્મ-શિષ્ય.
ખજ્જગવિહી - ખંડ-ખાદ્યાદિ લક્ષણ ભોજન વડે. ગુણિય - અભિલાષભૂત રસાદિથી થયેલ, તે સર્વકામગુણિત, પરમન્ન - ખીર વડે. આયામેત્થ - તે ભોજનદાન પછી, તેની શુદ્ધિ માટે આચમન કરાવીને અર્થાત્‌ જમાડીને. સબ્ભિંતરબાહિરિએ - બાહ્ય અને અભ્યંતર સહિત. મગ્ગણગવેસણ - અન્વયથી માર્ગણ અને વ્યતિરેકથી ગવેષણ. - X - સુઈ - સંભળાય તે શ્રુતિ-શબ્દ, તેમાં આંખ વડે જોતાં, અર્થ શબ્દથી નિશ્ચય કરાયેલ શ્રુતિ લેવી. ખુઈ - ક્ષુતિ, છીંક. આ પણ ન દેખાતાં મનુષ્યની હોય. પવત્તિ - પ્રવૃત્તિ, વાર્તા.
સાડિયા - પરધાન વસ્ત્રો, પાડિયા - ઉત્તરીય વસ્ત્રો, ક્યાંક ભંડિયા - રાંધવાના વાસણ, પણ દેખાય છે. માહણે આયામ - શાટિકાદિ બ્રાહ્મણને આપે છે. સઉત્તરોટ્ઠ - દાઢી-મૂંછ સહિત. મુંડ - મુંડન કરાવ્યું. પણિયભૂમિ - ભાંડ વિશ્રામ સ્થાન અથવા મનોજ્ઞભૂમિમાં. અભિસમન્ના-ગએ - મળ્યો. - X - ભગવંતે અક્ષીણ રાગપણાથી, પરિચયથી કિંચિત્‌ સ્નેહ ગર્ભિત અનુકંપાથી, છદ્મસ્થતાથી અનાગત દોષ ન જાણીને અને અવશ્ય થનાર એમ સમજીને એ (અર્થ) વાતને સ્વીકારી, અનિત્ય ચિંતા કરી.

Linked texts (1)